ભૂતકાળમાં અમારા નેતાઓ પર જૂતાઓ નાંખ્યા છે, હવે તેઓ ભોગ બનતા તેમને દુઃખ થતું હશે : નીતિન પટેલ

2539
Published on: 4:33 pm, Thu, 1 July 21
  • લોકશાહી પદ્ધતિથી કોઈ તેના વિચારો રજૂ કરે તો તેને કરવા દેવા જોઈએ
  • હું તો કોઈપણ પક્ષના કોઈપણ વ્યક્તિને આવી રીતે નુકસાન ન થાય એવુ માનનારો છું
  • નીતિન પટેલે આપ્યું એવું નિવેદન કે AAP ભડકશે

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર, મેમનગર, બોડકદેવ અને ગુલબાઈ ટેકરા, અમદાવાદ ખાતે રૂ.152 કરોડનાં ખર્ચે નિર્મિત વિવિધ કક્ષાનાં 520 બહુમાળી આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આવાસોનું લોકાર્પણ કરવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે આપના નેતાઓ પર થયેલા હુમલા અંગે વાત કરી આડકતરી રીતે આપ પર પ્રહાર પણ કર્યાં હતા.

May be an image of 5 people and people sitting

AAP પર કાર્યકરો પર હુમલા મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે સોમનાથ-વેરાવળમાં AAPના કાર્યકરોનો વિરોધ થયો જે બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરાયો હતો તેમજ AAPના નેતાની ટિપ્પણીને લઈ આ વિરોધ થયો હતો તેમજ આપ કાર્યકરોને વિરોધના પગલે સોમનાથના દર્શન કરતા અટકાવ્યા પણ હતા નીતિન પટેલે વધુ એમ પણ જણાવ્યું કે ભૂતકાળમાં અમારા કાફલા પર પથ્થર મારો કરતા હતા તેમજ કાળા વાવટાએ ફરકાવી તોફાનો કરતા હતા અમે બધુ જોયેલું છે અને સહન કરેલું છે આવી ઘટનાઓ બને ત્યારે દુ:ખ થાય છે તેવું કહેતા નીતિન પટલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં અમારા નેતાઓ પર જૂતા ફેંક્યા છે અમે કોઈને વિચારો વ્યક્ત કરતા રોકી શકાય નહીં, આવી ઘટનાઓથી મને પણ દુ:ખ થાય છે તેમ નીતિન પટલે જણાવ્યું હતું.

જો કે તેમણે જણાવ્યું કે, અમે આ પ્રકારની કોઈપણ ઘટનાને પ્રોત્સાહન આપતા નથી. પરંતુ ભૂતકાળમાં જેમણે ખૂબ તોફાન કર્યાં છે અને અમારા નેતાઓ પર ચંપલો નાંખી છે, જૂતાઓ નાંખ્યા છે, ટીપ્પણીઓ કરી છે સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષામાં મેસેજ મુક્યા છે, એવા લોકો કદાચ આવા પ્રકારના કૃત્યોનો ભોગ બનતા હોય ત્યારે તેમને દુઃખ થતું હશે, મને પણ દુઃખ થાય છે.

આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો 

ગઈ કાલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં આપના એક કાર્યકરને ઇજા પણ થઈ છે. આપના નેતા ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મહેશ સવાણી સહિતના આપના નેતાઓ પર હુમલો થયો હતો. જેમાં હુમલો કરનાર આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.

ઉશ્કેરણી કરનારને ઉત્તેજન આપતા નથીઃ નીતિન પટેલ

ભાજપના ગુંડાઓના શબ્દ પ્રયોગ પર નીતિન પટેલે કહ્યું કે, કોઈ રેલી કરે કોઈ કાળા વાવટા ફરકાવે એવું અમે ભૂતકાળમાં પણ જોયું અને ઘણું સહન કર્યું છે. અમારી સભા અને અમારા કાર્યક્રમમાં આ લોકો અથવા અન્ય પાર્ટીના લોકો કાળા વાવટા બતાવતા હતા અને સભા વિખેરવી પડે એવા તોફાનો કરતા અને અમારા કાફલા પર પથ્થરમારો કરતા હતા. લોકશાહી પદ્ધતિથી કોઈ તેના વિચારો રજૂ કરે તો તેને કરવા દેવા જોઈએ. હું તો કોઈપણ પક્ષના કોઈપણ વ્યક્તિને આવી રીતે નુકસાન ન થાય એવુ માનનારો છું. અમે ઉશ્કેરણી કરનારને ઉત્તેજન આપતા નથી.

કારમાં બેઠેલા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર જનસંવેદના યાત્રા દરમિયાન થયેલા હુમલા બાદ પાર્ટી નેતાઓ હવે આરપારના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓ વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર ગઈકાલે રાતથી જ ધરણાં આપી રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ આખી રાત પોલીસ સ્ટેશનની બહાર રોકાયા હતા.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317