ઓલપાડ : ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોધાણી એ વૉર્ડ 2 ના કામો યુધ્ધ ના ધોરણે કર્યા ચાલુ..

449
Published on: 12:07 pm, Tue, 5 October 21

ઉમરા ઓલપાડ

એસ.એમ.સી માં નવા ભળેલા નવા ગામો માં પ્રાથમિક કામો થવા લાગ્યા ઝડપી

ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોધાણી ની રજુઆત થી વોર્ડ 2 માં રોડ, સ્ટ્રીટલાઇટ , અને વેક્સીન ના કામો થયા ઝડપી

ઓલપાડ તાલુકા માં આવેલ ઉમરા ગામ ને એસ.એમ.સી માં ભેળવ્યા બાદ પહેલી વાર વેરાબીલ આપવામાં આવ્યા છે જેમાં ઘણી સોસાયટીના સભ્યો ને વેરાબીલ માં નામો માં ભૂલ હોવાથી લોકો અટવાયા હતા. પરંતુ જાગૃત નાગરિક ટીમ ( ઉમરા ગામ ) ને આ વાત ધ્યાને પડતા , તાત્કાલિક ડેપ્યુટી મેયર સાહેબ ને વાત કરતા મેયર સાહેબ રજુઆત ને ધ્યાન માં લહી તાત્કાલિક અધિકારીઓ ને ઉમરા ગામ માં મોકલી લોકો ના વેરાબીલ માં સુધારો કરવાનો કાર્યક્રમ યોજી આપ્યો.

છેલ્લા 2 મહિના પહેલા ઉમરા ગામ માં એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમરા ગામ ની સોસાયટીના પ્રમુખો અને ડેપ્યુટી મેયરે હાજરી આપી હતી , તમામ પ્રમુખો એ કરેલી સમસ્યાઓ ની રજુઆત ડેપ્યુટી મેયર દિનેશભાઇ એ પોતાની ડાયરી માં નોંધી હતી અને કહ્યું હતું કે ટૂંક સમયમાં બધા કામો થઈ જશે,

ઉમરા ગામ ની દરેક સોસાયટી અને ઉમરા ગામ ફળિયા ના ગેટ સુધી સ્ટ્રીટલાઇટ અને GSB ની ગાડીઓ તાત્કાલિક ના ધોરણે નખાવી આપી હતી, લોકો ને ઘરબેઠા કોરોના વેકસીન ના ટોકન આપી દરેક લોકો ને વગર લાઈન માં ઉભા રાખી વેકસીન અપાઈ એવો કાર્યક્રમ રખાયો હતો.

ડેપ્યુટી મેયરે જણાવ્યા પ્રમાણે 2 જ મહિના માં 70 ટકા થી પણ વધુ કામો કરાવી આપ્યા છે અને હજુ પણ બાકી ના કામો યુદ્ધ ના ધોરણે ઝડપ થી થશે એવી ખાતરી પણ આપી છે.

ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોધાણી એ ઉમરા હજીરા હાઇવે થી ઉમરા ગામ ની દરેક સોસાયટીના ગેટ સુધી અને સોસાયટી ની અંદર રોડ રસ્તા ખરાબ હોય એને તાત્કાલિક રીપેરીંગ કરાવી લોકો ના દિલ મેં એક સ્થાન મેળવી લીધું છે.

આજ રોજ ઉમરા ગામ પંચાયત વેરાબીલ નો સુધારા વધારા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેથી ઉમરા ગામ માં રહેતા તમામ લોકો ને કતારગામ નોર્થ ઝોન માં ધક્કો ન ખાવો પડે અને ઘર આંગણે વેરાબીલ માં સુધારો થઈ શકે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317