ઓલપાડના MLAએ સ્મશાનમાં લાકડાં આપવાની ખાત્રી આપતા લોકોએ સોશ્યલ મીડિયામાં પર આડેહાથ લીધા..

1909
Published on: 12:24 pm, Sat, 24 April 21
www.gujaratupdate.in
  • સુરતના MLA સોશ્યક મીડિયામાં ટ્રોલ થયા
  • ઓલપાડના MLA મુકેશ પટેલએ સ્મશાનમાં લાકડાં આપ્યા
  • ધારાસભ્યની પોસ્ટ પર વિવિધ  પ્રકારની થઈ રહી છે કોમેન્ટ
  • લોકો મરી જાય ત્યારબાદ લાકડા આપવાના બદલે લોકોને બેડ, ઈન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટર પુરા પાડીને લોકોના જીવ બચાવવા જોઈએ તેવી કોમેન્ટો કરી રહ્યા છે

ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. પોઝિટિવ કેસોની સાથે સાથે મૃત્યુનો આંકડો પણ સતત વધી રહ્યો છે. આ કપરી પરિસ્થિતિમાં રાજકીય પક્ષોથી માંડીને સામાજિક સંસ્થાઓ સામે આવી રહી છે. કોઇ કોવિડ-19 આઇસોલેશન સેન્ટર બનાવી રહ્યું છે તો કોઇક કોવિડ-19ના દર્દીઓની થઇ શકતી તમામ મદદ કરી રહ્યું છે. આ દરમિયાન ભાજપના એક ધારાસભ્યએ કરેલી પોસ્ટ વાયરલ થઇ રહી છે અને સોશિયલ મીડિયા પર આ પોસ્ટ પર ઘણી પ્રતિક્રિયા આવી રહી છે. સુરતના ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની એક પોસ્ટ વાયરલ થઇ છે જેમાં તેમણે સ્મશાન માટે લાકડાની વ્યવસ્થા કરી હોવાની વાત કરી છે. મુકેશ પટેલે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે આજરોજ ઓલપાડ ગામે આવેલ હિન્દુ સ્મશાન ભૂમિમાં લાકડાની જરૂર જણાતા લાકડાની વ્યવસ્થા કરી અને જરૂર પડ્યે બીજા લાકડાની વ્યવસ્થા કરી આપવાની હિન્દુ સ્મશાન ભૂમિ ના પ્રમુખ કૌશિકભાઈ પટેલ ને ખાત્રી આપી.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોરોના મહામારી કહેર મચાવી રહી છે. હોસ્પિટલમાં બેડ પણ નથી મળતા જેન લઈને પ્રદેશ પ્રમુખ દરેક ધારાસભ્યને પોતાના વિસ્તારમાં કોવિડ સેન્ટર ઉભા કરી લોકોને મદદ કરવાની અપીલ કરી રહ્યા છે. ત્યારે ઓલપાડના ધારાસભ્યએ અંતિમ ક્રિયા માટે ઓલપાડના સ્મશાનના સંચાલકોને લાકડાની ટ્રક આપી વધુ લાકડા આપવાની ખાતરી આપતો મેસેજ ફરતો થતા ધારાસભ્યને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત કેસ વધી રહ્યા છે ત્યાં જનતાને અત્યારે નેતાઑની જરૂર છે ત્યારે કોઈ મોટો નેતા આજે હોસ્પિટલના દરવાજે દેખાતો નથી. સોશ્યલમ મીડિયામાં પણ અમુક જ ધારાસભ્યો છે જે જનતાની સેવામાં દેખાઈ રહ્યા છે ત્યારે ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ સ્મશાન માટે લાકડાની વ્યવસ્થા કરાવીને ફસાયા છે.

આજની કપરી સ્થિતિમાં જ્યારે ઓક્સિજનની કમી છે, હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા, રેમડિસીવીર ઇન્જેક્શન માટે પરિવારજનો આમતેમ રખડી રહ્યા છે ત્યારે આવી વસ્તુઓની જરૂરિયાત પૂર્ણ નથી થઇ રહી તેમાં મુકેશ પટેલ દ્વારા સ્મશાનમાં મૃતકોને બાળવા માટે લાકડાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ધારાસભ્યએ લાકડા આપવાની પોસ્ટ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતાં ટ્રોલ થઈ રહ્યાં છે. તેમના જ મત વિસ્તારના લોકોનો આક્રોશ ફાટી નિકળ્યો છે. લોકો મરી જાય ત્યારબાદ લાકડા આપવાના બદલે લોકોને બેડ, ઈન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટર પુરા પાડીને લોકોના જીવ બચાવવા જોઈએ તેવી કોમેન્ટનો મારો થઈ રહ્યો છે. એક બાજુ ધારાસભ્ય, સાંસદ અને રાજકીય અગ્રણીઓ લોકોને સારવાર મળે તે માટે કોવિડ કોમ્યુનિટી અને આઈસોલેશન સેન્ટર ખોલી લોકોની સારવાર કરી રહ્યાં છે. ઓલપાડની હાલત કફોડી થઈ રહી છે. ઓલપાડ તાલુકામાં કોવિડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આવી સ્થિતિ છતાં આ ધારાસભ્ય લોકોની મદદ કરી તેમના જીવ બચાવવાના સ્થાને તેમની મરણ ક્રિયાની તૈયારી કરી રહ્યા છે.

લોકોએ ધારાસભ્યને કરી નાંખ્યા ટ્રોલ 

મુકેશ પટેલે પોસ્ટમાં કહ્યું કે સ્મશાન ભૂમિમાં લાકડાની જરૂર હતી તેથી વ્યવસ્થા કરાવી છે આપી છે અને જરૂર પડ્યે વધારે લાકડાની પણ ખાતરી આપી છે. આ પોસ્ટ મૂક્યા બાદ સોશ્યલ મીડિયામા લોકો રોષે ભરાયા છે. ધારાસભ્યની આ પોસ્ટમાં લોકો તેમને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે ત્યારે કે જીવતા જોગ તમે બેડ નહીં, ઈંજેક્શન નહીં, ઑક્સીજન નહીં પરંતુ લાકડાની વ્યવસ્થા કરાવી તે માટે અમે ખૂબ આભારી છીએ. લોકો કહી રહ્યા છે કે ધારાસભ્ય લાકડાની વ્યવસ્થા કરીને ગર્વ લઈ રહ્યા છે તો એક વ્યક્તિએ કટાક્ષમાં કહ્યું છે કે આવા ધારાસભ્ય ભગવાન બધાને આપે જે મરેલા લોકો માટે લાકડા ખૂટવા દેતા નથી.

આ પોસ્ટને લઇને ધમાસાણ મચી છે. ફેસબુક પર મુકેશ પટેલની આ પોસ્ટ પર કોમેન્ટ કરનારાઓનો રાફડો ફાટ્યો છે. ધર્મેશ પટેલ નામના યુઝર્સે ધારાસભ્યની પોસ્ટ પર કટાક્ષ કરતાં લખ્યું છે કે, આજ રીતે સ્મશાનમાં વધુને વધુ લાકડા આપતા રહો અને દેશની સેવા કરતા રહો પાર્ટી તમને “ગુજરાત સ્મશાન લાકડા પ્રમુખ” બનાવે તેવી શુભેચ્છા સહ રામ નામ સત્ય છે. ઓલપાડ મતવિસ્તારના લોકોએ ધારાસભ્ય મુકેશ પટેલનું ધ્યાન દોરતાં લખ્યુ છે કે, ઓલપાડ તાલુકાની એકપણ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન ની લાઇન, બાઇપેપ કે વેન્ટીલેટર્સ હોય તો કહેજો….. લાકડા તો મળી જ રહેશે અને મૃતદેહ લઇ જવા લારી પણ … એક એમ્બ્યુલન્સ કે એક આગ બમ્બો તાલુકાનેનથી અપાવી શક્યા ….દુઃખદ અને હલકી પ્રસિદ્ધિ વાળી સ્મશાનના લાકડાની પોસ્ટ.

લોકો કહી રહ્યા છે કે આવા સમયે જ્યારે કોરોના દર્દીઓ અને તેમના પરિવારજનો માટે સંવેદનાની જરૂર છે ત્યારે એમએલએ જેવી જવાબદાર વ્યક્તિ લાકડાની વ્યવસ્થા કરે તેનો વાંધો નથી પરંતુ તેનો જશ ખાટવા જાય તે વધારે પડતું છે. લોકોની જીવ બચાવવાની વધારે જરૂર છે. એટલે દર્દીઓ માટે બેડ, ઇન્જેક્શન કે દવાઓ આપવાની જરૂર છે.  બાળવા માટે લાકડાની વ્યવસ્થા કરવાની નહીં.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317