સુરત : ઓલપાડના ડભારી દરિયાકિનારે હોમગાર્ડના જવાનોની દારૂ પાર્ટી, વીડિયો વાયરલ…

603
ઓલપાડ સુરત

એકબાજુ ભાજપ સરકાર ખી રહી છે કે ગુજરાત માં દારૂબંધી છે અને બીજી બાજુ ગુજરાત માં જ સૌથી વધુ દારૂ વેચાઈ રહ્યો છે. પોલીસ ના નાક નીચે થી જ દારૂ ની હેરફેર થઈ રહી છે છતાં પોલીસ હાથ પર હાથ રાખી બેથી છે, ઓલપાડ ના દરિયા કિનારે સાયણ પોલીસ દારૂ ની મહેફિલ માણતી નજરે પડી છે.

સુરત શહેરના ઓલપાડના ડભારી દરિયાકિનારે 26મી જાન્યુઆરીના દિવસે હોમગાર્ડના જવાનો દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વાઈરલ થયેલા વીડિયોમાં હોમગાર્ડના સાયણ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડિંગ પણ હોવાનું સામે આવ્યું છે, જ્યારે હોમગાર્ડના જવાનો નશામાં ચૂર થઈ ફિલ્મી ગીતો પર ઠૂમકા લગાવતા નજરે પડી રહ્યા છે

નશામાં ચૂર, ફિલ્મી ગીતો પર ઠૂમકા માર્યા.

દરિયાકિનારે દારૂની પાર્ટી કરી
26 જાન્યુઆરીના રોજ સાયણના ઈન્ચાર્જ કમાન્ડિંગ સહિત હોમગાર્ડના જવાનો દ્વારા ઓલપાડ તાલુકાના દભારી ગામે દરિયાકિનારે દારૂ પાર્ટી કરવામાં આવી હતી, જેનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં દેખાતા તમામ સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકાના સાયણ યુનિટના હોમગાર્ડ જવાનો છે. દારૂના ગ્લાસ આપતી વ્યક્તિ સાયણ યુનિટનો ઇન્ચાર્જ કમન્ડિંગ હોવાની ચર્ચા છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી ચાલી રહી હતી ત્યારે સાયણ હોમગાર્ડ યુનિટનો કમન્ડિંગ અને તેના અન્ય જવાનો દરિયાકિનારે દારૂની પાર્ટી કરી નશામાં ચૂર હાલતમાં ફિલ્મી ગાયનો પર ઠૂમકા લેતા હતા.

વીડિયોમાં સાયણ યુનિટનો કમાન્ડિંગ પણ નજરે પડે છે.

દારૂ પાર્ટી અંગે તપાસ બાદ વધુ કાર્યવાહી
સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ડો. પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે હા, આવો વીડિયો મારી સામે આવ્યો છે. સાયણ યુનિટનો ઇન્ચાર્જ કમન્ડિંગ પણ નજરે પડી રહ્યો છે. દારૂ પાર્ટી અંગે તપાસ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વીડિયોમાં છથી સાત જેટલા લોકો દારૂની પાર્ટી કરતા નજરે પડે છે.

સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ
સુરત જિલ્લામાં રેન્જ આઈજી દ્વારા સોંપવામાં આવેલી પ્રોહિબિશનની તપાસમાં યોગ્ય તપાસ નહીં કરતાં કીમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ હિંમત આજરાને સસ્પેન્ડ કરી દેતાં જિલ્લા પોલીસબેડામાં ફફડાટ ફેલાયો હતો. સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. એક તરફ અધિકારીઓ સસ્પેન્ડ થઈ રહ્યા છે તો બીજી તરફ પીઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનો પણ પીએસઆઈને હવાલે કરવા પડ્યાં છે.

પાંચ બોટલ જેટલો દારૂ પી ગયા.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ