ઉમરા ગામ માં 3 મહિનામાં એક જ શોપિંગ માં બીજી વાર ચોરી : પોલીસ આ ચોરો ને ક્યારે પકડશે ???

928
Published on: 12:18 pm, Mon, 10 August 20

ઉમરા ગામ ઓલપાડ
સુરત ગુજરાત

ઓલપાડ નું ઉમરા ગામ જે મોટા વરાછા થી ફક્ત 4 થી 5 કિલોમીટર દૂર આવેલું છે અને થોડા મહિના પહેલા જ ઓલપાડ ના અમુક ગામો નો સમાવેશ એસ.એમ.સી માં કરવામાં આવ્યો જેમાં ઉમરા ગામ પણ યાદી માં છે

ઉમરા ગામ માં દિવસે ને દિવસે ચોરી ની ઘટનાઓ સામે આવી રહી છે , લોકડાઉન દરમિયાન પણ ઉમરા ગામ માં ચોરીની ઘટનાઓ સામે આવી હતી જેની અરજી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છતાં હજી પોલીસ તરફ થી કોઈ મદદ નથી મળી. પોલીસ ફક્ત રોજે માસ્ક ના દંડ માટે આવતી હોય છે પરંતુ આ ચોરો ને ક્યારે પકડશે ???

ગતરાતે ઉમરા ગામ બાપા સીતારામ પેટ્રોલિયમ ની સામે આવેલ પ્લેટિનમ સ્કેવર માં ચોરી ની ઘટના સામે આવી છે. એક સાથે 3 દુકાનો ના તાળાં તૂટ્યા નો બનાવ બનેલ છે. સિયા પાન , ખોડિયાર ફેશન , અને રાજ ખાવસા આમ આ 3 દુકાનો ના તાળા તોડી રોકડ રકમ સહિત માલ સામાન ની ચોરી કરવામાં આવી છે.

સિયા પાન નું શટર તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ નિશફળ રહી ચોરી , પરંતુ બાજુ માં આવેલ ખોડિયાર ફેશન ની તાળું તોડી દુકાન માં પડેલ ટિ-શર્ટ , કોમ્પ્યુટર , હોમ થિએટર સહીત અંદાજે 25000 થી 30,000 ની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ છે , આટલું જ નહીં બાજુમાં આવેલ રાજ ખાવસા અને નાસ્તા સેન્ટર માંથી ચોરો એ હાથફેરો કર્યો હતો જેમાં દુકાન માં પડેલ રોકડ 5000 આજુબાજુ અને થડાપીણાં અને નાસ્તો ચોરી કરવામાં આવ્યો છે.

લોકડાઉન દરમિયાન આ જ શોપિંગ માં ચોરી થઈ હતી ત્યારપછી આજ રોજ ફરી એજ શોપિંગ માં ચોરો ત્રાટક્યા હતા. દુકાનદારો એ સાયણ પોલીસ માં ફરિયાદ દાખલ કરી છે.

 

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત


અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ

https://www.facebook.com/gujaratupdatenews.in/

ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો