ઓલપાડ : ઉમરા – હજીરા હાઇવે પર ફરી એકવાર અકસ્માત ,2 ગૌમાતા માં મોત , 2 ગંભીર…

988
Published on: 11:39 am, Thu, 5 August 21

છેલ્લા 1 મહિના માં મૃત્યુ પામેલા ગૌમાતા ની સંખ્યા 50 ની ઉપર

ઓલપાડ ના ઉમરા ગામ માં રોજ ના 2 અકસ્માત

ઉમરા – હજીરા હાઇવે પર સ્ટ્રીટલાઇટ ન હોવાથી અકસ્માત ની ઘટનાઓ યથાવત

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ આ રોડ પર હજારો ગૌમાતા ના મોત થઈ ચૂક્યા છે , જેમાં માલિકી અને રેઢિયાળ ઢોર પણ સામેલ છે. ગતરાત્રે ભારે  વાહન જેમકે ટ્રક, આઇસર , જેવા વાહનો ની અડફેટે આવતા 4 ગૌમાતા ના અકસ્માત થયા છે જેમાંથી 2 ગૌમાતા ના મૃત્યુ અને 2 ગૌમાતા ને ગંભીર ઈજાઓ પહોંચી છે.

ઉમરા – હજીરા રોડ પર સ્ટ્રીટલાઇટ ન હોવાથી આવા અકસ્માત ની સંખ્યા વધતી જાય છે. જેમાં ફક્ત ઢોર નહિ પણ ઘણા લોકો એ પણ જીવ ગુમાવ્યો છે. હજીરા હાઇવે હોવાથી રોડ પર ભારે વાહન ચાલે છે જેથી , રોડ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેને લીધે અકસ્માત વધી રહ્યા છે.

ગૌરક્ષકો ચિંતન ગજેરા ,અને દેવ પટેલ દ્વારા આજ એઓજ વહેલી સવારે ગુજરાત અપડેટ ન્યુઝ ને ફોન કરાયો અને આજ ના અકસ્માત ની ઘટના ની જાણ કરાઈ, આ પહેલા પણ આ ગૌરક્ષકો દ્વારા ઘણી ગાયો ની સારવાર અને દેવ પામેલી ગૌમાતા ને સમાધિ આપવામાં આવી છે. ગૌરક્ષકો અને સ્થાનિકો દ્વારા વારંવાર સરકાર ને અને એસ.એમ.સી ને ફરિયાદ કરી હોવા છતાં તંત્ર ના પેટ માં પાણી પણ હલતું નથી.

ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ અને કામરેજ ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા ને પણ આ અકસ્માતો ની જાણ કરાઈ છે છતાં ધારાસભ્ય દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી ,એસ.એમ.સી માં ભળેલા નવા ગામો માં હજી વિકાસ નું એકપણ કામ કરવામાં આવ્યું નથી જેથી લોકોમાં નારાજગી જોવા મળી છે.

વારંવાર આવી જ રીતે આ જ રોડ પર ગૌમાતા ના અકસ્માત થતા જોવા મળ્યા છે જેમાં ગૌમાતા ના મૃત્યુ થઈ જતા હોય છે, ગૌરક્ષકો ના કહેવા મુજબ એક ગૌમાતા ની સમાધિ માં ઓછા માં ઓછો 3000 થી 4000 જેટલો ખર્ચ થાય છે , જે એ લોકો પોતાના ઘરના ખર્ચે સમાધિ આપે છે , સરકાર તરફ થી આ કામગીરી પણ કરવામાં આવતી નથી.

સ્થાનિકો અને ગૌરક્ષકો દ્વારા સરકાર ને ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર આ અકસ્માત પર ધ્યાન નહિ આપે તો ઉમરા – હજીરા હાઇવે રોડ બંધ કરી રોડ પર જ આંદોલન કરાશે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317