ગુજરાત : ઓગસ્ટ થી ધોરણ 9 થી 11 ની શાળાઓ શરૂ કરવાની વિચારણા, આજે રૂપાણી સરકાર લેશે નિર્ણય..

1032
Published on: 7:10 pm, Thu, 22 July 21
  • શાળાઓ શરૂ કરવાને લઈને કેબિનેટ બેઠકમાં ચર્ચા
  • ઓગસ્ટ મહિનામાં શાળા શરૂ કરવા લેવાઈ શકે છે નિર્ણય
  • ધોરણ 9 થી 11ના વર્ગો ઓફલાઈન શરૂ થશે
  • ધોરણ -9,10 અને 11ના વર્ગો ઓફલાઈન શરૂ કરાઈ શકે
  • સ્કૂલો શરૂ કરવા અંગે બે દિવસમાં નિર્ણય થવાની શક્યતા

હાલ ગુજરાતમાં કોરોના કાબૂમાં આવી ગયો છે, જેને પગલે શિક્ષણ પણ નોર્મલ થવા લાગ્યું છે. ધોરણ 12ની સ્કૂલો અને કોલેજો ઓફલાઈન શરૂ કર્યા બાદ હવે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9થી 11 માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે, જેમાં શિક્ષણ વિભાગમાં અલગ અલગ બેઠકો ચાલી રહી છે. શાળા-સંચાલકોએ પણ DEOને આવેદનપત્ર આપીને અગાઉ રજૂઆત કરી હતી અને સરકાર નિર્ણય નહીં લે તો સંચાલકો જાતે જ શાળા શરૂ કરી દેશે એવી ચીમકી ઉચ્ચારી હતી, જેને પગલે આજે સરકાર દ્વારા સોમવારથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.

Gujarat Board Exam 2021 Latest News: After CBSE, GSEB POSTPONES class 10  class 12 board exams - check all UPDATES here | Zee Business

આજે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ધોરણ 9 થી 11 ની શાળાઓ ખોલવા માટે હરી ઝંડી આપવામાં આવી છે. મુખ્યમંત્રી સાથે થયેલી ચર્ચામાં ઓગસ્ટ મહિનાથી સ્કૂલોમાં શરૂ થશે. ધોરણ-9,10 અને 11નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે શિક્ષણ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી.

રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે. કોરોનાને કારણે ઘરમાં પૂરાઈ રહેલા અને ઓનલાઈન ક્લાસથી કંટાળેલા વિદ્યાર્થીઓ હોંશેહોંશે શાળામાં આવી રહ્યા છે. ત્યારે હવે ધોરણ 9 થી 11 ના વર્ગો ઓફલાઈન શરૂ કરવાની માંગ ઉઠી છે. ત્યારે ગુજરત સરકાર દ્વારા આ અંગે આજે કેબિનેટ બેઠકમા વિચારણા કરવામાં આવશે. આગામી સોમવારથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે તેવી શક્યતા છે.

Gujarat Board 2019 timetable for class 10, 12 released; exams begin from  March 7 | Careers360

ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે ધોરણ 9થી 11ના વર્ગ ચાલુ કરવા જોઈએ, પરંતુ નિર્ણય અગાઉ શિક્ષણ વિભાગના અધિકારી, સંચાલકમંડળ અને વાલીમંડળ વચ્ચે બેઠક થવી જોઈએ, જેમાં સંકલન કરીને સ્કૂલ શરૂ કરવી જોઈએ. સ્કૂલ ખોલ્યા અગાઉ સંચાલકોએ શિક્ષણ વિભાગને ફરજિયાત એફિડેવિટ આપવું, જેમાં SOPનું પાલન કરવા બાંયધરી આપવી, શિક્ષક અને વાલીઓની ફરજિયાત વેક્સિનેશન થયેલું હોવું જોઈએ.

રાજ્યમાં ઓફલાઇન સ્કૂલ શરૂ કરવા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને પત્ર લખ્યો છે. તેમણે શાળામાં રોટેશન પદ્ધતિ આધારે સ્કૂલ શરૂ કરવા બાબતે રજૂઆત કરી છે. પ્રથમ તબક્કે 6થી 8ના ક્લાસ શરૂ કરવા બાબતે કરાઇ રજૂઆત કરી છે. ગાંધીનગરમાં શિક્ષક સંઘની મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

Schools started 9th and 11th standard from Monday after government  guidelines

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આગામી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે વિચારણા કરવામાં આવશે. હાલની સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિ અંગે અભિપ્રાય લઇશું. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવશે ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317