સુરત : જૈન આધેડે મરતાં મરતાં છ વ્યક્તિને આપ્યુ નવજીવન, 92 મિનિટમાં 300 કિમી દૂર મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયુ..

630
Published on: 2:58 pm, Wed, 16 June 21
  • અંગદાનથી માનવતા મહેકી
  • હ્રદય, કિડની, લિવર અને ચક્ષુઓનું કરાયું દાન
  • 6 વ્યક્તિઓને મળ્યું નવજીવન
  • જૈન આધેડે મરતાં મરતાં છ વ્યક્તિને આપ્યુ નવજીવન,
  • લીવર અને ચક્ષુઓના દાનથી 6 વ્યક્તિઓને મળ્યું નવજીવન

અંગદાન માટે દેશભરમાં જાણીતા થઈ રહેલા સુરતમાંથી ફરી હ્રદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. વિશા ઓસવાળ જૈન સમાજના દિનેશભાઈ મોહનલાલ છાજેડના પરિવારે તેમના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. સાથે જ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 92 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નવી મુંબઈના રહેવાસી 30 વર્ષીય વ્યક્તિમાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું.

 જ્યારે સુરતની એપલ હોસ્પિટલથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ સુધીનું 274 કિ.મિ રોડ માર્ગનું અંતર 180 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 47 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યુ હતું. અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 43 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તથા બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC હોસ્પિટલમાં સુરતની 17 વર્ષીય વિદ્યાર્થીનીમાં કરવામાં આવી રહ્યું છે.

સુરતમાં કોરોનાકાળમાં પણ અંગદાનની પ્રવૃતિને ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા ધબકતી રાખવામાં આવી છે. આજે સુરતના એક જૈન વૈપારી બ્રેઇન ડેડ થઈ જતા તેમના પરિવારે તેમનાં અંગોનું દાન આપવાનું નક્કી કરતા, હ્યદય, લીવર, કિડની, આંખોના દાન થકી મરતા મરતા છ વ્યક્તિને નવજીવન આપવામાં આવ્યું છે. જ્યારે સંસ્થા ડોનેટ લાઇફના પ્રયાસોના કારણે સુરતમાંથી 33મા હ્યદયના દાન સાથે ટ્રાન્સપ્લાન્ટની સફળ સેવાકીય ગાથા સામે આવી છે.

સુરતમાં વધુ એક હૃદય સહિતના અંગોનું દાન કરવામાં આવ્યું છે. હ્રદય, કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરાયું છે. દિનેશ છાજેડનું બ્રેઈન ડેડ થયું હતું. બ્રેઈન ડેડ દિનેશ છાજેડના પરિવારે અંગદાન કરવાની મંજૂરી આપી હતી. હૃદય, કિડની, લીવર અને ચક્ષુઓના દાનથી છ વ્યક્તિઓને નવજીવન મળ્યું. સુરતથી ધબકતું હ્રદય 92 મિનિટમાં 300 કિમી દૂર મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું. એક કિડની અમદાવાદ અને એક કિડની સુરતની વિદ્યાર્થિનીને ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે. સુરતથી બે ગ્રીન કોરિડોર બનાવી અંગને મુંબઈ અને અમદાવાદ ટ્રાન્ફર કરાયા છે. ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુધી અલગ અલગ કુલ 888 અંગોનું ટ્રાન્ફર કરાયું છે.

ધબકતાં હ્રદયને સુરતથી બાય ફ્લાઈટ મુંબઈ લઈ જવાયું હતું.

બનાવની વિગતો એવી છે કે સુરતના પાલ વિસ્તારમાં વેપાર કરતા વેપારી દિનેશ ભાઈ છાજેડને 11મી જૂનના રોજ બીપી વધી ગયુ.જેના કારણે શરીરમાં જમણા બાજુ લકવાની અસર થઈ જતા તેમને ડીએન મહેતા પારસી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવતા. પ્રાથમિક સારવાર બાદ તેમને ન્યૂરોસર્જન ડૉ.સીકે જૈન પાસે દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે આ હૉસ્પિટલની ટીમ દ્વારા 18મી જૂને તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

 બનાવની વિગતો એવી છે કે સુરતના પાલ વિસ્તારમાં વેપાર કરતા વેપારી દિનેશ ભાઈ છાજેડને 11મી જૂનના રોજ બીપી વધી ગયુ.જેના કારણે શરીરમાં જમણા બાજુ લકવાની અસર થઈ જતા તેમને ડીએન મહેતા પારસી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવતા. પ્રાથમિક સારવાર બાદ તેમને ન્યૂરોસર્જન ડૉ.સીકે જૈન પાસે દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે આ હૉસ્પિટલની ટીમ દ્વારા 18મી જૂને તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.પરિવારે અંગદાનની સંમતિ આપી
ડૉ.વિકાસબેન દેસાઈ, ન્યુરોસર્જન ડૉ.કે.સી.જૈન દિનેશભાઈના બનેવી રશ્મીનકુમારની સાથે રહી દિનેશભાઈના પત્ની જયાબેન, સાળા હિતેશભાઈ અને મહેશભાઈ, સાઢુભાઈ નિલેશભાઈ અને વિજયભાઈ, બનેવી રમેશભાઈ અને વિનોદભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી દિનેશભાઈના પત્ની જયાબેન કે જેઓ ICમાં હાઈરગ્રેડ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે તેઓએ જણાવ્યું કે મારા પતિ જુદી-જુદી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા.તેઓ જીવનમાં હંમેશા એવું માનતા હતા કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. આથી જયારે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર તો બળીને રાખ થઇ જવાનું છે,ત્યારે મારા બ્રેઇનડેડ પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

હ્રદય, કિડની અને લિવર સમયસર મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો. સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા 386 કિડની, 159 લિવર, 8 પેન્ક્રીઆસ, 33 હૃદય, 14 ફેફસાં અને 290 ચક્ષુઓ કુલ 888 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 816 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

 હ્રદય, કિડની અને લિવર સમયસર મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો. સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા 386 કિડની, 159 લિવર, 8 પેન્ક્રીઆસ, 33 હૃદય, 14 ફેફસાં અને 290 ચક્ષુઓ કુલ 888 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 816 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે. ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સ્વ.દિનેશભાઈ મોહનલાલ છાજેડના પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે નતમસ્તક વંદન કરે છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317