જમ્મુ-કાશ્મીર : પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાં દેશનો વધુ એક સપૂત લક્ષ્મણ થયો શહીદ..

660
Published on: 3:12 pm, Thu, 4 February 21
3 જવાન શહીદ
  • જવાન લક્ષમણ જોધપુરનો રહેવાસી હતો
  • ગોળીબારીમાં લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થયો એ બાદ મોત
  • અત્યાર સુધીમાં ગોળીબારમાં સેનાના 3 જવાન શહીદ થયા હતા

સરહદ પર દેશની રક્ષા કરતાં રાજસ્થાન નો વધુ એક સપૂત શહીદ થઈ ગયો છે. જોધપુરના બિલાડાના રહેવાસી જવાન લક્ષ્મણ જમ્મુ-કાશ્મીર માં પાકિસ્તાની સેનાના ફાયરિંગ માં બુધવાર રાત્રે શહીદ થયો. ભારતીય સેનાના જવાન લક્ષ્મણના ગામમાં તેની જાણ થયા બાદ ત્યાં માહોલ ગમગીન થઈ ગયો છે. લક્ષ્મણ જાટના ઘરે ગામ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. આ સપ્તાહે જ અલવરનો એક જવાન દેશની રક્ષા કરતાં શહીદ થયો હતો.

મળતી જાણકારી મુજબ, દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર અમર શહીદ લક્ષ્મણ જોધપુરના બિલાડા તાલુકાના ખેજડલા ગામના રહેવાસી હતો. લક્ષ્મણ જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરના સુંદરબનીમાં તૈનાત હતો. ત્યાંથી પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનમાં વળતો જવાબ આપતી વખતે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. પાકિસ્તાની ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ સિપાહી લક્ષ્મણને સેનાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં બુધવાર રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા.

બહાદુરી સાથે પાકિસ્તાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો

શહીદ થયેલા લક્ષ્મણે પોતાના બુલંદ ઈરાદાનું જોરદાર પ્રદર્શન કરતાં બહાદુરીથી પાકિસ્તાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. દેશ માટે આપેલા સર્વોચ્ચ બલિદાન માટે સિપાહી લક્ષ્મણને હંમેશા યાદ રાખવામાં આવશે

સેના સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાને રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં મોર્ટારથી હુમલા કરવાની સાથે ફાયરિંગ કર્યુ હતું. તેમાં એક સિપાહી લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેનું ત્યારબાદ મૃત્યુ થયું હતું. પાકિસ્તાન સતત LoC પર સીઝફાયર તોડી રહ્યું છે. તેનાથી સરહદી ગામોમાં રહેનારા હજારો લોકો જોખમમાં જીવી રહ્યા છે. તેમના પશુ, સંપત્તિ અને ખેતીને નુકસાન થઈ રહ્યું છે.

સરકારે 2 ફેબ્રુઆરીએ સંસદમાં જણાવ્યું હતું કે ગત 3 વર્ષમાં પાકિસ્તાન તરફથી બોર્ડર પર સૌથી વધુ ફાયરિંગ 2020માં કરવામાં આવ્યું. (ફાઈલ ફોટો) - Divya Bhaskar

સેનાએ 50 લોકોની ક્ષમતાનું કમ્યુનિટી બંકર બનાવ્યું
સેનાએ પાકિસ્તાન તરફથી થતા ફાયરિંગથી સામાન્ય લોકોને બચાવવાની પહેલ કરી છે. સેનાએ લોકોની સુવિધા માટે ખીણના આર એસ પુરા સેક્ટરને સ્પર્શતા ગામ શેખાચકમાં ‘ઓપરેશન સદભાવના’ અંતર્ગત કોંક્રિટનું કમ્યુનિટી બંકર બનાવ્યું છે, જેમાં એક સાથે લગભગ 40-50 લોકો આશરો લઈ શકે છે. આ બંકર આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને મોર્ટારના હુમલાને સહન કરી શકે છે. શેખાચક ગામ ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને સ્પર્શે છે. આ બંકરમાં વીજળીની સુવિધા પણ છે જેથી લોકોને કોઈ પરેશાની ન થાય. હવે ગોળીબારની સ્થિતિમાં લોકો આ બંકરોમાં આશરો લઈને સુરક્ષિત રહી શકશે.

army soldier martyred in pakistans firing on loc

ગોળીબારીમાં લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થયો એ બાદ મોત

પ્રવક્તાએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ રાજૌરી જિલ્લામાં સુંદરબની સેક્ટરમાં અકારણ ગોળીબાર શરુ કી દીધો. દુશ્મનના ગોળીબારીનો અમારા જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું તે ગોળીબારીમાં લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થયો એ બાદ તેનું મોત થયું હતુ.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ