સુરતના પલસાણા તાલુકાના બલેશ્વર-ઈસરોલી ગ્રામ પંચાયત માં એ .સી ( A.C ) દૂર કરવા ટીમ ગબ્બરે કરી ઓનલાઈન ફરિયાદ

842
Published on: 3:21 pm, Sun, 6 December 20

બલેશ્વર-ઈસરોલી

પ્રતિ,
કલેકટર શ્રી,/ડી ડી ઓ
કલેકટર કચેરી સુરત

વિષય :- સુરતના પલસાણા તાલુકાના બલેશ્વર-ઈસરોલી ગ્રામ પંચાયત કચેરીમાં હયાત – ૧ એરકંડીશનર દુર કરવા બાબત

ટીમ ગબ્બર દ્વારા ગુજરાત માં તમાંમ સમસ્યાઓ દુર કરવા પ્રયત્નો કરતી આવી છે. ટીમ ગબ્બર ના તમાંમ મેમ્બરો દ્વારા pmo પોર્ટલ માં ઓનલાઈન ફરિયાદ કરી લોકો ને પડતી મુશ્કેલી ઓ દુર કરવાની કોશીસ જરતી આવી છે. ટીમ ગબ્બર દ્વારા આજ રોજ વધુ એક ફરિયાદ કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

સવિનય સાથ જણાવવાનું કે અમો અરજદાર ઉપરોક્ત સરનામે રહીએ છીએ અને અમો સામાજિક કાર્ય કરીએ છીએ અને ટીમ ગબ્બર ના સાથી મિત્રો ની રૂબરૂ મુલાકાત દરમિયાન અમોને જાણવા મળેલ છે કે બલેશ્વર – ઈસરોલી ગ્રામ પંચાયત ની કચેરીમાં એરકંડીશનર – ૧ હાલ હયાત અને ચાલુ છે. જેથી વિકાસ કમિશનર ના પરિપત્ર. ૧૩૭ – ૧૭૦ /૨૦૨૦ તા. ૪-૧ – ૨૦૨૦ મુજબ ગેર કાયદેસર હોય,આવા અધ્યતન અને વૈભવી અને ખર્ચાળ સાધનો પ્રજાને માતે બિન ઉપયોગી હોય તે પ્રજાના પરસેવાના નાણા વ્યય કરવાનું ઉદાહરણ પૂરું પાડે છે.

જેથી આવા અદ્યતન અને વૈભવી ફર્નીચરોને કારણે પ્રજાના ટેક્ષના નાણા બિન જરૂરી રીતે ખર્ચાઈ રહ્યા છે અને સામાન્ય રીતે પ્રજાને અત્યંત જરૂરી એવા પ્રજાલક્ષી લાયબ્રેરી પુસ્તકો અને પ્રજાને યોગ્ય માર્ગદર્શન આપે એવી સરકારી યોજનાઓ/લાભો મળે તે માટેની પુસ્તિકાઓની જરૂર હોય છે જે પ્રથમ દર્શનીય રીતે જરૂરી છે જેથી આ ઓફીસો માં આવા ખર્ચાળ સાધનો અને પ્રજાને કાયમી આવા સાધનો તળે કાર્ય કરવાના ના હોય જેથી સદર કચેરી ના એ.સી.ની મંજુરી આપેલ છે કે નહિ અને આ સાધનોનો નિભાવ ખર્ચ પણ કોણ પૂરો પડે છે ? અને લાઈટબીલ કોના દ્વારા ચૂકવાય છે અને આ સાધનો ના અલગ થી મીટર છે કે કેમ ?

આ તમામ બાબતો વિચાર માંગી લે તેવી છે અને તપાસ માંગી લે તેવી હોય અને તમામ સરકારી કચેરીઓમાં જ્યાં બિન જરૂરી એ.સી. દેખાય છે ત્યાં તે તમામ કચેરીઓ માંથી દુર કરી કરાવી અને ગેર કાયદેસર અત્યાર સુધી થયેલ ખર્ચની જવાબદારી નક્કી કરી લાગુ અધિકારીના સ્વ ભંડોળ માંથી આવી રકમ મજરે લઈ અને પ્રજાના પરસેવાના નાણાનો સુનિયોજિત અને વ્યવસ્થિત પ્લાન મુજબ સરકારી ધારા ધોરણોને આધીન રહીને લોકોના ટેક્ષના નાણા બચાવવાનો અમોએ આ એ.સી. હટાવવા આ લેખિત ફરિયાદ કરેલ છે.

જે ધ્યાને લઈ તમામ કચેરીઓમાં જરૂરી આદેશો હુકમો કરી કરાવી અમારી આ ફરિયાદનો જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે અમારા ઉપરોક્ત સરનામે પાઠવશોજી.

ફરિયાદી નું નામ :-કે એચ ગજેરા એડવોકેટ અને કિરીટ ભલાની ટીમ ગબ્બર

*પત્ર વ્યવહાર નું સરનામું :- બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૦ *
તારીખ:- 06/12/2020

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ