અલ્પેશ કથીરિયા ની થઈ ધરપકડ , ભાજપ અને કોંગ્રેસ જ્યારે પાર્ટી કરે ત્યારે કેમ ધરપકડ થતી નથી : પાટીદારો

1409
Published on: 11:52 am, Fri, 25 December 20

સુરત ગુજરાત

કોરોનાના કેસમાં વધારો થતા રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફ્યૂ છે. આવા માહોલ વચ્ચે રાજકીય હોદ્દા ધરાવતા નેતાઓ અને સામાજિક આગેવાનો વારંવાર નિયમોનો ભંગ કરતા હોય છે અને આવા લોકો સામે પોલીસ પગલા ન ભરને સામાન્ય માણસને ટાર્ગેટ બનાવતી અત્યાર સુધી જોવા મળી છે ત્યારે હવે સુરતમાં કર્ફ્યૂ વચ્ચે પાસ નેતા અલ્પેશ કથીરિયાના જન્મદિનની ઉજવણીનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ કોરોના ગાઈડલાઈન, સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન, માસ્ક પણ ન પહેર્યા હોવાનું નજરે પડે છે.

આ વિડીયો વાઈરલ થવાને પગલે સુરત પોલીસે હરકતમાં આવીને અલ્પેશ કથીરિયાની અટકાયત કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઘટનાના ૧૨ કલાકમાં જ કામરેજ પોલીસ દ્વારા આ પગલા લેવામાં આવતા સુરતના પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. અલ્પેશ ને પોતાના ઘરેથી ધરપકડ કરીને કામરેજ લઇ જવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. પાટીદારોનો રોષ છે કે જયારે ભાજપ કોંગ્રેસના નેતાઓ આવા ધજાગરા ઉડાવે છે ત્યારે પોલીસ તો હા જી સાહેબ કરતી બાપડી બની જાય છે અને સામાન્ય લોકો આવો નિયમ ભંગ કરે તો દંડ કરી દે છે.

ઉલ્લેખનીય છે કે આજે અલ્પેશ કથીરિયાનો જન્મદિન છે પણ તેની પૂર્વ ઉજવણી સુરત જિલ્લાના કોસમડી ગામ ખાતે આવેલા સહજાનંદ ફાર્મમાં ગત રાત્રે કર્ફ્યૂ જન્મ દિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાર્મહાઉસમાં ડાયરા સાથે ડીજે- જમણવાર સહિતની પાર્ટી કરવામાં આવી હતી.

મારા શુભેચ્છકો એ પાર્ટી નું આયોજન કરાયું હતું હું ફક્ત હાજરી દેવા જ ગયો હતો અને કોરોના ના કારણે સલામતી પણ રાખવામાં આવી હતી : અલ્પેશ કથીરિયા,

ધારાસભ્ય હર્ષ સંઘવીએ આ વાયરલ વીડિયો વિશે કહ્યું હતું કે સૌની જવાબદારી છે જ્યારે રાજ્યના કોરોના યોદ્ધાઓ 9 મહિનાથી એક જંગ લડી રહ્યા હોય, સ્વાસ્થ્ય કર્મીઓ સતત કામ કરી રહ્યા હોય ત્યારે સૌની જવાબદારી છે કે આ પ્રકારે ભીડ એકઠી ન કરવી જોઈએ.સુરતમાં પણ રાજયનાં અન્ય શહેરોની જેમ નાઈટ કફયૂઁ લાગુ થયું છે.ત્યારે આ કફયૂઁમાં લોકો બહાર નીકળે તો પોલીસ છોતરા કાઢી નાખે છે.ત્યારે સરકાર અને ભાજપનાં કાયૅક્રમો થઈ રહ્યાં છે. ત્યારે હું પણ આવા કાર્યક્રમો કરીશ એ કહેવું યોગ્ય નથી.

વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શન માં આવી હતી અને અલ્પેશ કથીરિયા સહિત બીજા અન્ય લોકો ની પણ અટકાયત કરવામાં આવી હતી.

અટકાયત થયેલા વ્યક્તિ ના નામ  :  અલ્પેશ કથીરિયા
ધાર્મિક મલાવીયા
સંજય માવાણી
નિકુંજ કાકડીયા
નિલેશ કુંભાની
ફાર્મ ના માલિક ની ધડપકડ

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ