પાસ અને કોંગ્રેસ વિવાદ : સુરતમાં તૂટી કોંગ્રેસ : સુરતમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું..

1397
Published on: 3:14 pm, Tue, 9 February 21

પાસ અને કોંગ્રેસ વિવાદ

  • પાસ સમિતિનાં સમર્થનમાં આપ્યું રાજીનામુ
  • ગત વિધાનસભામાં લડ્યા હતા ચૂંટણી
  • કોંગ્રેસે પાટીદાર સમાજની અવગણના કરતા નારાજ

સુરતમાં પાસ અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. ઉપરાઉપરી રાજીનામા પડી રહ્યાં છે. પાસ અને કોંગ્રેસ વચ્ચેની લડાઈને કોંગ્રેસને જ ફટકો પડી રહ્યો છે. સુરતના વોર્ડ નંબર 3ના ઉમેદવાર કાંતિ ભરવાડ અને જ્યોતિ સોજિત્રા ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા છે. વોર્ડ નંબર 3 પાટીદાર વિસ્તાર ગણાય છે. ગત ચૂંટણીમાં પાટીદાર મત કોંગ્રેસને મળતા કોંગ્રેસને મોટા ફાયદો થયો હતો. પરંતુ હાલ પાસના નેતાઓ વિફરતા કોંગ્રેસે આ મોટો ફટકો કહી શકાય. પાટીદારો સામેના વાકયુદ્ધમાં સીધું નુકસાન કોંગ્રેસનું જ છે.

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ વહેચણી એ કોંગ્રેસણે ચૂંટણી પહેલા જ પરિણામ આપી દીધું હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક કોંગ્રેસના મિનારા ખરી રહ્યા હોય તેમ લાગે છે. અમદાવાદના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ ટિકિટ ફાળવણીમાં થયેલ નારાજગી મુદ્દે કોંગ્રેસ માંથી રાજીનામું ધરી દીધું હતું. તો બીજી બાજુ સુરતમાં પણ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી બાબતે પાસ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે.

હાર્દિક, અલ્પેશ જેમ કહેશે તેમ જ થશે
કોંગ્રેસ અને પાસ વચ્ચેના વિવાદમાં હવે સુરત કોંગ્રેસ મહામંત્રી જીજ્ઞેશ મેવાસાએ રાજીનામું આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, વેન્ટીલેટર થકી પાસે કોંગ્રેસને જીવનદાન આપ્યું. ગાડું કૂતરુ હાંકે છે કે કૂતરુ ગાડું હાંકે છે તે તો ઈલેક્શનમાં ખબર પડી જશે. જો અમિત શાહની સભા સુરતમાં નિષ્ફળ બનાવી શકાય છે તો ઘણુ બધુ કરી શકાય છે. ટિકિટ ફાળવણીમાં અમારા સલાહસૂચન લેવા જોઈએ. એ લોકો માત્ર હુકમ જ કરે છે. પાટીદાર સમાજ, અલ્પેશ કથીરિયા, હાર્દિક પટેલ અમારા હીરો છો. તે કહેશે તેમ જ થશે. કોંગ્રેસને જીવિત કરનાર અલ્પેશ કથીરિયા અને હાર્દિક પટેલ છે. આજે સાંજ સુધી ખબર પડશે કે કેટલા ફોર્મ પાછા ખેંચાય છે. મારી સાથે મારા સમર્થકો પણ છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ અને કોંગ્રેસ વચ્ચેનું વાકયુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે.. આ મામલામાં હાર્દિક પટેલ સંપૂર્ણ રીતે મૌન છે. પરંતુ હજુ કઈક નવાજૂની થવાના એંધાણ છે. અલ્પેશ કથીરિયાએ એલાન કર્યું કે, 12 ઉમેદવારો કોંગ્રેસમાંથી ફોર્મ પરત ખેંચશે. જો કે આ વચ્ચે કેટલાક ફોર્મ ખેંચી રહ્યાં છે, પણ કેટલાક ઉમેદવારો ફોર્મ ખેંચવા મામલે હજી પણ અસંમજસમાં છે. એટલું જ નહિ, ઉમેદવાર નિલેશ કુંભાણીએ તો એમ પણ કહી ચૂક્યા છે કે, કોઈ પણ ઉમેદવાર ફોર્મ પરત નહીં ખેંચે.

નોંધનીય છે કે, વિજય પાનસુરિયાને કોંગ્રેસ ટિકિટ ન આપતા પાસમાં રોષ જોવા મળ્યો હતો. વિજય પાનસુરિયાની ટિકિટ કપાતા પાસના અન્ય ઉમેદવારોએ પણ અગાઉ ફોર્મ ન ભરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે જે લોકોએ ફોર્મ ભર્યા તે પણ પાછા ખેંચશે તેવા એલાન વચ્ચે હવે અસમંજસની સ્થિતિ છે.  આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારે કાલે ચિત્ર સ્પષ્ટ થશે કે પાસ કોની સાથે છે અને કેટલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચે છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317