સુરત : PAAS નેતા અલ્પેશ કથીરિયા જેલમુક્ત, હાર્દિક પટેલ સહિતના કાર્યકરોએ સ્વાગત કર્યું..

1813
Published on: 3:40 pm, Thu, 15 July 21
  • PAAS નેતા અલ્પેશ કથિરીયા જેલવાસ બાદ મુક્ત થયા 
  • અલ્પેશ કથિરીયાની મુક્તિબાદ રાજકારણમાં ગરમાયું 
  • કોંગ્રેસ નેતા અને AAPના કોર્પોરેટરો સ્વાગત માટે ઉમટ્યા
  • AAP અને કોંગ્રેસના નેતાઓ સ્વાગત કરવા પહોંચ્યા
  • 4 મહિનાથી લાજપોર જેલમાં બંધ અલ્પેશ કથિરીયા બહાર આવતાં કાર્યકરો ઉમટ્યાં

છેલ્લા ચારેક મહિનાથી લાજપોર જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથિરીયાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપતાં આજે જેલમુક્તિ થઈ છે. લાજપોર જેલ બહાર અલ્પેશ કથિરીયાના સ્વાગત માટે કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ સહિત પાસના કાર્યકરો ઉમટી પડ્યાં હતાં. લાજપોર જેલથી સ્વાગત થયા બાદ અલ્પેશ કથિરીયાએ મિની બજાર ખાતે સરદારની પ્રતિમાને હારતોરા કર્યા હતાં.

સરદારની પ્રતિમાને જેલ મુક્ત થઈ અલ્પેશે હાર પહેરાવ્યો તે વખતે દિનેશ બાંભણીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

જય પાટીદાર.. જય સરદારના નારા સાથે અલ્પેશ કથિરીયાને જેલ મુક્ત થતાં જ વધાવી લેવાયો હતો. લાજપોર જેલમાંથી અલ્પેશ કથિરીયા સીધો વરાછા મિની બજાર માનગઢ ચોક ખાતે પહોંચ્યો હતો. વાહનોના કાફલા સાથે વરાછા વિસ્તાર આવેલા અલ્પેશે સરદાર પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને પોતાના ઘરે જવા નીકળ્યો હતો

PAAS ના નેતા અલ્પેશ અલ્પેશ કથીરિયાને લાજપોર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. અલ્પેશને આવકારવા AAP અને કોંગ્રેસના નેતાઓ પણ લાજપોર પહોંચ્યા હતાં. જ્યાં જેલ બહાર અલ્પેશ કથીરિયાનું પાસના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતના વેલંજામાં મારામારી કેસમાં અલ્પેશ કથીરિયા પાંચ મહિનાથી જેલમાં બંધ હતો. અલ્પેશને હાઈકોર્ટમાં જામીન મળતા પાંચ મહિના બાદ જેલમાંથી મુક્ત થયો છે.

પાસની સાથે સાથે આપના નેતાઓ અને કાર્યકરો પણ હાજર રહ્યાં હતાં.

સુરતમાં કોર્પોરેશન ચૂંટણી સમયે અલ્પેશ કથીરિયા સામે ગુનો નોંધાયો હતો. ત્યારે પાંચ મહિના સુધી અલ્પેશ કથીરિયા સુરતની લાજપોર જેલમાં હતા. ત્યારે આજે જામીન મળવાના સમાચારથી અલ્પેશ કથીરિયાના ઘરે ખુશીનો માહોલ છવાયો હતો. ધાર્મિક માલવિયા, PAAS નેતા દિનેશ બાંભણિયા અને મોટી સંખ્યામાં પાટીદાર કાર્યકર્તાઓ પણ અલ્પેશના સ્વાગત માટે જેલ બહાર પહોંચ્યા હતા.

આપને જણાવી દઇએ કે, અલ્પેશ કથીરિયા પર એટ્રોસીટીનો કેસ દાખલ થયો હતો, વળી જ્યારે મનપાની ચૂંટણી હતી તે સમયે તેમણે BTP નાં કાર્યકરો સાથે મારામારી કરી હતી. આ મારામારી બાદ BTP નાં કાર્યકરોએ સુરતનાં કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. માર્ચ મહિનામાં થયેલી ફરિયાદ બાદ અલ્પેશ કથીરિયા છેલ્લા 3 મહિનાથી સુરતની જેલમાં હતા. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, અલ્પેશ કથીરિયા આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ જેલમાંથી છૂટશે. જણાવી દઇએ કે, પાટીદાર અનામત આંદોલન સમિતિનાં નેતા અલ્પેશ કથીરીયાની 14 માર્ચનાં રોજ SOG દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. તાજેતરમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTP કાર્યકર્તાઓ સાથે થયેલી મારા-મારી મામલે અલ્પેશ કથીરિયાની ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેમના પર એટ્રોસીટીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

લાજપોર જેલની બહાર કોંગ્રેસના હાર્દિક પટેલ સહિત પાસ અને આપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ દ્વારા પણ સોશિયલ મીડિયામાં અલ્પેશ કથિરીયાના સ્વાગતમાં હાજર રહેવા માટેના મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યાં હતાં. આમ આદમી પાર્ટીનો કોર્પોરેશનમાં જે બેઠકો મળી હતી. તે પાટીદાર વિસ્તારોમાંથી જ મળી છે. માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અલ્પેશ કથિરીયા સાથે નજીકના સંબંધ બનાવવા માંગે છે.

હવે અલ્પેશ કથિરીયાની મુક્તિબાદ રાજકારણમાં ગરમાવો આવી શકે છે કેમ કે મોટા ભાગના પાસના કાર્યકરોનું આપ પાર્ટીમાં ઝુકાવ જોવા મળી રહ્યો છે, હવે આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં પ્રવેશી ચુકી છે ત્યારે આગામી સમયમાં અલ્પેશ કથિરીયાનું શુ સ્ટેન્ડ રહે છે તેને લઈ ચર્ચાઓ જોર પકડી રહી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317