મુંબઈ : સરકારી હોસ્પિટલના ICUમાં સારવાર લઇ રહેલા ક્રિટિકલ દર્દીની આંખ કાતરી ગયો ઉંદર, થયું મોત..

473
Published on: 3:44 pm, Thu, 24 June 21
  • વરસાદને કારણે ઉંદર દરવાજાના ગેપમાંથી અંદર આવી જાય છેઃ મુંબઈના મેયર કિશોરી પેડણેકર
  • ચાર વર્ષ પહેલાં કાંદિવલી વિસ્તારની શતાબ્દી હોસ્પિટલમાં આ પ્રકારની જ ઘટના સામે આવી હતી
  • ICUમાં સારવાર લઇ રહેલા ક્રિટિકલ દર્દીની આંખ કાતરી ગયો ઉંદર, થયું મોત

કોરોનાની મહામારી વચ્ચે મુંબઈની એક હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. અહીંની હોસ્પિટલના ICU વિભાગમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં દાખલ એક દર્દીની આંખ ઉંદર કાતરી ગયો છે. અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.

હોસ્પિટલના આઇસીયુમાં બેભાન જેવી અવસ્થામાં સારવાર લઈ રહેલા એક પેશન્ટની ડાબી આંખમાં ઉંદર કરડી ગયો હોવાનું બહાર આવ્યું છે. ઉંદર કરડવાને કારણે પેશન્ટની આંખ પાસેથી લોહી પણ આવ્યું હતું. આ બનાવ ચર્ચાનો વિષય બનતાં એની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગઈ કાલે મેયરે હોસ્પિટલની મુલાકાતે આવવું પડ્યું હતું.

દર્દીની હાલત ગંભીર હતી, જે બાદ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો.

કોરોનાની મહામારી વચ્ચે મુંબઈ મહાનગરપાલિકા ની રાજાવાડી હોસ્પિટલમાંથી બેદરકારીનું શરમજનક ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે. અહીં ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા એક દર્દીની આંખ ઉંદરે કાતરી નાખી હતી. બુધવારે આ શખસનું સારવાર દરમિયાન જ મોત થઈ ગયું છે.

હોસ્પિટલના આઇસીયુમાં 24 વર્ષનો શ્રીનિવાસ યલ્લપા છેલ્લા બે દિવસથી સારવાર લઈ રહ્યો છે. તેનું લિવર ખરાબ થયું હોવાની સાથે તેને દમ થયો હોવાથી તેની હાલત ક્રિટિકલ છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાથી તેને જોવા માટે ગઈ કાલે તેના સંબંધી હૉસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે તેની આંખમાંથી લોહી જતું હોવાનું તેમને દેખાયું હતું. પેશન્ટની બહેને તેની આંખની તપાસ કરતાં આંખમાં ઉંદર કરડ્યો હોવાનું સામે આવ્યું હતું.

દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી
મળતી માહિતી મુજબ, કુર્લાના કમાની વિસ્તારમાં રહેતા 24 વર્ષના શ્રીનિવાસ યલ્લપાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. એ બાદ રવિવારે રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોકટર્સના જણાવ્યા મુજબ તેના મગજમાં પણ તાવ ચઢી ગયો હતો અને કિડનીમાં પણ દુખાવો હતો. એને કારણે શ્રીનિવાસને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ વિશે માહિતી આપતાં પેશન્ટની બહેન યશોદા યલ્લપાએ જણાવ્યું હતું કે ‘ભાઈને મળવા ગઈ કાલે હું હૉસ્પિટલ પહોંચી ત્યારે તેની આંખ પર પટ્ટી લગાડેલી હતી અને લોહી જેવું દેખાયું હતું. એથી પટ્ટીને થોડી દૂર કરીને જોતાં ત્યાં જખમ દેખાયો હતો. એથી મેં હોસ્પિટલમાં નર્સને એ વિશે પૂછતાં તેણે ઊલટો જ જવાબ આપ્યો હતો. આ રીતે સરકારી હોસ્પિટલ કામ કરશે તો અમારા જેવા સામાન્ય વર્ગના લોકો સારવાર લેવા ક્યાં જશે? આઇસીયુનો રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવા છતાં ત્યાં ઉંદરો ફરે છે.

જ્યારે આંખ કાતરી નાખવામાં આવ્યા બાદ ડોકટર્સે આંખની તપાસ કરી તો તે બચી ગઈ હોવાનું જાણમાં આવ્યું. ઉંદરે આંખની પાપણને કોતરી નાખી હતી. આંખની અંદર કોઈ જ ઈજા થઈ ન હતી.પરંતુ આવી ઘટનાઓ વારંવાર ન થાય એનો ઉપાય જરૂરથી કરીશું. BMCના અધિકારી સુરેશ કાકાણીએ પણ તપાસના આદેશ આપી દીધા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317