સિવિલ હોસ્પિટલ : HIVગ્રસ્ત દર્દીની પત્નીને રૂપિયાની લાલચ આપી સર્વન્ટે બળાત્કાર ગુજારી ગુમ થયો

977
Published on: 2:04 pm, Tue, 3 August 21
  • સિવિલ ચોકીના કર્મીએ રિક્ષા કરી પોલીસ સ્ટેશને મોકલી પણ ફરિયાદ ન નોંધાઈ
  • સિવિલ હોસ્પિટલમાં દર્દીની પત્ની પર સર્વન્ટે આચર્યું દુષ્કર્મ
  • હતાશ થયેલી પીડિતા મુકાદમ ઓફિસમાં ગઈ તો હડધૂત કરી કાઢી મુકાઈ

સુરત શહેરના મજુરાગેટ પાસેની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીની પત્નીનો મોબાઇલ ફોન ચોરાય ગયો હતો. જયાં હોસ્પિટલમાં ફરજ બજાવતાં સર્વેન્ટ યુવાને દર્દીની પત્નીને નવો મોબાઇલ ફોન અને રોકડ આપવાની લાલચ આપીને વિશ્વાસ કેળવ્યો હતો. ઉપરાંત ગત શુક્વારે રાતે વોર્ડના દાદરમાં લઇ જઇને શારીરિક સંબંધ બાંધીને સર્વન્ટ ભાગી છુટ્યો હતો. સર્વરે આચરેલા દુષ્કર્મ અંગેની ફરીયાદ કરવા માટે હોસ્પિટલની પોલીસ ચોકીમાં દોડી ગઇ હતી. જો કે હજી સુધી ફરીયાદ નોંધાય નથી.

સિવિલ હોસ્પિટલમાં પણ મહિલાએ આ ઘટના અંગે ફરિયાદ કરી હતી.

સિવિલ હોસ્પિટલમાં એચઆઈવી અને ટીબીની સારવાર માટે દાખલ દર્દીની પત્નીનો મોબાઈલ ચોરી થતા નવો મોબાઈલ અને પૈસાની લાલચ આપી ચોથા વર્ગના કર્મચારીએ દુષ્કર્મ આચર્યુ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સિવિલમાં એચઆઈવી અને ટીબીની સારવાર માટે દાખલ દર્દીની પત્ની નો ફોન ચોરાતા વોર્ડમાં કામ કરતા સર્વન્ટે ફોન અને રોકડા રૂ. 2 હજાર આપવાની લાલચ આપી દુષ્કર્મ કર્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓના મોબાઇલ ફોન અને રોકડ સહિત ચીજવસ્તુઓ ચોરાય જવાની બાબત નવી નથી. રોજીદા મોબાઇલ ફોન પકડાતા નથી. દરમિયાન આજે ચોંકાવનારી વિગત બહાર આવી છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલના જે વોર્ડમાં સારવાર લઇ રહેલા એચઆઇવી ગ્રસ્ત દર્દીની 25 વર્ષીય પત્નીનો મોબાઇલ ફોન ચોરાય ગયો હતો.

 સર્વન્ટ દર્દીની પત્ની સાથે દુષ્કર્મ બાંધતા પોલીસ ફરીયાદ કરવા હોસ્પિટલમાં આમતેમ દોડધામ કરી હતી. એ પછી હોસ્પિટલની પોલીસ ચોકીમાં ફરીયાદ કરવા ગઇ હતી. જયાંથી પોલીસ મથકે જવા સુચન કરાયુ હતુ. આમ, સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સર્વન્ટ દર્દની પત્ની સાથે કરેલા કરતુતના કારણે ભારે હોબાળો મચી ગયો છે. હોસ્પિટલમાં રાત્રીના સમયે બનેલા બનાવ અંગે હોસ્પિટલના સિક્યુરીટી વોચમેનની કામગીરી સામે શંકા ઉભી થઇ છે.

દુષ્કર્મ આચર્યા બાદ સર્વન્ટે બીજા દિવસે રૂપિયા આપવાનું કહ્યું પણ બીજા દિવસથી સર્વન્ટ દેખાતો બંધ થતા મહિલા મુકાદમ ઓફિસમાં ફરિયાદ કરવા પહોંચી તો તેને કાઢી મુકી પોલીસ મથકનો દરવાજો દેખાડ્યો હતો. આખરે હતાશ મહિલા ફરીયાદ કરવા સિવિલની પોલીસ ચોકીમાં ગઈ તો ત્યાં હાજર કર્મીએ પોલીસ મથકનો રસ્તો બતાવ્યો હતો પરંતુ ભાડાના પૈસા ન હોવાનું મહિલાએ જણાવતા પોલીસ કર્મીએ રિક્ષા બોલાવી મહિલાને ખટોદરા પોલીસ મથકે મોકલી હતી. જયાં રેપ અંગે હજુ ફરિયાદ નોંધાઈ નથી.

સર્વન્ટ દર્દીની પત્ની સાથે દુષ્કર્મ બાંધતા પોલીસ ફરીયાદ કરવા હોસ્પિટલમાં આમતેમ દોડધામ કરી હતી. એ પછી હોસ્પિટલની પોલીસ ચોકીમાં ફરીયાદ કરવા ગઇ હતી. જયાંથી પોલીસ મથકે જવા સુચન કરાયુ હતુ. આમ, સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સર્વન્ટ દર્દની પત્ની સાથે કરેલા કરતુતના કારણે ભારે હોબાળો મચી ગયો છે. હોસ્પિટલમાં રાત્રીના સમયે બનેલા બનાવ અંગે હોસ્પિટલના સિક્યુરીટી વોચમેનની કામગીરી સામે શંકા ઉભી થઇ છે.

 જોકે આ મામલે મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં નથી આવી પછી સત્તાધીશો સામે આ મામલે ફરિયાદ કરતા હવે આ મામલે તપાસ બાદ તે સત્તાધીશો દ્વારા મહિલા સાથે રાખીને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

5 વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા અને 4 વર્ષથી પતિને એચઆઈવી અને ટીબી છે. એક સપ્તાહથી પતિ સિવિલમાં દાખલ છે. થોડા દિવસ પહેલા મારો ફોન ચોરાયો હતો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલનો એક કર્મચારી 8 દિવસથી મારો પીછો કરતો હતો. શુક્રવારે રાત્રે કર્મચારીએ મોબાઈલ અને રોકડ આપવાની લાલચ આપી મને ત્રીજા માળે લઈ જઈ દાદરની નીચે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ શનિવારે રૂપિયા આપવાને બદલે ભાગી ગયો. મુકાદમ ઓફિસમાં ફરિયાદ કરવા ગઈ તો પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા જણાવી કોઈ મદદ કરી નથી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317