સીઆર પાટીલ થઈ ગયા કોરોનામુક્ત, RTPCR ટેસ્ટ નેગેટિવ આવતાં આવતીકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે

480
Published on: 3:20 pm, Tue, 15 September 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

સીઆર પાટીલ થઈ ગયા કોરોનામુક્ત, RTPCR ટેસ્ટ નેગેટિવ આવતાં આવતીકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

ગુજરાત ભાજપ માટે મોટી રાહતની વાત આવી છે. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો આજે ફરી ટેસ્ટ કરાયો હતો અને તે કોરોના નેગેટિવ આવતાં તેમને આવતીકાલે રજા આપી શકાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
સુરતના અગ્રણી, નવસારીના સાંસદ તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનેલા સી. આર. પાટીલને કોરોના પોઝિટિવ આવતાં છેલ્લા એક સપ્તાહથી ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. ગઈકાલે તેમનો બીજો રિપોર્ટ પણ કઢાવાયો હતો, જે પોઝિટિવ આવતાં ચિંતાનો માહોલ બની રહ્યો હતો અલબત્ત સંક્રમણ ઘટ્યું હોવાનો મતત તબીબોએ આપ્યો હતો. પરંતુ કહેવાય છે કે આજે ફરીથી તેમનો RTPCR ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો છે. આમ હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને આવતીકાલે તેમને રજા આપી દેવાય તેવી શક્યતા છે.

ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી માન. શ્રી જયેશભાઈ રાદડિયા નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તેઓ જલ્દીથી કોરોનાને માત આપીને સ્વસ્થ થઈ અને ફરી લોકસેવા ના કાર્ય માં કાર્યરત થાય તેવી ઈશ્વરને પ્રાર્થના…

(મંત્રી સાહેબ ની નમ્ર અપીલ )
મને કોરોના(covid-19)ના સામાન્ય લક્ષણો જણાતા આજરોજ સ્વેછ્છાએ ટેસ્ટ કરાવેલ જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા,હાલ હું હોમ ક્વોરન્ટાઈન થયેલ છુ અને મારી તબીયત સારી છે,

છેલ્લા અઠવાડીયામા મારા સંપર્કમા આવેલ લોકોએ સ્વેછ્છાએ ટેસ્ટ કરાવવા વિનંતી : કેબિનેટ મંત્રી માન. શ્રી જયેશભાઈ રાદડિયા

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ