સુરત: 22 વર્ષની પાયલ પાટીદાર આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી જીતી,

1811
Published on: 7:40 pm, Tue, 23 February 21

સુરત

દેશની રાજધાની દિલ્હીમાં શાસન કરી રહેલી આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસનો વિકલ્પ બની છે. અહીં કૉંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ ગુજરાતમાં પ્રથમ વખત જ ચૂંટણીમાં ઉતરેલી આમ આદમી પાર્ટીએ 25 બેઠક જીતી લીધી છે. આમ આદમી પાર્ટીના 25 જેટલા ઉમેદવારો જીત્યા હોવાની ખુશી કાર્યકરોના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ જીતની ખુશી કેક કાપીને કરી હતી. વિજેતા ઉમેદવારોમાં વોર્ડ નંબર 16ની 22 વર્ષની પાયલનો પણ સમાવેશ થાય છે.

 વોર્ડ નંબર-16માંથી પાયલ કિશોરભાઈ સાકરીયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. પાયલની ઉંમર 22 વર્ષ છે. પાયલ સુરત શહેરની સૌથી નાની વયની ઉમેદવાર હતી. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલનો આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો છે.

વોર્ડ નંબર-16માંથી પાયલ કિશોરભાઈ સાકરીયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. પાયલની ઉંમર 22 વર્ષ છે. પાયલ સુરત શહેરની સૌથી નાની વયની ઉમેદવાર હતી Temp Mail. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલનો આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો છે.

 પાયલ જ્યારે પોતાની સોસાયટીમાં પહોંચી ત્યારે તેનું ફૂલ-હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સોસાયટી અને પરિવારના લોકો ઢોલ અને નગારા સાથે પાયલનું સ્વાગત કરવામાં માટે હાજર હતા. આ પ્રસંગે પાયલે જણાવ્યું હતું કે, હું મારા વિસ્તારમાં ખૂબ સારા કામો કરીશ.

પાયલ ફક્ત 22 વર્ષની ઉંમરે રાજકારણમાં આવી છે અને તેની જીત થઈ છે. પાયલની જીત બાદ સોસાયટીના લોકોએ ઢોલના તાલે પાયલનું સ્વાગત કર્યું હતું

 ચૂંટણી જીત્યા બાદ સોસાયટી ખાતે પહોંચેલી પાયલે પરિવારના વડીલોના આશીર્વાદ લીધા હતા. પરિવારના લોકોએ મીઠાઈ સાથે પાયલનું સ્વાગત કર્યું હતું.

પાયલ જ્યારે પોતાની સોસાયટીમાં પહોંચી ત્યારે તેનું ફૂલ-હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સોસાયટી અને પરિવારના લોકો ઢોલ અને નગારા સાથે પાયલનું સ્વાગત કરવામાં માટે હાજર હતા. આ પ્રસંગે પાયલે જણાવ્યું હતું કે, હું મારા વિસ્તારમાં ખૂબ સારા કામો કરીશ.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 2331