સુરત : AAPનાં મહિલા નગરસેવક પાયલ પટેલ નું ટ્વિટર અકાઉન્ટ ડિલિટ, ભાજપ મને રોકી ન શકે : પાયલ

860

ભાજપ મને રોકી ન શકે : પાયલ પટેલ

સુરતના આમ આદમી પાર્ટીનાં મહિલા નગરસેવક અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતાં પાયલ પટેલનું ટ્વિટર અકાઉન્ટ ડિલિટ કરી દેવામાં આવ્યું છે. કોર્પોરેશનના ઈલેક્શન પહેલાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડવામાં સૌથી અગ્રેસર પાયલ પટેલનું અકાઉન્ટ ડિલિટ થવા અંગે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે ખાડી સફાઈ મુદ્દે શાસકો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેથી ભાજપની આઈટી સેલ દ્વારા ટ્વિટરને રિપોર્ટ કરીને મારું અકાઉન્ટ બ્લોક કરાવ્યું હોય શકે છે. જોકે હું અન્ય માધ્યમોથી સવાલો ઉઠાવતી રહીશ.

પાયલના ટ્વિટરમાં છ હજારથી વધુ ફોલોઅર્સ છે.

અકાઉન્ટ ડિલિટ થતાં આશ્ચર્ય

છેલ્લા થોડા સમયથી નેતાઓનાં ટ્વીટ, ટ્વિટર અકાઉન્ટ ડિલિટ થવાનું અભિયાન શરૂ થયું છે. દેશના ઘણા બધા રાજકીય પક્ષોના નેતાઓ અને જે કાર્યકર્તાઓ ઉશ્કેરણીજનક ટ્વીટ કરે છે તેમનાં ટ્વિટર અકાઉન્ટ ડિલિટ કરવામાં આવ્યાં છે. તો ઘણાને કયા કારણસર અકાઉન્ટ ડિલિટ કર્યા છે એ અંગેની પણ માહિતી પ્રાપ્ત થતી નથી. સોશિયલ મીડિયા પર સક્રિય આપનાં મહિલા કાઉન્સિલર પાયલ પટેલનું ટ્વિટર અકાઉન્ટ ડિલિટ થતાં તેઓ આશ્ચર્યમાં મુકાયાં છે.

Gujrat Election Results Know who is the youngest councilor of AAP Payal  Patel who defeated BJP candidate by heavy votes - ग्रेजुएशन की छात्रा ने  भारी मतों से हराया BJP उम्मीदवार को,

ભાજપ મને રોકી ન શકે-પાયલ

આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટર પાયલ પટેલે જણાવ્યું હતું કે, ટ્વિટર પર મારું અકાઉન્ટ હતું તેને ડિલિટ કરી દેવામાં આવ્યું છે. અકાઉન્ટ ડિલિટ થયા પાછળનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે ખાડી અભિયાનને લઈને સત્તાપક્ષની સામે ઘણાં ટ્વીટ કર્યાં છે. એમાં ઘણા બધા ભાજપના સક્રિય સોશિયલ મીડિયા પરના કાર્યકર્તાઓ દ્વારા મારી પોસ્ટ પર રિપોર્ટ કર્યા હોય તેવું બની શકે અને એને કારણે મારું અકાઉન્ટ ડિલિટ થયું છે, પરંતુ આ પ્રકારની ઘટના એ સત્ય બહાર લાવવા માટે મને રોકી શકે નહીં. હું સોશિયલ મીડિયાના અન્ય માધ્યમથી પણ મારાથી લોકો સામે જેટલું પણ સત્યને ઉજાગર કરવાનું હશે એ કરીને જ રહીશ.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317