રાજસ્થાનમાં વીજળીનો કહેર, વરસાદમાં સેલ્ફી લઈ રહ્યા હતાં ને ત્રાટકી વીજળી, 11નાં મોત..

817
Published on: 2:50 pm, Mon, 12 July 21
રાજસ્થાનમાં વીજળીનો કહેર

દેશમાં ચોમાસુ સક્રિય થઇ ગયુ છે. ગઇકાલે દેશમાં કેટલીય જગ્યાએ આકાશીય આફતો આવી પડી. રાજસ્થાનમાં રવિવારે આકાશમાંથી આફત બનીને વીજળી ત્રાટકી અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ લગભગ 20 જેટલા લોકોના જીવ લઇ લીધા. આ બધાની વચ્ચે સૌથી વધુ કરુણ દ્રશ્ય જયપુરમાં જોવા મળ્યુ. જયપુરના આમેર મહેલના વૉચ ટાવર પર વીજળીએ તાંડવ મચાવી દીધુ, અહીં વીજળી પડવાના કારણે 11 લોકો મોતને ભેટ્યા હતા. જયપુરમાં બાર લોકો ઉપરાંત કોટામાં 4, ધૌલપુરમાં 3 બાળકોના મોત થયા છે. સીએમ ગેગલોતે મરનારના પરિવારને 5-5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, જયપુરનાં આમેર કિલ્લા નજીક એક ટેકરી પર વીજળી પડવાથી 11 લોકો માર્યા ગયા અને આઠ અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ કહ્યું, “તેમાંથી કેટલાક વોચટાવર પર સેલ્ફી લઈ રહ્યા હતા, જ્યારે કેટલાક ડુંગર પર હતા. મોડી સાંજે વીજળી પડતા તે વોચ ટાવર પર પડી ગયા હતા. કોટાનાં ગારડા ગામમાં રાધે બંજારા ઉર્ફે બાવળા (12), પુખરાજ બંજારા (16), વિક્રમ (16) અને તેમનો ભાઈ અખરાજ (13) ની ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જેની નીચે તેઓ તેમના પશુઓ સાથે આશ્રય લઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 10 જેટલા બકરા અને એક ગાયનું પણ મોત નીપજ્યું હતું.

આમેર મહેલના વૉચ ટાવર પર મૃતકોમાં મોટાભાગના યુવકો હતા જે કિલ્લાની પાસે એક પહાડી પર ખુસનુમા હવામાનની મજા માણવા ગયા હતા. ખાસ વાત છે કે, જ્યારે વીજળી પડી ત્યારે અહીં લગભગ 35થી વધુ ટૂરિસ્ટો હતા, અને આ તમામ લોકો આ જગવિખ્યાત મહેલમાં વરસાદના માહોલમાં સેલ્ફી ખેંચી રહ્યાં હતા. મોડી સાંજે જ્યારે આકાશમાંથી વીજળી પડી તો વોચ ટાવર પર હાજર લોકો ત્યાં જ ઢળી પડ્યા.

ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આકાશી આફત: વીજળી પડતા ૫૫ લોકોએ જીવ ગુમાવ્યા

ઝાલાવાડનાં લાલગાંવ ગામમાં, તારાસિંહ ભીલ તરીકે ઓળખાતા 23 વર્ષીય ભરવાડનું વીજળી પડતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યાં બે ભેંસો પણ આનાથી મોતને ભેટી છે. ધોલપુર જિલ્લાનાં કુડિન્ના ગામે ત્રણેય બાળકોની ઓળખ લવકુશ (15), વિપિન (10) અને ભોલુ (8) તરીકે થઈ છે. રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાનહાનિનાં મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સગાસંબંધી માટે પ્રત્યેકને રૂ.પાંચ-પાંચ લાખની માતબર રકમ ચૂકવવાની જાહેરાત કરી હતી. ગેહલોતે કહ્યું કે, “આજે કોટા, ધોલપુર, ઝાલાવાડ, જયપુર અને બરાનમાં વીજળી પડવાના કારણે લોકોનું મોત ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે.” તેમણે કહ્યું કે, અધિકારીઓને પીડિતોનાં પરિવારને તાત્કાલિક સહાય પૂરી પાડવા સૂચના આપવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રી ડો. રઘુશર્મા આમેરમાં વીજળી પડવાથી ઘાયલ થયેલ લોકોની સારવાર ચાલી રહી હતી તે સવાઈ માનસિંહ હોસ્પિટલ પહોંચ્યા હતા. મેડિકલ ઓફિસર ડો. મહેશ જોશી, ધારાસભ્ય અમીન કાગજી પણ હાજર રહ્યા હતા. તેમણે ઘાયલોની સારવાર માટે જરૂરી નિર્દેશ આપ્યા હતા.

Lightning strike in rajasthan, madhya pradesh and uttar pradesh. યુપી-એમપી  અને રાજસ્થાનમાં વિજળી પડતાં 68 લોકોનાં મોત - Gujarati Oneindia

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317