પેટ્રોલ-ડીઝલ : કિંમતમાં સતત વધારો, અનેક શહેરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા નજીક પહોંચ્યો..જાણોઆપના શહેરમાં શું છે ભાવ..

662
Published on: 3:47 pm, Sat, 13 February 21
પેટ્રોલ-ડીઝલ
 • પેટ્રોલ-ડીઝલ ના ભાવ વધારાનો મામલો
 • કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીના સરકાર પર પ્રહાર
 • ભાજપ સરકારમાં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 258 ટકા વધી

એક તરફ મોંઘવારી અને બીજી તરફ કોરોનાના કારણે લોકો પહેલાથી જ પરેશાન છે. ત્યારે રોજબરોજની જરૂરિયાત એવું પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો થયો છે. પેટ્રોલનો ભાવ 85 રૂપિયા અને ડીઝલનો ભાવ 84 રૂપિયાએ પહોંચી ગયો છે. પેટ્રોલ-ડીઝલમાં આજે 28 પૈસા અને ડીઝલમાં 38 પૈસાનો વધારો નોંધાયો છે.

Image result for petrol diesel

સરકારી ઑઇલ કંપનીઓએ આજે સતત પાંચમાં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત માં વધારો કર્યો છે. આ વધારે સાથે જ દેશના અનેક શહેરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. દેશના મેટ્રો શહેરમાં પેટ્રોલની કિંમતમાં 25-30 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં 35 પૈસા સુધી વધારે કરાયો છે. મધ્યા પ્રદેશના ભોપાલમાં પેટ્રોલની કિંમત 96.39 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.86 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 98.98 રૂપિયા પ્રતિ લીટર છે છે, જ્યારે ડીઝલની કિંમત 90.82 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના મામલે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા છે. ભાજપ સરકારમાં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 258 અને ડીઝલ પર 820 ટકા વધી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આક્ષેપ કર્યા કે, જનતાના 20 લાખ કરોડ રૂપિયા સરકારે લૂંટી લીધા છે. સતત 41 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

Image result for petrol diesel

જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

 • 41 દિવસમાં પેટ્રોલમાં 4.14 રૂપિયાનો વધારો
 • ડીઝલમાં 4.16 રૂપિયાનો ભાવ વધારો
 • ગુજરાત સરકાર પણ વેટના નામે રૂપિયા ઉઘરાવે છે
 • વર્ષે 1200 કરોડ રૂપિયા વેટ રૂપે ઉઘરાવે છે
 • ગેસની સબસીડી બંધ કરી ભાવ વધારો કરવામાં આવ્યો
 • GDP વધારવાનું વચન આપી ગેસ, ડીઝલ, પેટ્રોલના ભાવ વધાર્યા
 • ચૂંટણીમાં કોંગ્રેસ ભાવ વધારા અંગે કેમ્પેઇન ચલાવશે
 • ભાજપ સરકાર સુનિયોજિત લૂંટનું કાવતરૂ બંધ કરે
 • સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયે લઇ જવા માંગે છે

મહત્વનું છે કે, પેટ્રોલના વધતા ભાવને લઈ લોકો પણ નારાજ છે. ત્યારે ગઈકાલે  પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવને લઈને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન કર્યું હતું. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવનું નિયંત્રણ સરકારના હાથમાં નથી. કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ મામલે કંઈ કરી શકે તેમ નથી કેન્દ્ર અને રાજ્ય સરકાર પોતાનો ટેક્સ ઘટાડીને ભાવને ઓછાં કરી શકે છે.

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

Image result for petrol diesel

આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317