પેટ્રોલ-ડીઝલ
નવા વર્ષની શરૂઆતથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. આ વધારાના કારણે આટલા જ દિવસોમાં પેટ્રોલ-ડીઝલ 4 રૂપિયા સુધી મોંઘા થઈ ગયા છે. સમયાંતરે મોંઘા થઈ રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. એવામાં બુધવારે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી ધમેન્દ્ર પ્રધાન એ રાજ્યસભા માં એક લેખિત જવાબમાં કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર લાગતા ટેક્સમાં કોઈ ઘટોડો નહીં કરે.
ચાલુ વર્ષે પેટ્રોલ કેટલું મોંઘું થયું
આ વર્ષે અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ચાર રૂપિયા વધારો થયો છે. દરમિયાન, વૈશ્વિક ઓઇલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 60 ડોલરને વટાવી ગઈ છે, જે પાછલા વર્ષમાં સૌથી વધુ છે.
સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી રાહત મળે તેમ લાગતું નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ પોતાનો રેકોર્ડ તોડી રહ્યા છે. આજે દેશમાં સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 25 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો થયો છે, જ્યારે અન્ય શહેરોમાં પણ કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઘણા શહેરોમાં પેટ્રોલ 90 રૂપિયાને વટાવી ગયું છે. મુંબઇની વાત કરીએ તો પેટ્રોલ લીટર દીઠ 94 રૂપિયાની પાર પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ટૂંક સમયમાં સદીથી ફટકારી શકે છે.
ગુજરાતના 4 મુખ્ય શહેરોનો ભાવ
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 85.36 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 84.28 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 81.01 રૂપિયા અને ડીઝલનો ભાવ 83.95 રૂપિયા પ્રતિ લિટર, સુરતમાં પેટ્રોલનો ભાવ 85.23 રૂપિયા અને ડીઝલનો ભાવ 84.18 રૂપિયા પ્રતિ લિટર, વડોદરામાં પેટ્રોલનો ભાવ 85.04 રૂપિયા અને 83.96 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યો છે.
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, સરકારની પાસે પેટ્રોલ અને ડીઝલ પર લાગનારા ટેક્સને ઘટાડવાનો હજુ કોઈ પ્રસ્તાવ નથી. તેઓએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારવો કે ઓછો કરવો સરકારની જરૂરિયાતો અને માર્કેટની સ્થિતિ જેવા અનેક પાસાઓ પર નિર્ભર કરે છે.
ત્રણ દિવસમાં લગભગ 1 રુપિયા મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ
માત્ર 3 દિવસના વધારાથી પેટ્રોલ અને ડીઝલ લગભગ 1 રૂપિયા સુધી મોંઘા થઈ ગયા છે. દિલ્હીમાં મંગળવાર અને બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી 60 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. બીજી તરફ આજે 25 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. ત્યારબાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 87.85 રૂપિયા થઈ ગયો. જો ડીઝલની વાત કરીએ તો આજે 78.03 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 11 February 2021)
દિલ્હી- પેટ્રોલ 87.85 રૂપિયા અને ડીઝલ 78.03 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 94.36 રૂપિયા અને ડીઝલ 84.94 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 89.16 રૂપિયા અને ડીઝલ 81.61 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 90.81 રૂપિયા અને ડીઝલ 83.18 રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલિયમ મંત્રીએ શું કહ્યું
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે પેટ્રોલિંયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યસભામાં કહ્યુ કે, આંતરરાષ્ટ્રીય વેપારમા ક્રૂડ ઓઇલનો ભાવ 61 ડોલરને પાર થયો હોવાથી ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી રહી છે. ભાવ સર્વોચ્ય સપાટીએ હોવાનો પ્રચાર કરવો યોગ્ય નથી. હાલ એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો કોઈ વિચાર નથી.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317