પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો : કાચા તેલના ભાવમાં ઉછાળો આવતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો,

544

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
  • આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કરાયો
  • દિલ્લી અને મુંબઇમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઉચ્ચતમ સ્તર પર

આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) ક્રૂડ ઓઇલના ભાવમાં (Crude Oil) વધારો થતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના (Petrol-Diesel Price Today) વેચાણ પર પણ તેની અસર જોવા મળી રહી છે. સોમવારે ક્રૂડ ઓઈલનો ભાવ 60 ડોલર પ્રતિ બેરલ પર પહોંચતા પેટ્રોલ-ડીઝલ મોંધુ થયું છે. મંગળવારે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35 પૈસાનો વધારો કર્યો છે.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ 93.83એ પહોંચ્યો છે. જ્યારે દિલ્લીમાં પેટ્રોલ 87.30 અને ડીઝલ 77.48 રૂપિયાએ પહોંચ્યું છે. તો કોલકાતામાં પેટ્રોલ 88.63 અને ડીઝલ 81.06 રૂપિયાએ પહોંચ્યું છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલનો ભાવ 93.83 અને ડીઝલ 84.36 અને ચેન્નાઇમાં પેટ્રોલ 82.66 અને ડીઝલનો ભાવ 89.70એ પહોંચ્યો છે.

આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં 12 વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ 12 દિવસોમાં પેટ્રોલનો ભાવમાં પ્રતિ લિટર રૂ. 3.59નો વધારો થયો છે. અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ અત્યાર સુધીમાં સૌથી ઉંચા સ્તર પર છે.

ગયા વર્ષે છ મહિનામાં પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળ્યો. તો ગત 10 મહિનામાં પેટ્રોલ પ્રતિ લિટર રૂ.17 સુધી મોંઘુ થયું છે.પેટ્રોલની સાથે સાથે ડીઝલના ભાવમાં પણ વધારો. આ વર્ષે 12 દિવસમાં ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3.61 સુધી વધારો થયો છે. અનેક શહેરોમાં ડીઝલનો ભાવ ઊંચો જોવા મળી રહ્યો છે. ગત 10 મહિનામાં ડીઝલ પ્રતિ લિટર રૂ. 15 સુધી મોંઘુ થયું છે.

Image result for petrol diesel

જાણો આપના શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ

>> દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 87.30 અને ડીઝલ રૂ. 77.48 છે.

>> મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 93.83 અને ડીઝલ રૂ. 84.36 છે.

>> કોલકત્તામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 88.63 અને ડીઝલ રૂ. 81.06 છે.

>> ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 89.70 અને ડીઝલ રૂ. 82.66 છે.

>> બેંગ્લોરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 90.22 અને ડીઝલ રૂ. 82.13 છે.

>> નોઈડામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 86.41 અને ડીઝલ રૂ. 77.90 છે.

>> ચંદીગઢમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 84.02 અને ડીઝલ રૂ. 77.19 છે.

>> પટનામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 89.74 અને ડીઝલ રૂ. 82.66 છે.

>> લખનઉમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 86.34 અને ડીઝલ રૂ. 77.84 છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317