એક દિવસના વિરામ બાદ રાજ્યમાં આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. આ મહિનામાં આ 16મી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લીટરે 28 પૈસા અને ડીઝલની કિંમતમાં એકંદરે 28 પૈસાનો વધારો થયો છે. સૌથી ચિંતાજનક વાત તો એ છે કે રાજ્યમાં પેટ્રોલ કરતા ડિઝલની કિંમત વધુ જોવા મળી રહી છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો માં આગ લાગેલી છે. દર બીજા દિવસે ઈંધણના ભાવોમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. મે મહિનામાં કુલ 16 દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. એક તો પેટ્રોલ અને ડીઝલ પોતાના ઉચ્ચતમ સ્તરે વેચાઈ રહ્યા છે. બીજી તરફ દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘું વેચાઈ રહ્યું છે. ડીઝલના ભાવ પણ આ શહેરોમાં રેકોર્ડ સ્તર પર છે.
Price of petrol & diesel in #Delhi at Rs 94.23 per litre and Rs 85.15 respectively.
Petrol & diesel prices per litre – Rs 100.47 & Rs 92.45 in #Mumbai, Rs 102.34 & Rs 93.37 in #Bhopal and Rs 94.25 & Rs 87.74 in #Kolkata pic.twitter.com/XKiVykFBJT
— ANI (@ANI) May 31, 2021
આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પ્રતિ લીટરે પેટ્રોલની કિંમત 91.29 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિંમત પ્રતિ લીટરે 91.74 રૂપિયા પહોંચી ગઈ છે.ગાંધીનગરમાં પેટ્રોલ પ્રતિ લીટરે 91.48 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 91.94 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે.આ તરફ રાજકોટમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટરે 91.06 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટરે 91.54 રૂપિયા પર પહોચી ગઈ છે.વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે 90.96 રૂપિયા અને ડિઝલમાં પ્રતિ લીટરે 91.41 રૂપિયા પર પહોંચી ગયો છે.જામનગર શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટરે 91.21 રૂપિયામાં વેંચાઈ રહ્યું છે.જો ડીઝલ 91.67 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. જૂનાગઢ શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટરે 91.89 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 92.36 રૂપિયા પ્રતિ લીટરે છે. સુરતમાં પેટ્રોલની પ્રતિ લીટરે કિંમત 91.30 રૂપિયા જ્યારે ડીઝલ પ્રતિ લીટરના 91.78 રૂપિયા પર પહોંચી ગઈ છે
જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 31 May 2021)
દિલ્હી- પેટ્રોલ 94.23 રૂપિયા અને ડીઝલ 85.15 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 100.47 રૂપિયા અને ડીઝલ 92.45 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 95.76 રૂપિયા અને ડીઝલ 89.90 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 94.25 રૂપિયા અને ડીઝલ 88 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈમાં પેટ્રોલ ડીઝળની કિંમત ક્રમશઃ 100.47 રૂપિયા પ્રતિ લિટર અને 92.45 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 94.25 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 87.74 રૂપિયા પ્રતિ લિટર છે.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317