સુરત : રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાઈકોર્ટની લાલ આંખ, C. R. પાટીલ અને હર્ષ સંઘવીને 5 મે સુધી જવાબ આપવા જણાવ્યું..

2121
Published on: 1:22 pm, Wed, 21 April 21
  • રેમડેસિવિર ઇન્જેક્શનના વિતરણ મામલે કોર્ટે માગ્યો જવાબ
  • સી.આર.પાટીલ, રાજ્ય સરકાર અને કમિશનરને ફટકારી નોટિસ 
  • કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીએ કોર્ટમાં કરી હતી અરજી 
  • C. R. પાટીલ અને હર્ષ સંઘવીને 5 મે સુધી જવાબ આપવા જણાવ્યું,
  • રેમડેસિવિર વિતરણ મામલે હાઇકોર્ટની મોટી કાર્યવાહી

સુરત ભાજપકાર્યાલય પરથી  5,000  રેમડેસિવિર ઇન્જેક્શનનું સુરતના પ્રજાને વિતરણ કરવામાં આવ્યું હતું. ઇન્જેક્શન ક્યાંથી આવ્યા ? આ પ્રશ્નને લઈને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.આ હિતની અરજીમાં હાઈકોર્ટે રાજ્યના મુખ્ય સચિવ, આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ, ડ્રગ્સ એન્ડ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ધારાસભ્ય હર્ષ સંઘવી ઉપરાંત સુરત જિલ્લા કલેકટર અને સુરત શહેર પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે. તેમજ આ નોટિસનો બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા માટેનો હુકમ કર્યો છે.

દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ ચાલી રહ્યો છે. સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા અને વેન્ટિલેટર અને ઓક્સિજનની રાજ્યમાં અછત સર્જાઇ છે ત્યારે થોડા સમય પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલની આગેવાની હેઠળ સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું મફત વિતરણ કર્યું હતું આ મુદ્દે રાજકારણ ગરમાયું અને કોંગ્રેસી નેતા પરેશ ધાનાણી હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી અંગે આજે સુનાવણી હાથ ધરાઇ હતી.

સુરતમાં રેમડેસિવિર ઈન્જેક્શનના વેચાણ અંગે થયેલી જાહેર હીતની રિટમાં હાઇકોર્ટે ભાજપના પ્રદેશ પ્રમુખ C. R. પાટીલ, હર્ષ સંઘવીને નોટિસ પાઠવવાની સાથે સરકારને પણ 5મી મે સુધીમાં એફિડેવિટ રજૂ કરવા આદેશ આપ્યો છે.

સુરતમાં સીઆર પાટીલે મફતમાં રેમડેસિવર આપતા લોકોની લાઇનો લાગી હતી

આ કેસમાં જસ્ટિસ સોનિયાબેન ગોકાણી અને જસ્ટિસ વૈભવીબેન નાણાવટીએ સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ, એડિશનલ ચીફ સેક્રેટરી, સુરત કલેક્ટર, સુરત પોલીસ કમિશનર અને ડ્રગ ઇન્સ્પેક્ટરને નોટિસ પાઠવી છે. તેમજ રાજ્ય સરકારને આ બાબતે આગામી 5મી મે સુધીમાં એફિડેવિટ કરવા જણાવ્યું છે.

તમારી સામે કાયદેસરની કાર્યવાહી શા માટે ન કરવી ?,સી આર પાટીલ અને હર્ષ સંઘવીને ખુલાસો કરવા માટે આદેશ 

એટલું જ નહીં અરજદાર તરફથી કરવામાં આવેલી રજૂઆત પ્રત્યે શું કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમજ ભારત સરકારના આદેશનું ગુજરાતમાં પાલન કરવા માટે શું કરવામાં આવ્યું તેનો જવાબ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. તેમજ તમારી સામે કાયદેસરની કાર્યવાહી શા માટે ન કરવી ? તે અંગે સી આર પાટીલ અને હર્ષ સંઘવીને ખુલાસો કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317