PM મોદી આ તારીખે ખેડૂતો સાથે કરશે વાત, સાથે 9 કરોડ ખેડૂતોને આપશે મોટી ભેટ

1565
Published on: 7:10 pm, Wed, 23 December 20

ખેડૂત આંદોલન

PM નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે PM કિસાન યોજનાના સંદર્ભે આગામી હપ્તાને લઈને 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18000 કરોડ રૂપિયા રિલીઝ કરશે. ઉપરાંત એ દિવસે 6 અલગ અલગ રાજ્યોના ખેડૂતો સાથે વીડિયો કૉન્ફન્સથી વાત પણ કરશે.

25 ડિસેમ્બરે ફરી પીએમ મોદીનો સંવાદ 

દેશમાં કૃષિ કાયદાઓને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે પીએમ મોદી 25મી ડિસેમ્બરના રોજ પીએમ કિસાન સમ્માન નિધિ હેઠળ ખેડૂતોના ખાતામાં નાણા ટ્રાન્સફર કરશે. પીએમ મોદીના કાર્યાલય તરફથી જે જાણકારી આપવામાં આવી છે તે અનુસાર પીએમ મોદી વીડિયો કોન્ફ્રેન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં નવ કરોડ લાભાર્થીઓ પરિવારોને 18 હજાર કરોડ રૂપિયાની રકમ મોકલશે.

કિસાન સંવાદનો પણ કાર્યક્રમ

નોંધનીય છે કે આ સિવાય પીએમ મોદી દેશના ખેડૂતો સાથે ચર્ચા પણ કરવાના છે. કાર્યક્રમ અનુસાર દેશના છ વિભિન્ન રાજ્યોના ખેડૂતો સાથે પીએમ મોદી સીધો સંવાદ કરશે. પીએમ મોદી દ્વારા શરુ કરવામાં આવેલ યોજનાનો ઘણા બધા ખેડૂતો હાલમાં લાભ લઇ રહ્યા છે ત્યારે આ ખેડૂતો પોતાનો અનુભવ પણ પીએમ મોદીને જણાવશે અને આ યોજનામાં આગળ હવે શું સારા કામ કરી શકાય તે માટે પણ ખેડૂતો પાસે ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે સાથે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ સામેલ થવાના છે.

પૂર્વ પીએમ વાજપેયીની જન્મતિથી
નવા કૃષિ કાયદાના વિરોધ વચ્ચે જ્યાં ખેડૂતો ગુસ્સે લાલચોળ થયેલા છે ત્યારે પીએમ મોદીએ ફરીથી ખેડૂતો સાથે ચર્ચા કરવાની તૈયારી કરી છે. પીએમ મોદી દેશના પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જન્મતિથી એટલે કે 25મી ડિસેમ્બરના રોજ દેશના અન્નદાતાઓ સાથે ચર્ચા કરશે તેવી જાણકારી ભારતીય જનતા પાર્ટી દ્વારા થોડા દિવસ પહેલા જ આપવામાં આવી હતી. પીએમ મોદીના આ સંવાદને લઈને ઉત્તર પ્રદેશમાં પૂરજોશમાં તૈયારીઓ શનિવારથી જ ચાલુ કરવામાં આવી હતી જેમાં રાજ્યનાં 2500 સ્થળોથી ખેડૂતો સામેલ થશે.

ખેડૂતોએ લીધો મોટો નિર્ણય
સંયુક્ત કિસાન મોરચાએ પાંચ સદસ્યોની કમિટી બનાવી છે અને આ કમિટીમાં પ્રેમ સિંહ ભંગૂ, હરેન્દ્ર સિંહ અને કુલદીપ સિંઘને સામેલ કરવામાં આવ્યા છે. ખેડૂત નેતાઓ દ્વારા કમિટી દ્વારા બનાવાવનો ઉદ્દેશ કે છે કે સરકાર સાથે વાત કરવાની છે કે નહીં. આ કમીટી દ્વારા આંદોલનને લઈને આગામી સમયમાં રૂપરેખા નક્કી કરવામાં આવશે.

સી આર પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર અંત્યોદયના લક્ષ્ય સાથે ગરીબો તેમજ ખેડૂતો પ્રત્યે સમર્પિત છે. આ માટે તમામ વર્તમાન અને પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પદાધિકારીઓ, સક્રિય સભ્યો અને કાર્યકર્તાઓ એક સાથે ગુજરાતના પ્રત્યેક ગ્રામ્ય વિસ્તારમાં પહોંચીને કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકારની ગરીબો અને ખેડૂત હિતકારી યોજનાઓ અને ઉપલબ્ધિઓ જન-જન સુધી પહોંચાડે તે ઇચ્છનીય છે.

Indian Farmers Clash with Police as They Protest New Laws | Voice of America - English

આ ઉપરાંત 25 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું 12 કલાકે ખેડૂતહિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વના સંદર્ભમાં યોજાનાર સંબોધનનો લાભ લોકોને મહત્તમ રીતે મળે તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ સમગ્ર ભાજપા સંગઠનને તેઓએ અપીલ કરી હતી. સી આર પાટીલે પેજ કમિટીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ભાજપા સંગઠન દ્વારા પેજ કમિટીની કામગીરી ખૂબ સરસ રીતે ચાલી રહી છે. આ માટે તેઓએ તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત આ કામગીરીમાં જુદા- જુદા વ્યવસાય સાથે સંકળાયેલા સમાજના પ્રતિષ્ઠિત લોકોને પણ સામેલ કરીને પેજ કમિટીની રચના કરવા સૂચન કર્યું હતું.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ