વડોદરા લવ જેહાદ : લવ-જેહાદનો રાજ્યનો પહેલો ગુનો, પણ પોલીસે આરોપીના રિમાન્ડ જ ન માગ્યા..

773
Published on: 2:03 pm, Mon, 21 June 21

મંજૂરી વગર ધર્મપરિવર્તન કરાવ્યું હોવાની કલમ ઉમેરાઈ

રાજ્યમાં ધર્મ સ્વતંત્રતાના કાયદો અમલી બન્યા બાદ પ્રથમ કેસ વડોદરા શહેર માં નોંધાયો હતો. જે બાદમાં બીજી કિસ્સો વાપી માં નોંધાયો છે. વડોદરાના કિસ્સામાં પોલીસે તપાસ માટે આરોપી સમીર કુરેશી નો મોબાઇલ જપ્ત કર્યો છે. મોબાઇલમાં તપાસ કરતા તેમાંથી પીડિત શિક્ષિકા યુવતીની નિર્વસ્ત્ર હાલતમાં તસવીરો મળી આવી છે. પોલીસે વધારે તપાસ માટે સમીરનો મોબાઇલ ફોન એફ.એસ.એલ.માં મોકલ્યો છે. બીજી તરફ આ કેસમાં પોલીસે આરોપી સામે વધુ બે કલમનો ઉમેરો કર્યો છે. એવી પણ વિગતો મળી રહી છે કે આરોપી યુવક અન્ય હિન્દુ યુવતીઓના પણ સંપર્કમાં છેે.

રાજ્યના પ્રથમ લવ-જેહાદ કેસમાં સમીરને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે આરોપીના રિમાન્ડની માગણી કરી ન હતી. આ બનાવમાં હજી સહઆરોપીઓને પકડવાના બાકી છે તેમજ સમીરના ફોનમાંથી યુવતીઓના ફોટા મળ્યા હોઈ એની તપાસ જરૂરી છે ત્યારે રિમાન્ડની માગણી ન થતાં સમીરને અદાલતે જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

વડોદરા લવ જેહાદ: આરોપી સમીર કુરેશીના મોબાઇલમાંથી પીડિત યુવતીની નિર્વસ્ત્ર તસવીરો મળી

વડોદરાના સમીર કુરેશીએ પોતાને ખ્રિસ્તી જણાવીને એક શિક્ષિકા યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. સમીર સાથે પીડિત યુવતીની મુલાકાત સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ હતી. જે બાદમાં આરોપી સમીર અબ્દુલ કુરેશીએ શિક્ષિકા પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં આરોપીએ બળજબરીથી શિક્ષિકાનું ધર્મ પરિવર્તન કરાવીને તેની સાથે નિકાહ પણ કરી લીધા હતા. આ કેસમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સમીર કુરેશીની ધરપકડ કરી હતી. સમીરે યુવતીને પોતાની ઓળખ માર્ટિન તરીકે આપી હતી. ફરિયાદ બાદ પોલીસે સમીરનો મોબાઇલ ફોન પણ કબજે લીધો હતો. જેમાંથી પીડિત યુવતીની નિર્વસ્ત્ર હાલતમાં તસવીરો મળી આવી છે.

બીજી તરફ, સમીરને મદદગારી કરનારા તેના પિતા અબ્દુલ કુરેશી, માતા ફરીદા, નણંદ રુકસાર તથા મિત્ર અલ્તાફ ચાૈહાણ અને નૌશાદ શેખ સહિતના શખસોની શોધખોળ આદરી હતી. જોકે તમામ હાલ ભૂગર્ભમાં જતાં રહ્યાં હોવાની માહિતી પોલીસને મળી હતી, જેથી તમામનાં આશ્રયસ્થાનોની માહિતી મેળવી તપાસ શરૂ કરાઇ છે. તમામ હાલોલ તરફ હોવાનું જણાતાં પોલીસની ટીમે ત્યાં પણ તપાસ કરી હતી. કાજીની ભૂમિકા તથા ગર્ભપાત કરાવનારા ડોકટરની સંડોવણીની પણ તપાસ ચાલી રહી છે. રિમાન્ડ અંગે પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે મોબાઇલ કબજે થઇ ગયો હોઈ રિમાન્ડની માગણી કરવામાં આવી નથી.

પોલીસે આરોપીના રિમાન્ડ જ ન માગ્યા

Vadodara Love Jihad case Photos of victim girl found from Samir Qureshi  mobile phone– News18 Gujarati

ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ 2021ના પ્રથમ કિસ્સામાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, આ કિસ્સામાં પોલીસે આરોપીના રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે તેને જેલ હવાલે કરી દેવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી સમીરની મદદ કરનાર તેના પિતા અબ્દુલ કુરેશી, માતા ફરીદા, નણંદ રુકસાર તથા મિત્ર અલ્તાફ ચૌહાણ અને નૌશાદ શેખની શોધખોળ શરૂ કરી છે.

વડોદરા શહેરની દલિત યુવતીને ખ્રિસ્તી નામ ધારણ કરી તરસાલીમાં મટનનો ધંધો કરતા સલીમ કુરેશીએ ફસાવી હતી. એની સાથે વારંવાર દુષ્કર્મ કર્યા બાદ તેને ગર્ભવતી બનાવી હતી, જેમાં તેણે જબરદસ્તી તેનું એબોર્શન પણ કરાવ્યું હતું. ત્યાર બાદ નિકાહનામું કરી તેને જબરદસ્તી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. ત્યાર બાદ યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સમીર કુરેશીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317