સુરત : પોલીસનો નો વાયરલ વીડિયો, 500 રૂપિયા લીધા પાવતી ન આપી! દંડના બહાને ઉઘરાણા ?

982
Published on: 1:49 pm, Wed, 21 July 21

પુણા પોલીસ મથકના કોન્સ્ટેબલે રીતસરના પૈસા લઈ લીધા અને 500ની પાવતી ન હોવાની વાત કરી ચાલતી પકડી

સુરત પોલીસના જવાનો લોકોને અટકાવી માસ્કના નામે દંડની બીક  બતાવી લોકો પાસેથી પૈસા એકઠા કરતી હોવાની સતત ફરિયાદો સુરત પોલીસ કમિશનર સુધી આવી રહી છે. ત્યારે સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક સુમસામ  જગ્યા ઉપર લોકોને અટકાવી  રૂપિયા ખંખેરતા હોવાનો  વીડિયો સોશલ  મીડિયામાં વાઇરલ થતાની સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરત પોલીસનાં જવાનો ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. દંડ નામે લોકો પાસેથી પૈસા ઉઘરાણી વધારે એક કિસ્સાને કારણે ચકચાર મચી ગઇ છે. કોરોના મહામારી સુરત પોલીસ દંડના નામે લોકોને પરેશાન કરી રહી છે. અનેક મુદ્દાઓ પર  ફરિયાદો પણ આવી રહી છે. સુરતના પુણા પોલીસની 23 નંબરની પીસીઆર વાનનો કર્મચારી તરીકેની નીરલ કિરીટભાઇ અને કોન્સ્ટેબલ મુકેશ રમણભાઇ ફરજ પર હતા. ત્યારે પીસીઆરને સુમસાન રોડ પર ઉભા રાખીને ત્યાંથી પસાર થતા ટુ વ્હીલર ટેમ્પો ચાલકોને દંડના નામે પૈસા ઉઘરાવી તેમને રસીદો પણ નહી આપી હોવાની વિગતો સામે આવી છે.

SURAT: માસ્કના નામે અવાવરૂ જગ્યાએ તોડ કરવાનો POLICE નો વીડિયો VIRAL

સુરત પોલીસના જવાનો ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. આ વખતે લોકો પાસે દંડ  નામે પૈસાની ઉઘરાણી કરવાનો મામલો ફરી એકવાર સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કારણ કે જે દિવસથી કોરોનાની મહામારી આવી છે તે દિવસથી સતત સુરત પોલીસ દંડના નામે લોકોને હેરાન પરેશાન કરવા સાથે પૈસાનો તોડવાની કરતી હોવાની ફરિયાદો આવી રહી છે.

આજરોજ સુરતની પુણા  પોલીસ સ્ટેશનની પીસીઆર નંબર 23માં કર્મચારી તરીકે નીરલ  કિરીટભાઈ તેમજ કોન્સ્ટેબલ મુકેશ રમણભાઈ ફરજ પર હતા ત્યારે પીસીઆરને  સુમસાન રોડ પર ઊભા રાખીને ત્યાંથી પસાર થતા ટુ વ્હીલર ટેમ્પો ચાલકોને રોકી દંડના નામે પૈસા ઉઘરાવી અને તેમને રસીદ ન આપતા હોવાની વિગતો સામે આવી હતી.

SURAT POLICEની સતર્કતાથી યુવકનો જીવ બચ્યો, કમિશ્રર દ્વારા કરવામાં આવ્યું સ્વાગતThe vigilance of SURAT POLICE saved the life of the youth, welcomed by the Commissioner | TV9 Gujarati

જો કે એક જાગૃત નાગરિકે આ અંગેનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હાલ સુરત પોલીસની ભારે થુથુ થઇ રહી છે. જો કે સામેવાળી વ્યક્તિ પોતાની પાસે પૈસા નહી હોવાનું કહેતા તેની પાસેથી 500 રૂપિયા લઇને કોઇ પણ જાતની રસીદ આપ્યા વગર રવાના કરી દે છે. પોલીસ હવે આ કર્મચારી વિરુદ્ધ કેવા પ્રકારનાં પગલા ઉઠાવે છે તે જોવું રહ્યું. અત્રે નોંધનીય છે કે, સુરત પોલીસ પહેલાથી જ બદનામ છે તેવામાં આવા વીડિયો ફરી એકવાર સુરત પોલીસની ઇજ્જત ઉતારી રહ્યો છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317