પોલીસની દાદાગીરીની તો હવે હદ થઈ ગઈ : માસ્કના દંડની રકઝકમાં વચ્ચે પડેલી યુવતીને બે લાફા ઝીંકી દીધા!

2183
Published on: 8:25 pm, Fri, 15 January 21
અમદાવાદ પોલીસ ગુજરાત

ગુજરાત પોલીસની કામગીરીનો વીડિયો વાયરલ થયો છે. મહિલા રાડો પાડતી રહી અને પોલીસવાળો ન અટક્યો. માસ્કની બબાલમાં પોલીસકર્મીએ મહિલાને લાફો માર્યો હતો. મહિલાને લાફો મારતો પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં અમદાવાદના નામે વીડિયો વાયરલ થયો છે.

ખાખી પહેરી છે એટલે ગમે તેની પીટાઈ કરી નાખશો? મહિલા સ્વમાનની વાતોની શું આ જ વાસ્તવિકતા છે?
ગુજરાત પોલીસની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, માસ્કની બબાલમાં પોલીસકર્મીએ મહિલાને લાફો માર્યો, રાજકીય લોકો-સામાન્ય લોકો વચ્ચે ભેદભાવવાળી નીતિથી લોકોમાં રોષ જોવા મળી રહ્યા છે.

કોઈ વ્યક્તિ વિડિયો ઉતારતો હોવાનું જણાતાં પોલીસકર્મીએ પણ સામે વિડિયો ઉતાર્યો હતો.

માસ્ક ન પહેરવા બાબતે તકરાર થતા પોલીસે મહિલાને લાફો માર્યો છે. પોલીસ મહિલાના મિત્રને કારમાં બેસાડતા સમયે બબાલ થઈ હતી. મહિલાએ મિત્રને છોડાવવા પ્રયાસ કરતા લાફો માર્યો હતો. વીડિયો વાયરલ થતા પોલીસ અધિકારીઓ તપાસમાં અમદાવાદની પોલીસની ગાડી વીડિયોમાં જોવા મળી હતી. રાજકીય લોકો-સામાન્ય લોકો વચ્ચે ભેદભાવવાળી નીતિથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસકર્મીને એવી જરા પર સત્તા નથી કે તે એક મહિલા પર હાથ ઉપાડે, છતાં અહીં પોલીસકર્મીએ યુવતીને માર માર્યો હતો. જો કોઈ મહિલાની ધરપકડ કરવી હોય તો પણ નિયમ પ્રમાણે કોઈ મહિલા પોલીસકર્મી હાજર હોવી ફરજિયાત છે. વીડિયોમાં જે ગાડી દેખાય છે તેના પરથી એવો અંદાજ આવે છે કે ગાડી અમદાવાદ શહેરની છે. તેમજ તેના પર લાલ કલરથી P 1238 લખેલું છે. આ મામલે વધુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ વીડિયો શહેરના નવરંગપુરા વિસ્તારનો છે. આ વીડિયો એચ.એલ કૉલેજ પાસેનો છે. આ મામલે DCP ઝોન-1 રવિન્દ્ર પટેલ તરફથી તપાસના આદેશ પણ આપી દેવાયા છે.

અમદાવાદ સિટી પોલીસ લખેલી P 1238 ગા઼ડી લાફા માર્યાના બનાવ બાદ ઘટનાસ્થળેથી નીકળી ગઈ હતી.

હવે યુવક દંડ ભરવા તૈયાર હોવા છતાં પોલીસ અને તેમની વચ્ચે કયા મુદ્દે ગરમાગરમી થઈ ગઈ હતી તે તપાસનો વિષય છે. આ બનાવમાં જો યુવકે માસ્ક ન પહેર્યું હોય તો પોલીસને દંડ ઊઘરાવવાની સત્તા છે, આ ઉપરાત જો યુવકે ઝઘડો કર્યો હોય તો તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવાની સત્તા છે. આ મામલે પોલીસ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી શકે છે, પરંતુ પોલીસને આવી રીતે મારવાની સત્તા બિલકુલ નથી.

પોલીસ કોઈ પર હાથ ન ઉપાડી શકે
કાયદા મુજબ, પોલીસકર્મી કોઈ વ્યક્તિ પર હાથ ઉપાડી શકતો નથી. ખાસ કરીને મહિલા પોલીસ વગર પુરુષ પોલીસકર્મી મહિલાને હાથ પણ અડાડી શકે નહીં છતાં પણ અમદાવાદના એક પોલીસકર્મીએ આ રીતે હાથ ઉપાડ્યા અંગેનો વિડિયો વાઇરલ થયો છે, એની તપાસ અમદાવાદ શહેર પોલીસકર્મી કરે એ જરૂરી છે. સોશિયલ મીડિયામાં વાઇરલ મેસેજમાં પણ લોકો આ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવો જોઈએ એવી માગ કરી રહ્યા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ