રાજકીય અને અધિકારી કક્ષાએ પાટીદાર સમાજની નોંધ નથી લેવાતી : નરેશ પટેલ

2699
Published on: 5:57 pm, Sat, 30 January 21
પાટીદાર સમાજ
  • પાટીદાર અગ્રણી નરેશ પટેલનું નિવેદન
  • પાટીદાર સમાજની નથી લેવાતી નોંધ
  • ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજ કરોડરજ્જુ 

ઊંઝામાં આજે પાટીદાર સમાજની બેઠક મળી હતી જેમાં ઘણા રાજકિય નેતાઓ ગેરહાજર રહ્યા હતા ત્યારે નરેશ પટેલે એકવાર ફરી પાટીદાર અંગે જોરદાર નિવેદન આપ્યું હતુ.

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ગરમાવો આવ્યો છે. ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ આજે ઉમિયા ધામની મુલાકાતે ગયા છે ત્યારે આ મુલાકાત બાદ તેમણે એક મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદનની આગામી સમયમાં રાજકીય અને સામાજિક બંને રીતે અસર જોવા મળે તો પણ નવાઈ નહીં. તેમણે કહ્યું છે કે ‘રાજકીય રીતે અને સામાજિક રીતે પાટીદાર સમાજની નોંધ નથી લેવાતી’

શું કહ્યું નરેશ પટેલે?

ઊંઝાના ઉમિયાધામ ખાતે નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. પાટીદાર સમાજની ઘણી જગ્યાએ નોંધ નથી લેવાતી. રાજકીય અને અધિકારી લેવલે નોંધ નથી લેવાતી. ભવિષ્યમાં સમાજની નોંધ લેવાય તેવા પ્રયાસ કરાશે. ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજ કરોડ રજ્જુ સમાજ છે. ભણેલા યુવાનોને નોકરી નથી મળતી. સંગઠનની ગાઠ મજબૂત બનશે ભવિષ્યમાં સારા પરીણામ મળશે.

ગુજરાતમાં પાટીદાર સમાજ જ GDP વધારી શકે. પાટીદાર સમાજમાં સક્ષમ કરતા જરૂરિયાતવાળા લોકો વધુ છે. સરપંચથી સાંસદ પાટીદાર કઇ રીતે બને તેનું ચિંતન જરૂરી છે. સાથે મળીને તમામ પ્રશ્નો હલ કરવા પડશે. આજે બેઠકમાં રજૂ કરાયેલા વિચારો પર ચર્ચા કરીશું. બંને સમાજ એક થાય અને એક મંચ પર આવે તેવી આશા છે.

પાટીદાર અનામનત આંદોલન સમાપ્ત થયા બાદ પાટીદાર મુખ્યમંત્રીની કયાસ લગાડવામાં આવી રહ્યા હતા જોકે, વડાપ્રધાન મોદીએ પસંદગીનો કળશ નોન પાટીદાર નેતા પર જ રાખ્યા બાદ ભારતીય જનતા પાર્ટી પર પાટીદાર પ્રદેશ પ્રમુખનું પણ આડકતરૂં દબાણ હતું. જોકે, ભાજપમાં હાલમાં પાટીદાર ઉપમુખ્યમંત્રી અને સંગઠનના હોદ્દેદારો કાર્યરત છે ત્યારે આગામી ચૂંટણીમાં આ મુલાકાતનું શું પરિણામ આવે છે તે તો હવે જોવું જ રહ્યું.

તેમણે એ પણ કહ્યું કે પાટીદાર સમાજ એક નવા પરિવર્તન તરફ જઈ રહ્યો છે. પાટીદારમાં રાજકીય સમજણનો અભાવ ક્યાંક અને ક્યારેક દેખાય છે. અન્ય સમાજ કરતા પાટીદારો એકબીજાને વધુ નુકસાન કરે છે.  તેમણે કહ્યું કે, હવે ભૂલોને સુધારી આગળ વધીશું. નોકરી, લગ્ન, આંતરજ્ઞાતિય લગ્નો જેવી સમસ્યાઓ દૂર કરવી છે અને પાટીદારોમાં હવે સ્વાસ્થ્ય, રાજગીરી, ખેતી અને રાજકીય લક્ષી ચર્ચા થવી જોઇએ.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ