પોરબંદર : રાણાવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીમાં દુર્ઘટના, ત્રણને બચાવી લેવાયાં, ત્રણનાં મોત…

549
Published on: 4:53 pm, Fri, 13 August 21
  • હાથી સિમેન્ટની ફેક્ટરીમાં દુર્ઘટના
  • પોરબંદરમાં રાણાવવમાં મોટી દુર્ઘટના
  • ચીમનીમાં રિપેરિંગ દરમિયાન માચડો તૂટ્યો, ત્રણ મજૂરનાં મોત
  • ચીમનીમાં રિપેરિંગ સમયે પડ્યો માચડો
  • જુહી ચાવલાના પતિ કરે છે આ ફેક્ટરીનું સંચાલન

રાણાવાવ ખાતે આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની માં ગુરુવારે બપોરે સર્જાયેલી દુર્ઘટનામાં ત્રણ મજૂરનાં મોત થયા છે. અહીં ચીમનીના સમારકામ દરમિયાન માચડો તૂટી પડ્યો હતો. રેસ્ક્યૂ દરમિયાન ત્રણ મજૂરને બચાવી લેવાયા છે. દુર્ઘટના બાદ કલાકો સુધી રેસ્ક્યૂ કામગીરી ચાલી હતી. આ દરમિયાન કાટમાળ નીચે ફસાયેલા ત્રણ મજૂરને બચાવી લેવાયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની ખાનગી હૉસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે બે ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા. ઈજાગ્રસ્ત તેમજ મૃતકો મધ્ય પ્રદેશના રહેવાસી છે. મજૂરોનું કહેવું છે કે 85 ફૂટ ઊંચી ચીમનીમાં તેઓ અંદરની બાજુએ 40-45 ફૂટ પર રિપેરિંગ કામ કરી રહ્યા હતા. આ દરમિયાન માચડો તૂટી પડ્યો હતો.

સિમેન્ટની ફેક્ટરી જ્યારે ચીમનીના કાટમાળ નીચે દબાયેલા અન્ય મજૂરોને બહાર નીકાળતા કલાકો લાગ્યા હતા મહત્વનું છે બચાવકામગીરીમાં NDRFના જવાનોની મદદ પણ લેવામાં આવી હતી જેમાં હેલિકોપ્ટર મદદથી જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બચાવકામગીરી આરંભી હતી. જેમાં ત્રણ મજૂરોએને જીવ બહાર કઢાયા હતા જ્યારે અન્ય ત્રણ મજૂરોના મોત થયા છે.

ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ પણ ટેલિફોનિક વાત કરી અને રેસ્ક્યુ માટે ગાંધીનગરથી બે એનડીઆરએફની મોકલી હતી. NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજે રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવા છતાં આ અંગે કંપનીના સંચાલકો તેમજ વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી મીડિયાને અપાઈ નથી. જેથી કહી શકાય કે કંપની દ્વારા આ ઘટનાને લઈને ઢાંક પીછોડો કરવાના પૂરા પ્રયાસો થયા હતા. જેના લીધે જ મીડિયાને ગેટની અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા.

Image

સિમેન્ટ ફેકટરી ખાતે બનેલ સમગ્ર ઘટના ની પોલીસ તપાસ કરી રહી છે. જે કોઈ જવાબદારો હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે .ઘટનામાં બેજવાદરી દાખવનાર કોણ છે ? જવાબદારોએ કામ કરાવતી કોન્ટ્રકટ કંપની પાસે મજૂરોના ઈન્સ્યુરન્સ હતા જેવા અનેક સવાલો વચ્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ ઘટનાથી મીડિયાને દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાની જાણ થતા રાણાવાવ પોલીસ ડીવાયએસપી, મામલતદાર, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયા છે. મોડી સાંજે પોરબંદર ક્લેકટર અશોક શર્મા અને એસપી ડો. રિવ મોહન સૈની પણ ઘટના સ્થળે જાત નિરીક્ષણ માટે દોડી ગયા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317