પોર્નસ્ટાર મિયાં ખલીફાએ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું, ઈન્ટરનેશનલ ફોરમ પર છવાયો ખેડૂતોનો મુદ્દો..

1215
Published on: 3:58 pm, Wed, 3 February 21

ખેડૂત આંદોલન

નવા કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને પોપ સિંગર રિહાના અને સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ પછી હવે પૂર્વ પોર્નસ્ટાર મિયાં ખલીફાએ પણ ટ્વીટ કર્યું છે. મિયાં ખલીફાએ ખેડૂત આંદોલન અંગે એલાન કરી દીધું છે અને ખેડૂતોને પોતાનું સમર્થન જાહેર કરી દીધું છે.

અગાઉ રિહાના અને થનબર્ગે પણ ખેડૂતોને સમર્થન આપ્યું છે
ઉલ્લેખનીય છે કે સતત વિદેશી હસ્તીઓનાં ટ્વીટ આવી રહ્યાં છે અને તેઓ ખેડૂત આંદોલનને લઈને પોતાનું સમર્થન દર્શાવી રહ્યા છે. ખેડૂત આંદોલનને લઈને અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે. અગાઉ અમેરિકન પોપ સિંગર રિહાના અને સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ટ્વીટ કર્યાં હતાં, જેના પછી હવે પૂર્વ પોર્નસ્ટાર મિયાં ખલીફાએ પણ ભારતીય ખેડૂતોને સમર્થન આપવાની વાત કરી છે. તેનું આ ટ્વીટ અત્યારે જોરદાર વાઇરલ થઈ રહ્યું છે.

greta thunberg and licypriya kangujam in support with farmers protest after tweet by rihaanna

રિહાનાના ટ્વિટ બાદ આંતરરાષ્ટ્રીય સંસ્થા હ્યુમન રાઇટ્સ વોચ, ઇન્ટરનેશનલ ઈન્ટરનેટ રાઇટ્સ સાથે જોડાયેલી સંસ્થા, અમેરિકન મોડલ અમાન્ડા સેર્ની સહિતની ઘણી બધી સંસ્થાઓ અને હસ્તીઓએ આંદોલનને સમર્થન આપ્યું છે.

મિયાં ખલીફાએ બે ટ્વીટ કર્યાં છે. તેણે ખેડૂત આંદોલનને લઈને ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું હતું, ‘માનવાધિકાર ઉલ્લંઘનો પર આ શું ચાલી રહ્યું છે? તેમણે નવી દિલ્હી આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ પ્રતિબંધિત કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે પોપ સિંગર રિહાના અને સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગનાં ખેડૂતોને સમર્થન આપતાં ટ્વીટ પછી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે તેમને ટ્વીટથી જવાબ આપતાં કિસાન આંદોલનમાં સામેલ લોકોને આતંકવાદી કહ્યા હતા. કંગના સુશાંતસિંહ રાજપૂતના મોત પછી અનેકવાર મીડિયામાં ચર્ચામાં રહી છે અને મહારાષ્ટ્ર સરકાર સાથેના વિવાદોથી સમાચારોમાં ચમકતી રહે છે. આમ, ખેડૂત આંદોલનના મામલે દેશવિદેશની હસ્તીઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે.

હકીકતમાં, ગ્રેટા થનબર્ગનું આ ટ્વિટ આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રીહાન્ના દ્વારા કરેલા ટ્વિટના કલાકો પછી બહાર આવ્યું છે. રિહાન્નાએ પણ ટ્વિટ કરીને ખેડૂતો સાથેની એકતા બતાવી હતી અને કહ્યું હતું કે કેમ કોઈ તેના વિશે વાત કરી રહ્યું નથી. રિહાન્નાનું ટ્વિટ સમાચારો પર આવ્યું છે, જેમાં ડિસ્પ્લે પર ઇન્ટરનેટ સેવા પ્રતિબંધની વાત પ્રકાશિત કરવામાં આવી છે.

પર્યાવરણ પર કામ કરનારી ભારતીય સામાજિક કાર્યકર્તા લિસીપ્રિયા કંગુજમ છેલ્લા ઘણા દિવસથી આંદોલનનું સમર્થન કરી રહી છે અને તેણે પણ આંદોલનને સમર્થન કરવા માટે દુનિયાભરને અપીલ કરી છે. પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ આ વિષય પર ચર્ચા કરવાની અપીલ કરી છે. નોંધનીય છે કે લિસીપ્રિયા કંગુજમ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે પીએમ મોદી દ્વારા આપવામાં આવેલ સન્માનને ઠુકરાવી દીધો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ