પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહિલાઓના દસ્તાવેજ માટે માત્ર રૂ.100 જ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડશે

1179
Published on: 11:03 am, Tue, 17 November 20

પ્રધાનમંત્રી આવાસ યોજના

સમાજના ગરીબ વર્ગના લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બજાર કિંમતથી મામૂલી ભાવે મકાન અથવા તો ફ્લેટ મેળવી લે છે. પરંતુ આ ફ્લેટ પોતાના નામે ચઢાવવા માટે જ્યારે રજીસ્ટાર કચેરીમાં જાય છે ત્યારે સ્ટેમ્પ ડ્યુટીના નામે હજારો રૂપિયાની ફી ઉઘરાવવામાં આવતી હોય છે. જે તે વિસ્તારના જંત્રી દર મુજબ ટકાવારી પ્રમાણે હજારો રૂપિયાની ફી ઉઘરાવવામાં આવતી હોવાથી ગરીબ વર્ગના લોકો તે ભરવા માં ભારે મુશ્કેલી અનુભવતા હતા. ગુજરાત સરકારે આ વર્ગના લોકોને હવે મોટી રાહત આપી છે. દિવાળીના તહેવારોમાં સરકારે આ અંગે જાહેરાત કરીને મોટી ગિફ્ટ ગરીબ વર્ગના લોકોને આપી છે.

ગુજરાત સરકારના રેવન્યુ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી એમ.બી.સોનીએ ગઈ કાલે મોડી સાંજે આ અંગે ખાસ પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના પહેલા લાભાર્થીને કરી આપવાના થતા દસ્તાવેજો અને લાભાર્થીના નામમાં મહિલાનું નામ જોડવા માટે માત્ર રૂપિયા ૧૦૦ની સ્ટેમ્પ ડયુટી ભરવાની રહેશે. ધનતેરસના દિવસે સરકારે આ જાહેરાત કરી છે પરંતુ તેનો લાભ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બનમાં જે યુનિટની સાઈઝ ૩૦ ચોરસ મીટર અને ઇડબલ્યુએસ સેકન્ડમાં કારપેટ એરિયા ૪૦ મીટર હશે તેમને આ લાભ આપવામાં આવશે.
લાભાર્થીએ આ માટે સક્ષમ ઓથોરિટીનું પ્રમાણપત્ર મેળવીને રજુ કરવાનું રહેશે કેમ પણ આ પરિપત્રમાં જણાવાયુ છે.

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓના નામની પ્રથમ મિલકતની ખરીદીમાં રાજ્ય સરકારે માત્ર રૂ.100ની સ્ટેમ્પ ડયૂટી ભરીને દસ્તાવેજ નોંધી દેવાનો મહત્ત્વનો આદેશ કરી રાજ્યભરની મહિલાઓને દિવાળી ભેટ આપી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મહિલાઓ પાસેથી હવે સ્ટેમ્પ ડયૂટી માત્ર રૂ. 100 વસૂલવાનો નિર્ણય
રાજ્યના મહેસૂલ વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ, મહિલાઓ માટે રાજ્ય સરકારે અનેકવિધ સહાય યોજનાઓ અમલમાં મૂકી છે અને અનેક લાભો પણ આપવામાં આવી રહ્યા છે. એમાં વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન લેવા માટે મહિલાઓને પ્રાધાન્ય આપેલું છે. પરિવારની મહિલાની મિલકતની પ્રથમ ખરીદીમાં મિલકત ખરીદી દસ્તાવેજમાં રાજ્ય સરકાર દ્વારા વસૂલાતી સ્ટેમ્પ ડયૂટીમાં હવે માત્ર રૂ.100ની સ્ટેમ્પ ડયૂટી ભરીને દસ્તાવેજ આપવાનો રહેશે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહિલાના નામની મિલકતની ખરીદી થાય તેવા હેતુથી સ્ટેમ્પ ડયૂટી માત્ર ટોકન જેવી રૂ. 100 વસૂલવાનો નિર્ણય કરી એની અમલવારી કરવાનો હુકમ કરાયો છે.

Pradhan Mantri Awas Yojana: 3.50 lakh rupees, houses available here, do  bookings sitting at home - PM Awas Yojana: 3.50 लाख रुपये यहां मिल रहे  मकान, घर बैठे करें बुकिंग! - Jansatta

મહિલાના નામની પ્રથમ મિલકતની ખરીદી પર સરકારની મોટી રાહત
રાજ્યભરમાં મનપા તથા અર્બન ડેવ. ઓથોરિટી દ્વારા લાખોની સંખ્યામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો બનાવવામાં આવી રહ્યાં છે. પ્રત્યેક આવાસદીઠ રાજ્ય સરકાર 2.67 લાખની સબસિડી પણ આપે છે. હવે એની સાથે પરિવારની મહિલાના નામની પ્રથમ મિલકતની ખરીદીમાં પણ સરકારે મોટી રાહત આપી આવાસ યોજનામાં ફલેટની કિંમત મુજબની સ્ટેમ્પ ડયૂટી લઇ દસ્તાવેજો કરાતા હતા એમાં રાહત આપી હવે માત્ર રૂ.100ની સ્ટેમ્પ ડયૂટી ભરીને આવા પ્રથમ મહિલાના નામની મિલકતના દસ્તાવેજો કરી આપવાનો નિર્ણય કર્યો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ