પરિવાર પૈસા ન આપી શક્યો, ખાનગી હૉસ્પિટલે પેટના ટાંકા લીધા વગર બાળકીને ઓપરેશન ટેબલ પરથી બહાર કરી દીધી, મોત..

4793
Published on: 3:50 pm, Sat, 6 March 21
  • 3 વર્ષની બાળકીને ઓપરેશન ટેબલ પરથી પેટને સિવ્યા વગર બહાર મોકલી આપી
  •  આખરે બાળકીએ જીવ ગુમાવી દીધો
  • ડીએમએ આપ્યા  તપાસના  આદેશ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ  જિલ્લામાં શનિવારે હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. અહીં એક ખાનગી હૉસ્પિટલ નો અમાનવીય ચહેરો જોવા મળ્યો છે. અહીં સારવાર માટે દાખલ એક બાળકીના પરિવારે સારવારનો તમામ ખર્ચ ઉઠાવી શકવા માટે અસમર્થતા દર્શાવી હતી, જે બાદમાં બાળકીને ઑપરેશન ટેબલ પરથી પેટ ચીરાયેલું હોય તેવી હાલતમાં જ બહાર કાઢી મૂકવામાં આવી હતી. પૈસાના અભાવે સારવાર અટકી જતાં બાળકીની હાલત બગડી હતી, આખરે બાળકીએ દમ તોડી દીધો હતો. આ મામલે હાલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પ્રયાગરાજના કરેલી વિસ્તારમાં રહેતા બ્રહ્મદીન મિશ્રાની ત્રણ વર્ષની દીકરીને પેટની બીમારી હતી. માતા-પિતા દીકરીને સારવાર માટે પ્રયાગરાજના ધૂમનગંજના રાવતપુરની એક મોટી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં થોડા દિવસ પછી બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પછી ફરીથી ઓપરેશન કરવું પડ્યું હતું. બાળકીના પિતાના જણાવ્યા પ્રમાણે ઓપેરશન માટે દોઢ લાખ રૂપિયા ખંખેર્યા બાદ પણ હૉસ્પિટલે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાળકીનો પરિવાર પૈસા ન ચૂકવી શક્યો તો હૉસ્પિટલે પરિવાર અને બાળકીને બહાર મોકલી દીધા હતા અને જણાવ્યું હતું કે બાળકીની સારવાર અહીં નહીં થઈ શકે.

મૃતક બાળકીના પિતાનો આરોપ છે કે ડૉક્ટરોએ ઑપરેશન પછી બાળકીના પેટના ટાંકા લીધા ન હતી અને આવી જ હાલતમાં બાળકીને સોંપી દીધી હતી. આ કારણે બીજી હૉસ્પિટલોએ બાળકીને દાખલ કરવાનો ઇન્કાર કર્યો હતો. બાદમાં સારવાર વગર બાળકીએ દમ તોડી દીધો હતો.

3 વર્ષની બાળકીને ઓપરેશન ટેબલ પરથી પેટને સિવ્યા વગર બહાર મોકલી આપી

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં શનિવારે એક હચમચાવી દેનારી ઘટના બની છે. અહીં પ્રાઈવેટ હોસ્પિટલમાં એક અમાનવીયતા જોવા મળી છે. અહીં સારવાર માટે પુરા પૈસા ભરવામાં પરિવારે અસમર્થતા દર્શાવી. જે બાદ 3 વર્ષની બાળકીને ઓપરેશન ટેબલ પરથી પેટને સિવ્યા વગર એટલે કે ટાંકા લીધા વગર બહાર મોકલી આપી. પૈસા વગર સારવારના અભાવે બાળકીની સ્થિતિ બગડી ગઈ અને આખરે તેણે જીવ ગુમાવી દીધો. આ મામલો સામે આવ્યા બાદ જિલ્લાધિકારી ભાનુ ચંદ્ર ગોસ્વામીએ મામલાની તપાસના આદેશ આપ્યા છે.

દોઢ લાખ લીધા બાદ હોસ્પિટલે ફરી 5 લાખની ડિમાન્ડ કરી

હકિકતમાં પ્રયાગરાજના કરેલી વિસ્તારના રહેવાસી બ્રહ્મદીન મિક્ષાની 3 વર્ષીય  દીકરીના પેટમાં બિમારી હતી. મા-બાપે સારવાર માટે પ્રયાગરાજના ઘૂમનગંજના રાવતપુર એક મોટા ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. થોડાક દિવસો બાદ બાળકીના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું અને ફરી પેટનું ઓપરેશન કરવામાં આવ્યું.  બાળકીના પિતાના જણાવ્યાનુસાર આ ઓપરેશન માટે દોઢ લાખ લીધા બાદ હોસ્પિટલે 5 લાખની ડિમાન્ડ કરી. જ્યારે રુપિયા ન આપી શક્યા તો બાળક સહિત હોસ્પિટલ પ્રશાસને પરિવારને બહાર મોકલી દીધો અને કહ્યું કે હવે આની સારવાર અહીં નહીં થાય.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317