પેટ્રોલ-ડિઝલ
ફરી એકવાર વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં બે વર્ષ બાદ પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પાર પહોંચ્યો છે. છેલ્લા એક મહિનામાં પેટ્રોલના ભાવમાં રૂ.1.96નો વધારો નોંધાયો છે. ડિઝલનો ભાવ પણ છેલ્લા એક મહિનામાં રૂ. 3 વધ્યો છે.
પેટ્રોલ ડીઝલ (Petrol Diesel Price ) ના ભાવમાં આજે 20 નવેમ્બર બાદ 12માં દિવસે પણ વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 17-20 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 21 પૈસાથી લઈને 24 પૈસાનો વધારો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં આજે 20 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 23 પૈસાનો વધારો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ગઈ કાલે 82.66 પૈસા પ્રતિ લીટર હતો જે આજે વધીને 82.86 રૂપિયા પ્રતિ લીટર થયો છે.
એ જ રીતે મુંબઈમાં પેટ્રોલના ભાવ 19 પૈસા વધ્યા છે. કિંમત 89.33થી વધીને 89.52 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. કોલકાતામાં પેટ્રોલ 84.18 રૂપિયા પ્રતિ લીટરથી વધીને આજે 84.37 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ચેન્નાઈમાં આજે પેટ્રોલ 85.76 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જ્યારે ગઈ કાલે ભાવ 85.59 રૂપિયા પ્રતિ લીટર હતો.
તમારા શહેરના ભાવ આ રીતે ચેક કરો
પેટ્રોલ અને ડીઝલના ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલ પર RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત જ તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ આવી જશે. દરેક શહેરના અલગ અલગ કોડ છે. જે તમને IOCની વેબસાઈટ પર મળી જશે.
દરરોજ 6 વાગ્યે જાહેર થાય છે નવા રેટ
રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરેફરા થયા છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થયા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેનો ભાવ બમણો થઇ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, તેના આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરેફાર થયા છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ