મહારાષ્ટ્ર : પ્રાઇમ ક્રિટીકેર હોસ્પિટલમાં આગ લાગી, ICUના દર્દીઓને શિફ્ટ કરતી વખતે 4નાં મૃત્યુ,

518
Published on: 12:26 pm, Wed, 28 April 21
  • થાણેના પ્રાઇમ ક્રિટિકેયર હૉસ્પિટલમાં લાગી આગ
  • દર્દીઓના શિફ્ટિંગ દરમિયાન 4 દર્દીઓના મોત
  • ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી
  • થાણે મહાનગરપાલિકાએ દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા
  • મૃતકોના પરિવારના સભ્યોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરાઈ

કોરોનાની મહામારી વચ્ચે વધુ એક હોસ્પિટલમાં આગની ઘટના બની છે. મુંબઇના થાણેની એક હોસ્પિટલના આઇસીયી વોર્ડમાં આગ લાગતાં 4 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ નથી જાણી શકાયું.મહારાષ્ટ્રમાં થાણેના મુંબ્રા સ્થિત પ્રાઇમ ક્રિટી કેયર હોસ્પિટલમાં આજે સવારે આગની ઘટના બની હતી. આગ લગ્યા બાદ શિફ્ટિંગ દરમિયાન ચાર લોકોના કરૂણ મૃત્યુ થયા છે. આગ સવારે 3 વાગ્યાની આસપાસ લાગી હતી. આગની ઘટના બનતા દર્દીને બીજી નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે.

હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ તાત્કાલિક દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. આ દરમિયાન 4 દર્દીઓના મોત થઇ ગયા. મોતના આંકડા હજુ વધી શકે છે.

મહારાષ્ટ્રના થાણેના મુંબ્રા વિસ્તારમાં બુધવારે સવારે 3 વાગ્યે પ્રાઈવેટ હોસ્પિટલ પ્રાઈમ ક્રિટીકેરમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં 4 દર્દીનાં મૃત્યુ થયાં છે અને લગભગ 20 દર્દીને રેસ્કયૂ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આગ પછી ICUમાં દાખલ થયેલા 6 લોકોના શિફ્ટિંગ દરમિયાન 4નાં મોત થયાં છે.

આ પહેલા મુંબઇથી લગભગ 70 કિલોમીટપ દૂર પાલઘર જિલ્લાના વિરારની હોસ્પિટલમાં પણ આગની ઘટના બની હતી.. જેમાં 15 કોવિડના દર્દીઓના મોત થઇ ગયા હતા. આ ધટનામાં હોસ્પિટલના મુખ્ય અધિકારી અને મુખ્ય પ્રશાસનિક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન મામલે બંનેની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

આગ સવારે 3 વાગ્યાની આસપાસ લાગી હતી અને એની પર લગભગ ત્રણ કલાક પછી સંપૂર્ણ રીતે કાબૂ મેળવી શકાયો હતો.

મહારાષ્ટ્રના હોસ્પિટલોમાં સતત દુર્ઘટના થઇ રહી છે. વિરારમાં આગ લાગતા પહેલા નાસિક મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ડૉ. ઝાકિર હુસૈન હોસ્પિટલનું ઑક્સિજન ટેન્ક લીક થઇ ગયું હતું. આને રોકવા માટે દર્દીઓનું ઑક્સિજન થોડા સમય માટે બંધ કરી દેવાયું હતું. તેના કારણે 24 કોરોનાના દર્દીઓના મોત થઇ ગયા હતા, જે વેન્ટિલેટર પર હતા.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317