બિલ ન ભરતા સુરતની ખાનગી હૉસ્પિટલે પુત્રનો મૃતદેહ રસ્તા પર રઝળતો મૂકી દીધો : પુત્રને ગુમાવનાર પિતા

1020
Published on: 9:42 am, Sun, 2 May 21

પોલીસે ઘટના સ્થળે દોડી જઈને વાતાવરણ થાળે પાડી બન્ને પક્ષકારોને સાંભળ્યા

સુરતમાં ખાનગી હૉસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી એક હૉસ્પિટલના સંચાલકોએ કોરોનાના દર્દીનો મૃતદેહ રસ્તા પર રઝળતો મૂકી દેતા હોબાળો મચી જવા પામ્યો હતો. જોકે આ મામલે પરિવારોએ હોબાળો મચાવવાની સાથે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, તે હૉસ્પિટલનું બિલ નહીં ભરતા હૉસ્પિટલ દ્વારા મૃતદેહ રસ્તા પર મૂકી દીધો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડી ને વધુ તપાસ હાથ ધરી હતી.

હોસ્પિટલ બહાર મૃતદેહ પાસે પરિવારનું હૈયાફાટ રૂદન.

પાંડેસરા પોલીસ કોલોની નજીક રહેતા ભગવાન ત્રીનાથ નાયકને તાવ આવ્યા બાદ ન્યુમોનિયાની અસર જણાતા પાંડેસરાની પ્રિયા જનરલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં14 દિવસ કોરોનાની સારવાર દરમિયાન શનિવારે ભગવાનભાઈ નાયકનું મોત થયું હતું. પરિવારે બાકી બિલ ન ભરતા હોસ્પિટલ દ્વારા મૃતદેહ રસ્તા પર મુકી દેવાયો હતો. જેથી પરિવારે હોબાળો મચાવતા પાંડેસરા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી બંને પક્ષોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.

જોકે સારું નહીં થતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ડૉક્ટરે અઢી હજારમાં સારું થઈ જશે એવું કહ્યું હતું. જોકે ડૉક્ટરે એક્સરે પડાવાનું કહેતા એક્સ-રે પડાવી વધુ ખર્ચ થશે તેવું જણાવ્યું હતું અને દવા લઈ માટે બે દિવસમાં ચાર હજારથી વધુ કિંમતની દવા મંગાવી હતી અને ત્યારબાદ 10-10 હજાર બે વાર ડિપોઝિટ કરવા કહ્યું હતું

અઢી હજારમાં સારું થઈ જશે એમ તબીબોએ કહ્યું હતું

હોબાળો થતા પોલીસ દોડી આવી હતી.

ત્રિનાથ નાયક (મૃતક ભગવાન નાયકના પિતા) એ જણાવ્યું હતું કે, પુત્રને બે દિવસ પહેલાં તાવ આવ્યો હતો. આ ડોક્ટરને બતાવ્યું હતું, એમને દવા આપી હતી. જોકે, સારું નહીં થતા અમે ફરી ડોક્ટરને વાત કરી તો પ્રિયા જનરલ હોસ્પિટલ લાવવા પડશે એમ કહ્યું હતું. અમે હોસ્પિટલ લઈ ગયા તો દાખલ કરવું પડશે અને એક્સ રે પાડવા પડશે એમ કહી અઢી હજારમાં સારું થઈ જશે એવું કહ્યું હતું.

આટલું કરવા છતાં પણ તેઓના દીકરો મૃત્યુ પામ્યો અને હૉસ્પિટલ બહાર રોડ ઉપર મૂકીને હૉસ્પિટલ સંચાલકોએ તાળા મારી દીધા હતા. જેને લઇને તેઓ રોષે ભરાતા હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે પોલીસે ઘટનાસ્થળે આવી ને સમગ્ર મામલો થાળે પાડયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

પરિવાર મૃતદેહ લઈને અંતિમસંસ્કાર માટે રવાના થયો.

મૃતકના પરિવારે કહ્યું એટલે મૃતદેહ નીચે મુક્યો : ડો. જીતુ પટેલ

ડો.જીતુ પટેલે જણાવ્યું હતું કે રાત્રે દર્દીનું મોત નિપજ્યા બાદ પરીવારે જ અમને મૃતદેહ નીચે ઉતારવા કહ્યું હતું. અમને એમ કે શબવાહીની મંગાવી હશે અને તેઓ તેમા તેને લઇ જશે પરંતુ થોડો સમય બાદ કોઈકે પરિવારને ગેરમાર્ગે દોર્યો હતો અને તેના કારણે આ હોબાળો થયો હતો. અમે વાતાવરણ ન બગડે તે માટે પોલીસને જાણ કરી હતી.

જોકે, પરિવારજનોનું કહેવું છે કે, ભલે હૉસ્પિટલના સંચાલકો અને માનવતા મરી પરવારી હોય પરંતુ અમારામાં માનવતા છે અમને ન્યાય મળે કે ન મળે અમે અમારા દીકરાના મૃતદેહને લઇ જઈ તેની અંતિમવિધિ કરશું.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317