જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો પર આતંકવાદી હુમલો, 2 જવાન થયા શહિદ 5 ઘાયલ,હોસ્પિટલમાં દાખલ

410
Published on: 3:54 pm, Mon, 5 October 20

જમ્મુ-કાશ્મીર

જમ્મુ-કાશ્મીર ના પુલવામામાં સુરક્ષાદળો પર આતંકવાદી હુમલો થયો છે. મળતી માહિતી મુજબ પંપોરના કંધીજલ બ્રિજ પર સીઆરપીએફની 110 બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસની રોડ ઓપનિંગ ડ્યુટી પર તૈનાત હતી, ત્યારે આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરીંગ શરૂ કરી દીધી હતી.આતંકવાદીઓએ વિસ્તારમાં હાઈવે પર એક આઈઈડી લગાવ્યો હતો જેનાથી સીઆરપીએફના જવાનોના કાફલાને નિશાનો બનાવી શકાય. આ આઈઈડીમાં રવિવારે સવારે બ્લાસ્ટ થયો જેની ચપેટમાં સીઆરપીએફનો એક જવાન આવી ગયો હતો. ઈજાગ્રસ્ત જવાનને પુલવામાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરીંગ શરૂ કરી દીધી,ઉલ્લેખનીય છે કે આ આતંકી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા, જ્યારે પાંચ ઘાયલ થયા હતા. નોંધપાત્ર છે કે હુમલો થયા બાદ આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો પર આતંકવાદી હુમલો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીઆરપીએફની 110 બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસની રોડ ઓપનિંગ ડ્યુટી પંપોરના કાંધીજલ બ્રીજ પર તૈનાત હતી, ત્યારે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

27 સપ્ટેમ્બરના રોજ પુલવામા જિલ્લાના અવંતીપોરાના સંબૂરા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાબળોની વચ્ચે અથડામણ થઇ હતી. સુરક્ષાબળોની પાસે 2-3 આતંકીઓ છુપાયાના ઇનપુટ હતા. ત્યારબાદ ઓપરેશનમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર કરી દીધા હતા. આ અથડામણ દરમ્યાન એક પોલીસકર્મી ઘાયલ થયા હતા.

આ હુમલા પર બોલતા વડા પ્રધાન મોદીએ કહ્યું, “આતંકીઓએ બહુ મોટી ભૂલ કરી ગયા છે. આ હુમલાને કારણે દેશમાં આક્રોશ છે. હું દેશને ભરોસો આપું છું કે હુમલાની પાછળ જે તાકાતો છે, આ હુમલાના જે ગુનેગારો છે, તેમને તેમના આ કૃત્યની સજા અવશ્ય મળશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ