પંજાબી સિંગર દિલજીત દોસાંઝે આંદોલન કરી રહેલા ખેડૂતોને આપ્યું આટલા કરોડનું દાન..

3416
Published on: 12:58 pm, Sun, 6 December 20

અભિનેતા દિલજીત દોસાંઝ

પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે દિલ્હીમાં આંદોલનકારી ખેડૂતોને ઠંડીથી બચાવવા માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ પૈસાથી ખેડુતોને ગરમ વસ્ત્રો આપવામાં આવશે. ઠંડા વાતાવરણમાં પંજાબના ખેડુતો અને વડીલો સરહદ પર આંદોલન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દિલજીતે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને આવો નિર્ણય કર્યો અને દાન કર્યું છે. પંજાબી સિંગર સિંઘાએ તેના એક વીડિયોમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેમજ દિલજીતનાં યોગદાન બદલ આભાર પણ માન્યો છે.

સિંઘાએ કહ્યું કે દિલજીતે આ ખુબ મોટું દાન કર્યું છે અને આનાથી મોટું દાન હજુ સુધી કોઈએ કરવાનો પ્રયાસ કર્યો નથી. તેમણે એમ પણ માહિતી આપી હતી કે આ પૈસાથી ખેડૂત આંદોલનમાં જોડાનારા વડીલો માટે ગરમ કપડાં અને ધાબળા ખરીદવામાં આવ્યા છે. સિંઘાએ સોશિયલ મીડિયા પર દિલજીત દોસાંઝનો આભાર પણ માન્યો હતો. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, “દિલજીત દોસાંજનો ખૂબ ખૂબ આભાર.

farmers protest with yes or no placards farmer leaders sit on silent protest at meeting want govt to spell out position on...

ઉલ્લેખનીય છે કે દિલજીત દોસાંઝનો આ દિવસોમાં કંગના સાથે ટ્વિટર યુદ્ધ ચાલી રહ્યું છે અને એની ચર્ચા પણ ચારેકોર છે. આ જંગ ત્યારે શરૂ થયું જ્યારે કંગનાએ ખેડૂત આંદોલનમાં વૃદ્ધ મહિલાને શાહીન બાગની દાદી કહીને બોલાવી અને કહ્યું કે આ દાદી કોઈપણ આંદોલનમાં 100 રૂપિયા માટે પહોંચી જાય છે. દિલજીતને આ ગમ્યું નહીં અને તેણે મહિલાની વાસ્તવિક ઓળખ જાહેર કરી અને કંગના પર ફિટકાર વરસાવ્યો હતો.

બેઠક ખતમ થયા બાદ વિજ્ઞાન ભવનથી બહાર આવેલા નેતાઓએ કહ્યું કે કેન્દ્ર સરકારે કહ્યું કે તે 9 ડિસેમ્બરે એક પ્રસ્તાવ મોકલશે. અમે અંદરોઅંદર આના પર ચર્ચા કરીશું. એ બાદ તે જ દિવસે બેઠક થશે. હકિકતમાં સરકાર સાથેની વાતચીત દરમિયાન ખેડૂતો ભડક્યા હતા. તેમણે કહી દીધું હતુ કે સરકાર માંગો પુરી કરે નહીં તો મીટિંગ છોડીને જતા રહીશું. બીજી તરફ કૃષિ મંત્રીએ ખેડૂતોને અપીલ કરતા કહ્યું કે તમે સિનિયર સિટીઝન અન બાળકોને ઘરે જવા માટે કહો.

ખેડૂતોના સમર્થનમાં દિલજીત દોસાંઝ પહોંચ્યા

પંજાબી સિંગર અને એક્ટર દિલજીત સિંહ દોસાંઝ શનિવારે સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મળવા માટે પહોંચ્યા હતા. ખેડૂતોની મુલાકાત બાજ દિલજીત દોસાંઝએ તેમને સંબોધિત કર્યા હતા.  તેમણે કહ્યું કે અમારી કેન્દ્રને એક જ અરજી છે કે મહેરબાની કરીને ખેડૂતોની માંગણીને પુરી કરે. અહીં તમામ લોકો શાંતિથી બેઠા છે અને સમગ્ર દેશ ખેડૂતોની સાથે છે. તેમણે કહ્યું કે તમને બધાને સલામ, ખેડૂતોએ એક નવો ઈતિહાસ રર્યો છે. આ ઈતિહાસ આવનારી પેઢીને સંભળાવવામાં આવશે. ખેડૂતોના મુદ્દાને કોઈ દ્વારા ફેરવવો ન જોઈએ.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ