અરવિંદ કેજરીવાલના પત્ની પણ કોરોનાની ઝપેટમાં, CM પોતે થયા આઇસોલેટ, રાહુલ ગાંધી કોરોના સંક્રમિત, આઇસોલેટ થયા..

861
Published on: 5:42 pm, Tue, 20 April 21
જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે પણ ટેસ્ટ કરાવી લે : રાહુલ ગાંધી
કેજરીવાલનાં પત્ની પણ કોરોના સંક્રમિત
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ કોરોનાની ઝપટમાં

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને કોરોના થયો છે. પત્ની કોરોના પોઝિટિવ હોવા પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પોતાને અલગ કરી દીધા છે. અરવિંદ કેજરીવાલને ગયા વર્ષે જૂનમાં કોરોના સંબંધિત કેટલીક ફરિયાદો પણ હતી, જોકે તેમનો અહેવાલ નેગેટીવ આવ્યો હતો.

દિલ્હીની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ સતત સક્રિય છે અને બેઠકો સાથે ઘણી જગ્યાએ મુલાકાત પણ લઈ રહ્યા છે. કોરોનાના કેસમાં સતત થઇ રહેલા વધારેને ધ્યાનમાં લઇ સોમવારે સવારે પાંચ વાગ્યા સુધી દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે હળવા લક્ષણો પછી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે પણ ટેસ્ટ કરાવી લે.

કોંગ્રેસનેતા રાહુલ ગાંધી કોરોના સંક્રમિત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે હાલ તેઓ હોમ આઈસોલેશનમાં છે. રાહુલ છેલ્લા ઘણા દિવસોથી કેરળ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, આસામ અને તામિલનાડુની ચૂંટણીઓ માટે રેલીઓ કરી રહ્યા હતા. બે દિવસ પહેલાં જ તેમણે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને બંગાળમાં થનારી પોતાની તમામ રેલીઓને રદ કરી દીધી હતી.

કેજરીવાલનાં પત્ની પણ કોરોના સંક્રમિત

કેજરીવાલનાં પત્ની પણ સંક્રમિત, CM ક્વોરન્ટીન થયા. આ પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ પણ કોરોના સંક્રમિત થયાં છે. તેમણે પોતાને હોમ આઈસોલેશનમાં રાખ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ક્વોરન્ટીન થઈ ગયા છે. થોડા દિવસો સુધી તેઓ ઘરેથી કામકાજ સંભાળશે.

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આજે દિલ ખોલીને બોલી રહ્યા છે... - echhapu.com

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ કોરોનાની ઝપટમાં

નોંધનીય છે કે પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા મનમોહન સિંહ પણ હાલ કોરોના પોઝિટિવ છે. હાલ તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એઈમ્સના ડોક્ટર્સ સતત તેમના પર વોચ રાખી રહ્યા છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317