રાજ કુંદ્રા રેકેટ : પોર્નોગ્રાફી કાંડ મામલે પુનમ પાંડેએ આપી પોતાની પ્રતિક્રિયા, મારા ફોટો – વિડીઓ ની સાથે કર્યું આ કામ..

1723
Published on: 3:08 pm, Wed, 21 July 21
  • રાજ કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ 
  • 19 જુલાઇના રોજ કરવામાં આવી ધરપકડ 
  • રાજ કુંદ્રા સાથે પોર્નોગ્રાફી કન્ટેન્ટમાં સામેલ, કરોડોનું ટર્નઓવર
  • રાજની વૉટ્સઍપ ચૅટ થઇ રહી છે વાયરલ
  • પોર્નોગ્રાફી કાંડ મામલે પુનમ પાંડેએ આપી પોતાની પ્રતિક્રિયા
  • ધરપકડ બાદ પહેલી વખત સામે આવી રાજ કુન્દ્રાની તસવીરો

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પોર્ન મૂવીઝ બનાવવાનો અને કેટલીક એપ્સ પર અપલોડ કરવાનો આરોપ છે. હજી સુધી રાજ કુન્દ્રા અથવા શિલ્પા શેટ્ટી તરફથી આ આરોપો અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ધરપકડ થયા બાદથી રાજ કુન્દ્રાને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તેના જૂના વિવાદિત કેસો પણ સામે આવી રહ્યા છે.

Poonam Pandey એ Raj Kundra પર લગાવ્યા હતા ગંભીર આરોપ, કહ્યું- મારા Photos-Videos ની સાથે કર્યું આ કામ

મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ ગત વર્ષે બોમ્બે હાઈકોર્ટમાં રાજ કુન્દ્રા અને તેના સાથી સૌરભ કુશવાહા સામે ફરિયાદ નોંધાવી હતી. પૂનમ પાંડેએ રાજ કુન્દ્રા પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે રાજ કુન્દ્રા અને તેમની કંપનીએ તેના વીડિયો અને તસવીરોનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે. પૂનમે કહ્યું કે, બંને વચ્ચે કોન્ટ્રાક્ટ પેમેન્ટમાં થયેલી ગેરરીતિને કારણે સમાપ્ત થયો હતો. બીજી તરફ રાજ કુન્દ્રા અને સૌરભ કુશવાહાએ આ આક્ષેપોનો જોરદાર ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં, આ તાજેતરના કેસના તાર પણ ક્યાંક પૂનમના કેસ સાથે સંબંધિત છે.

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. રાજ પર પોર્ન વીડિયો બનાવવાનો તથા એપના માધ્યમથી અપલોડ કરવાનો આક્ષેપ છે. તપાસમાં એ વાત સામે આવી કે આ પોર્નોગ્રાફી રેકેટમાં ઇંગ્લેન્ડની એક ફર્મ પણ સામેલ છે. આ ફર્મના ડિરેક્ટર પ્રદીપ બક્ષી છે.

રાજને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો એ સમયની તસવીર.

રાજની વૉટ્સઍપ ચૅટ વાયરલ થઇ હતી અને તેમાં સામે આવ્યું કે તેના ફોનમાં H નામનું એક ગ્રુપ હતું જેમાં તે બિઝનેસની વાતો કરતો હતો. તેના બિઝનેસ પાર્ટનર અને મૉડલ તેમજ એક્ટ્રેસના પેમેન્ટ વિશેની ચર્ચાઓ પણ તે જ ગ્રુપમાં થતી હતી. તેની સાથે તે પ્લાન Bની તૈયારીઓ પણ કરી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ પહેલા પૂનમ પાંડેએ રાજ કુંદ્રા પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે. પૂનમે રાજ કુંદ્રા અને સૌરભ કુશવાહા વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. પૂનમે આરોપ લગાવ્યો હતો કે રાજની કંપની તેના વીડિયો અને તસવીરોનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે. પૂનમે કેટલાક પૈસાના લેણદેણ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જો કે, તે સમયે રાજ કુંદ્રા દ્વારા આ આરોપોને જોરદાર નકારી કાઢવામાં આવ્યા હતા.

આ પહેલીવાર નથી જ્યારે રાજ કુંદ્રાનું નામ અશ્લીલ ફિલ્મો બનાવવાના કૌભાંડમાં સામે આવ્યું છે. અગાઉ મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડે અને અન્ય એક મોડેલ સાગરિકા શોનાએ પણ આ પ્રખ્યાત ઉદ્યોગપતિ પર ગંભીર આક્ષેપો કર્યા છે. જ્યારે મોડેલ સાગરિકા આ ​​રેકેટ વિશે ખુલ્લેઆમ બોલી હતી ત્યારે રાજ કુંદ્રાનું નામ આ રેકેટ સાથે સૌ પ્રથમ સંકળાયેલું હતું.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317