રાજસ્થાનમાં ભયંકર દુર્ઘટના: હાઇટેન્શન લાઇનની ઝપટમાં બસ આવતા 6 લોકો બળીને ખાખ, 19 લોકો ગંભીર રીતે થયા ઘાયલ

1113
Published on: 2:49 pm, Sun, 17 January 21
રાજસ્થાન

રાજસ્થાનથી એક દુખદાયક સમાચાર મળી સામે આવ્યા છે. રાજસ્થાનના જાલોર જિલ્લામાં એક બસને ઇલેક્ટ્રિક વાયરના ચપેટમાં આવી ગઈ અને કરંટ લાગ્યા બાદ બસમાં આગ લાગી ગઈ. બસમાં કરંટ લાગવાથી 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ બસ બાડમેરથી બ્હાવર જઈ રહી હતી, આ અકસ્માત રાજસ્થાનના જાલોર જિલ્લામાં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, મુસાફરોથી ભરેલી બસ જાલોર જિલ્લાના મહેશપુરા ગામથી રસ્ત ભટકી ગઈ હતી અને તે ગામ પહોંચી હતી, જ્યાં ડ્રાઇવરે બસને ઇલેક્ટ્રિક વાયરને ઝૂલતા જોઇને અટકાવી હતી.

આપને જણાવી દઈએ કે, આ ઘટનામાં બ્યાવરના સોનલ, સુરભી, ચાંદ દેવી, અજમેરના રાજેન્દ્ર અને ડ્રાઈવર ધર્મચંદ જૈન તેમજ કન્ડક્ટરના મોત થયા છે. આ ઉપરાંત જયપુરના પ્રિયંકા, અજમેરના નિશા જૈન, બ્યાવરના શંકુતલા, અનૌસી, ભીલવાડાના શિલ્પા બાફના, બ્યાવરની સુનીતા, જયપુરના સીમા જૈન, રિતિકા અને શિલ્પા ઘાયલ છે.

rajasthan passenger bus caught electric current in jalore

ઘટનાની માહિતી મળ્યા પછી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં કરી હતી. ઘાયલોનો ઈલાજ ઝાલોર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાથી તેમને રિફર કરાયા છે.

રસ્તો ભૂલવાના કારણે મહેશપુરા ગામમાં પહોંચી ગયા

દુર્ઘટના ઝાલોર જિલ્લાથી 7 કિમી દૂર મહેશપુરા ગામમાં શનિવારે રાતે 10.45 વાગ્યે બની. બસમાં સવાર તમામ શ્રદ્ધાળુ અજમેર અને બ્યાવરના છે. તેઓ બે બસોમાં સવાર થઈને શુક્રવારના રાત બ્યાવરથી રવાના થયા હતા. તમામ ઝાલોરના માંડોલીમાં જૈન મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન પછી તેઓ બ્યાવર પરત આવતી વખતે રસ્તો ભૂલીને મહેશપુરા ગામે પહોંચી ગયા હતા. મહેશપુરાની સાંકડી ગલીઓમાંથી પસાર થતી વખતે 11 કેવી લાઈનની ઝપટમાં બસ આવી ગઈ અને કરંટ ફેલાઈ જતા આખી બસમાં આગ લાગી ગઈ.

તારની ઊંચાઈ જોવા માટે બસની ઉપર ચઢ્યો હતો કન્ડક્ટર

બસમાં સવાર મુસાફરોએ જણાવ્યું કે તેઓ નાકોડા પછી માંડોલીમાં દર્શન કરવા ગયા હતા. શનિવારે મોડી સાંજે તમામ ઝાલોર શહેર પહોંચી ગયા હતા. અહીં ભોજન કર્યા પછી તેમને બ્યાવર જવાનું હતું. ગૂગલ મેપથી બ્યાવરનો માર્ગ જોઈને બસ આગળ વધી રહી હતી. ભૂલથી બસ મહેશપુરા ગામમાં પહોંચી. બસ ગામની સાંકડી ગલીમાં પહોંચી ગઈ અને ત્યાં 11 કેવીની લાઈન ખૂબ નીચે હતી. બસનો કન્ડક્ટર તાર જોવા માટે ઉપર ચઢ્યો. કન્ડક્ટર 11 કેવીની લાઈન હટાવવા લાગ્યો અને કરંટ આખી બસમાં ફેલાઈ ગયો, જેનાથી આગ લાગી.

મૃતકોની યાદી, ડ્રાઈવર-કંડકટર અને 3 મહિલાઓ

1. શ્રીમતી સોનલ જૈન પત્ની અનિલ જૈન, ઉંમર 44 વર્ષ, શાહપૂરા, બ્યાવર અજમેર
2. શ્રીમતી સુરભી પત્ની અંકિત જૈન, ઉંમર 25 વર્ષ, બ્યાવર અજમેર
3. શ્રીમતી ચાંદ દેવી પત્ની ગજરાજ સિંહ, ઉંમર 65 વર્ષ, બ્યાવર
4. શ્રી રાજેન્દ્ર જૈન , ઉંમર 58 વર્ષ અજમેર
5. બસ ડ્રાઇવર- ધર્મચંદ્ર જૈન, પ્રજાપતિ ટ્રાવેલ્સ
6. ખલાસી

આ ઉપરાંત જયપુરના પ્રિયંકા, અજમેરના નિશા જૈન, બ્યાવરના શંકુતલા, અનૌસી (10), ભીલવાડાના શિલ્પા બાફના (36), બ્યાવરની સુનીતા (45), જયપુરના સીમા જૈન, રિતિકા (16) અને શિલ્પા ઘાયલ છે.

ડોક્ટરે આપી આ માહિતી

ઘટના વિશે જાલૌરના પ્રમુખ ચિકિત્સા અધિકારીએ કહ્યું કે 6 લોકોના મોતની સાથે 6 અતિ ગંભીર દર્દીઓને જોધપુર રીફર કરાયા છે. આ સિવાય અન્ય 13 ગંભીર લોકોની સારવાર ચાલી રહી છે. જે યાત્રી બસની સાથે આ ઘટના બની તેનો રજિસ્ટ્રેશન નંબર આરજે 51 પીએ 0375 છે. મળતી માહિતી અનુસાર બસ પણ આગમાં બળીને ભડથું થઈ ચૂકી હતી.

રસ્તો ભૂલવાના કારણે મહેશપુરા ગામમાં પહોંચી ગયા
દુર્ઘટના ઝાલોર જિલ્લાથી 7 કિમી દૂર મહેશપુરા ગામમાં શનિવારે રાતે 10.45 વાગ્યે બની. બસમાં સવાર તમામ શ્રદ્ધાળુ અજમેર અને બ્યાવરના છે. તેઓ બે બસોમાં સવાર થઈને શુક્રવારના રાત બ્યાવરથી રવાના થયા હતા. તમામ ઝાલોરના માંડોલીમાં જૈન મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન પછી તેઓ બ્યાવર પરત આવતી વખતે રસ્તો ભૂલીને મહેશપુરા ગામે પહોંચી ગયા હતા. મહેશપુરાની સાંકડી ગલીઓમાંથી પસાર થતી વખતે 11 કેવી લાઈનની ઝપટમાં બસ આવી ગઈ અને કરંટ ફેલાઈ જતા આખી બસમાં આગ લાગી ગઈ.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ