શ્રીગંગાનગરમાં BJP નેતા કૈલાશ મેઘવાલ ના ફાડ્યા કપડા, ખેડૂતો બરાબરના વિફર્યા, પોલીસે આવીને કર્યો બચાવ..

727
Published on: 1:42 pm, Sat, 31 July 21
  • રાજસ્થાનમાં ખેડૂતોએ ભાજપ નેતાના કપડા ફાડ્યા 
  • ખેડૂતો કૃષિ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન કરતા હતા 
  • કપડા ફાડી નાખ્યા
  • સમગ્ર મામલે પોલીસે સ્થળ પર પહોચી મામલો થાળે પાડ્યો 
  • પોલીસે આવીને કર્યો બચાવ

Image

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રાજ્ય સરકાર સામે થઇ થઈ રહેલા ભાજપાના જિલ્લા સ્તરીય પ્રદર્શનમાં સામેલ થવા આવેલા હનુમાનગઢના ભાજપા કાર્યકર્તા અને SC મોરચાના પ્રદેશ અધ્યક્ષ કૈલાશ મેઘવાલના ખેડૂતોએ મહારાજા ગંગાસિંહ ચોક પર કપડા ફાડી નાખ્યા છે. કૈલાશ મેઘવાલના કપડા ફાડવાની ઘટના પછી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે કૈલાસ મેઘવાલને ખેડૂતો પાસેથી છોડાવ્યા હતા. આ તણાવ વચ્ચે ભાજપાના ધરણા તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને રોકવા માટે પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો હતો.

કેન્દ્ર સરકારે જે નવા 3 કૃષિ કાયદા અમલમાં મુક્યા છે. તેનો છેલ્લા કેયલાય સમયથી દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. જોકે રાજસ્થાનમાં કૃષિ કાયદાના વિરોધ વચ્ચે એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. શ્રીગંગાનગરમાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ભાજપ નેતા કૈલાશ મેઘવાલ સાથે ગેરવર્તણૂંક કરીને તેમના ફાડી કાઢ્યા જેના કારણે આ મુદ્દો ઘણો ચર્ચાનો વિષય બન્યો છે.

ભાજપા દ્વારા રાજ્ય સરકાર સામે વિભિન્ન જનહિતના મુદ્દાને લઇને સેન્ટ્રલ જેલ સામે ધરણા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ કિસાન મોરચાના આહ્વાન પર ત્રણ કેન્દ્રીય કૃષિ કાનૂનો સામે ભાજપાના વિરોધમાં ખેડૂતો મહારાજા ગંગા સિંહ ચોક પર ધરણા કરી રહ્યા છે. એક સપ્તાહમાં કિસાન પ્રદર્શનકારીઓએ બીજેપી નેતા પર હુમલો કર્યો હોય અને કપડા ફાડી નાખ્યા હોય તેવો આ બીજો બનાવ છે.

સ્થળ પર સમગ્ર મામલે પરિસ્થિતી વણસી જવાને કારણે પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ભાજપ નેતા કૈલાશ મેઘવાન મોંઘવારી અને સિંચાઈના મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા ગયા હતા. જોકે કૃષિ કાયદાને લઈને આ પહેલો આવો બનાવ સામે નથી આવ્યો. હરિયાણામાં પણ અમુક ભાજપના નેતાઓ સાથે ગેરવર્તણૂંક થઈ હતી.

શ્રીગંગાનગરમાં BJP નેતા કૈલાશ મેઘવાલ પર ખેડૂતોએ કર્યો હુમલો, કપડા ફાડી નાખ્યા

વિરોધ પ્રદર્શન કરનાર ખેડૂતોએ તે સમયે માત્ર મલોટમાંજ નહી પરંતું બીજા બે અન્ય નેતાઓ સાથે પણ જુદા જુદા સ્થળોએ ભાજપના નેતાઓ સાથે આવી હરકત કરી હતી. ઘટનાને કારણે પોલીસનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો. જ્યા પોલીસે તે નેતાઓને બચાવ્યા હતા.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317