કન્યાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટવ આવતાં વર-વધૂએ PPE કિટ પહેરીને લગ્ન કર્યાં,

578
Published on: 2:33 pm, Mon, 7 December 20

રાજસ્થાન

https://www.facebook.com/gujaratupdatenews/videos/1639636892888210/

કોરોના વાઈરસે એક તરફ લોકોને ઘરમાં રહેવા મજબૂર કરી દીધા છે તો બીજી તરફ, આ મહામારીના સમયમાં લગ્નનું આયોજન કરવું પણ કોઈ પડકારથી ઓછું નથી. સંક્રમણ ફેલાવવાના ડરથી સંબંધીઓ લગ્નમાં જવાથી પણ બચે છે. એવામાં રાજસ્થાનના બારાના કેલવાડા કોવિડ કેન્દ્રમાં જ એક યુગલે PPE(પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ) કિટ પહેરીને લગ્ન કરી દીધાં, કારણ કે વધૂનો લગ્નના દિવસે જ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ લગ્ન સમારંભને કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યો છે અને એનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે.

રાજસ્થાન ના બારાં ના કેલવાડામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા, જ્યાં કોરોના પોઝિટિવ દુલ્હને પીપીઇ કિટ પહેરીને પોતાના દુલ્હા સાથે 7 ફેરા લઈને જીવનની નવી ઇનિંગની શરૂઆત કરી છે. મૂળે, કેલવાડાના છતરગંજ ગામની રહેવાસી યુવતી અને તેની માતાને બે દિવસ પહેલા તબીયત ખરાબ થતાં ગામમાં આવેલી કોરોના તપાસ ટીમને સેમ્પ્લ આપ્યા હતા. પછી આખો પરિવાર સામાન્ય રીતે લગ્નની તૈયારીમાં લાગી ગયો. ફેરાના થોડા કલાક પહેલા દુલ્હન અને તેની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ કેલવાડાના કોવિડ સેન્ટર માં જ મંડપ સજાવવામાં આવ્યો અને લગ્નની વિધિ પૂરી કરવામાં આવી. આ વિવાહ પ્રશાસનિક અધિકારીઓની હાજરીમાં યોજવામાં આવ્યા.

લગ્ન સમારંભમાં કોવિડ-19ના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું

ન્યૂઝ એજન્સી એનએનઆઈ દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વિડિયોમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પૂજારી સિવાય આ લગ્નમાં એક વ્યક્તિ હાજર છે. લગ્ન સમારંભમાં કોવિડ-19ના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે. તસવીરમાં આ યુગલ હવનકુંડની સામે બેઠેલું દેખાઈ રહ્યું છે. આ સિવાય લગ્નની વિધિ કરાવનાર બ્રાહ્મણ પણ PPE સૂટમાં હતા.

PPE કિટ પહેરીને યોજાયા લગ્ન

દુલ્હા-દુલ્હન, તેમના માતા-પિતા, પંડિતે પીપીઇ કિટ પહેરીને મંડપમાં લગ્ની વિધિ પૂરી કરાવી. વિધિવત મંત્રોચ્ચારની વચ્ચે દુલ્હા-દુલ્હને પીપીઇ કિટ પહેરીને એક બીજાના ગળામાં માળા પહેરાવી સાત ફેરા લીધા. મૂળે છતરગંજ નિવાસી યુવતીના લગ્ન દાંતા નિવાસી સરકારી અધ્યાપક સાથે નક્કી થયા હતા.

રવિવારે યુવતીના ઘરવાળા ધર્મશાળા માટે રવાના થયા. સમારોહ ની તમામ તૈયારીઓ ધર્મશાળામાં કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન બે દિવસ પહેલા ગામમાં જ કોરોના મહામારીની તપાસ માટે આપવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ આવી ગયો. જેમાં દુલ્હન તથા તેની માતા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું. આ સાંભળતા જ પરિવાર અસમંજસમાં પડી ગયો.

VIDEO: લગ્નના થોડા કલાક પહેલા દુલ્હન કોરોના પોઝિટિવ, કોવિડ કેર સેન્ટરમાં PPE કિટ પહેરીને લીધા સાત ફેરા

તસવીરમાં દેખાઈ રહેલી લગ્નની વિધિ દરમિયાન વરે પીપીઈ કિટની સાથે પાઘડી પહેરી હતી, જ્યારે વધૂએ પણ વિધિ દરમિયાન ચહેરાને માસ્કથી ઢાંકી રાખ્યો હતો અને હાથોમાં મોજાં પહેર્યાં હતાં.કોરોના દરમિયાન કરવામાં આવેલા આ સ્પેશિયલ લગ્નના વિડિયોને સોશિયલ મીડિયામાં સંખ્યાબંધ લાઈક્સ અને કમેન્ટ્સ મળ્યાં છે. એની સાથે જ વિડિયો વાઈરલ થઈ ગયો છે અને આ અંગે વિવિધ પ્રકારના મીમ્સ પણ લોકો શેર કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં અત્યારસુધીમાં બે લાખથી વધુ કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. ભારતમાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા 96 લાખથી વધુ છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ