રાજકોટ: હાઉસફૂલ હૉસ્પિટલમાં 9,000 રૂપિયા આપો અને બેડ મેળવો , સિવિલ હોસ્પિટલમાં મોટા કૌભાંડનો પર્દાફાશ..

853
Published on: 2:29 pm, Wed, 21 April 21
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટા કૌભાંડનો પર્દાફાશ
  • બેડ ખાલી કરાવવા માટે ઉઘરાવાય છે રૂપિયા
  • એક બેડ ખાલી કરાવવાનો ભાવ 9 હજાર રૂપિયા
  • હાઉસફૂલ હૉસ્પિટલમાં 9,000 રૂપિયા આપો અને બેડ મેળવો!

રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલની બાજુમાં આવેલી ચૌધરી હાઇસ્કૂલ મેદાનમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે. બીજી તરફ રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલમાં વધુ એક કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં ત્રણ જેટલા વીડિયો વાયરલ થયા છે. જે વાયરલ વીડિયોમાં સિવિલ હૉસ્પિટલમાં દાખલ થવા માટે રૂપિયા 9,000ની લાંચ માંગવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં બેડ માટે પૈસા ઉઘરાવાય છે. સિવિલ હોસ્પિટલમાં બેડ માટે પૈસા ઉઘરાવતા હોવાનું સામે આવ્યું છે. સિવિલમાં બેડ માટે 9 હજાર રૂપિયા લેવામાં આવે છે. એક બેડ ખાલી કરાવવા માટે 9 હજાર રૂપિયા લેવાય છે. આ સમગ્ર મામલે વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં પૈસા માંગનાર યુવક કહી રહ્યો છે કે, “ચૌધરી ગ્રાઉન્ડમાં આવીને કૉલ કરજો. અડધી કલાકમાં દર્દીને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાવી આપીશ.” બીજા એક વીડિયોમાં એ જ યુવાન દર્દીના સગા સંબંધીઓ પાસેથી ATM સેન્ટરની અંદર રોકડ રૂપિયા લેતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્રીજા વીડિયોમાં એ જ યુવાન પોતાના GJ-10-DG-5394 નંબરના ટુ-વ્હીલર પર બેઠો હોવાનું સામે આવ્યું છે.

વાયરલ થયેલા વીડિયો મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ પ્રદ્યુમનનગર પોલીસ મથકના અધિકારીઓ દ્વારા વીડિયોમાં દેખાઇ રહેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317