રાજકોટ : ડેપ્યુટી કલેક્ટરના પરિવારનો અકસ્માત સીમંત પ્રસંગે આવેલાં ભાઈ-બહેન અને ભાણેજનાં અકસ્માતમાં મોત,

1088
  • ગમખ્વાર અકસ્માત થયો
  • એક જ પરિવારના 3 લોકોના મોત 
  • ભાવનગર-રાજકોટ હાઇ-વે થયો અકસ્માત
  • મામલતદાર, ડે.કલેક્ટર સહિતના અધિકારી હોસ્પિટલ પહોંચ્યા
  • રાજકોટ ડેપ્યુટી કલેકટર ચરણસિંહનાં પત્નીના પિયર પાલિતાણાના મોખડકા ગામે પ્રસંગોપાત્ત આવ્યા હતા

ગઢડા(સ્વામિના) તાલુકાના ઢસા નજીક માંડવા – ઢસા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાતાં એકજ પરિવારના ૩ સદસ્યોના કરુણ મોત નીપજવાની ઘટનાથી ભારે કમકમાટી ફેલાવા પામેલ છે. આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર, રાજકોટમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા ચરણસિંહ ગોહિલનાં પત્ની અને પુત્રી બંને પોતાના પિયર મોસાળ પાલિતાણા તાલુકાના મોખડકા ગામે હતા. જેથી બહેન અને ભાણેજને મૂકવા માટે ભાઈ ધનંજયસિંહ ચૂડાસમા રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ધનંજયસિંહ રણજિતસિંહ ચૂડાસમા (ઉં.વ.21 ગામ મોખડકા), ચેતનાબેન ચરણસિંહ ગોહિલ (ઉં.વ.29) અને ગરિમા ચરણસિંહ ગોહિલ (ઉં.વ.5)નાં મોત નીપજ્યાં હતાં.

અકસ્માતની ઘટના બનતા અન્ય વાહન ચાલકો અને આસપાસથી લોકો દોડી આવેલ . અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફીક જામ સર્જાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફીક જામને હળવો કરી જરૂરી કાર્યવાહી કરી તમામ મૃતદેહને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડેલ જયાં ગઢડા મામલતદાર, ગઢડા પીએસઆઈ, અન્ય ડેપ્યુટી કલેકટરો, તેમજ રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.

અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો

મૃતકના પરિજનો અને રાજપુત સમાજના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા
બનાવની જાણ થતાં જ મૃતકોના પરિજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારજનોએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. તેમજ મોટી સંખ્યામાં રાજપુત સમાજના આગેવાનો ગઢડા હોસ્પિટલ પહોંચ્યા હતા.

અકસ્માતની જાણ થતાં લોકો એકઠાં થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી

રાજકોટના ડે.કલેક્ટર ચરણસિંહ ગોહિલ
ગઢડાના માંડવા અને ઢસા ગામ વચ્ચે અકસ્માતમાં મૃત્યુ પામનારમાં રાજકોટ ડે.કલેકટરના પત્ની,પુત્રી અને સાળા હતા. ચરણસિંહ ગોહિલ રાજકોટના ડેપ્યુટી કલેકટર તરીકેની ફરજ બજાવે છે. ઘટનાની જાણ થતાં ગઢડા મામલતદાર, PSI સહીત હોસ્પિટલ પહોંચ્યા હતા.

રાજકોટથી ભાવનગર જતાં પરિવારના ત્રણેય સભ્યોનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. આઈસર સાથે કારની ટક્કરથી કારમાં બેઠેલા ડે.કલેક્ટરના પત્ની અને બાળકી સહિત તેમના સાળાનું મોત નિપજ્યું છે. તમામના મૃતદેહને ગઢડા હોસ્પિટલ ખસેડાયા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 2331