રાજકોટ : મેટોડા GIDC નજીક ST બસ ધડાકાભેર અથડાતાં 4 મેડિકલ સ્ટુડન્ટના મોત, ત્રણ ગંભીર

1080
Published on: 10:55 am, Wed, 4 August 21
  • રાજકોટ કાલાવડ રોડ પર અકસ્માત
  • ST બસ અને કાર વચ્ચે અકસ્માત
  • JCBથી પતરું કાપી મૃતદેહ બહાર કાઢ્યા
  • ગંભીર રીતે ઘાયલ 2 લોકોને હોસ્પિટલ ખસેડાયા
  • અકસ્માત પગલે રાજકોટ કાલાવડ હાઇવે પર ટ્રાફિકજામ, પોલીસ કાર્યવાહી હાથ ધરી
  • અકસ્માતમાં ત્રણ મેડિકલ વિદ્યાર્થીના મૃત્યુ, 3 ગંભીર

મૃતકોની ડેડબોડી સિવિલ ખાતે

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસી પાસે એસટી બસ અને Honda amaze કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 ભાવિ તબીબોના મોત નિપજ્યા છે. જ્યારે કે એક ભાવિ તબીબ હજુ પણ હાલ સારવાર હેઠળ છે. તો બીજી તરફ બસ માં રહેલા બે જેટલા મુસાફરોને ઇજા પહોંચી હોવાના કારણે સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મૃતક ડોક્ટર સિમરન ગિલાનીની ફાઈલ તસવીર

ગુજરાતના હાઇવે પર દિન પ્રતિદન અકસ્માતની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. રાજકોટ કાલાવડ રોડ પર ST બસ અને કાર ધડાકાભેર અથડાતાં ચકચાર મચી છે. હાઇવે પર આવેલા વાજડી ગામ નજીક થયેલા આ ગોઝારા અક્સ્માતમાં  4 વિદ્યાર્થીના મૃત્યુ થયા છે જ્યારે અન્ય 3  વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઉલ્લેખનીય છે કે મૃતકો પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા. મૃતક નિશાંત દાવડા, ડો, સિમરન ગિલાની, આદર્શ ગોસ્વામી અને ફોરમ ધ્રાંગધરિયા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાં ગયા હતા. આ ઉપરાંત બસમાં બેઠેલા કાલાવડના બે મુસાફરોને પણ ઇજા પહોંચી હતી.આ ગમખ્વાર અકસ્માતમાં આગળ બેઠેલા આદર્શ અને નિશાંતના ટુકડે ટુકડા થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જ્યારે ડૉ. કૃપાલી ગજજર હાલ સારવાર હેઠળ છે.

બી.એચ.એમ.એસ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ માટે મંગળવાર અમંગળ સાબિત થયો છે. ખીરસરા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત સમયે યાદગીરી માટે તમામ ટીમ મેમ્બર્સે ગ્રુપ ફોટો પડાવ્યો હતો. પરંતુ ફોટો પણ આવતા સમયે કોઈને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આ તેમનો અંતિમ ગ્રુપ ફોટો બની જશે. ત્યારે ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ પરત ફરી રહેલા honda amaze કારમાં સવાર પાંચ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અકસ્માત નડ્યો હતો.

આ ઘટનામાં કારમાં બેઠેલા પાંચ પૈકી આદર્શ ગોસ્વામી, નિશાંત દાવડાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે સીમરન ગીલાણી અને કૃપાલી ચેતનભાઇ ગજ્જરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ ત્યાં ફોરમનો નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો. મૃતકોમાં સીમરન, નિશાંત અને આદર્શ તથા ફોરમ રાજકોટના જ વતની હતા. જયારે ઘાયલ કૃપાલી ભાવનગરની છે.

પરિવારજનોનું હૈયાફાટ રુદન

કારની સ્પીડ એટલી તીવ્ર હતી કે જેના કારણે તે એસટી બસના આગળના ભાગમાં ઘુસી ગઈ હતી. આ કારણે ઘટના સ્થળ પર જ નિશાંત દાવડા, ફોરમ તેમજ આદર્શ ગોસ્વામીના મોત નિપજયા હતા. જ્યારે કે સમગ્ર ઘટનામાં ઈજા પામેલ સિમરન અને કૃપાલી ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પારૂલ યુનિવર્સિટીના આ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટે આવ્યા હતા. જ્યાંથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો અને ત્રણ વિદ્યાર્થીએ  જીવ ખોવાનો વારો આવ્યો છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે  ત્રણેય વિદ્યાર્થીઓના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યાં હતા. જયારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પરિવારજનોનું હૈયાફાટ રુદન

આ ઉપરાંત મૃતક ફોરમ હર્ષદભાઇ ધ્રાંગધરિયા (ઉં.વ.22) કોઠારિયા રોડ નંદા હોલ પાસે ભારતી નગરમાં રહેતી હતી. તે હોમિયોપેથી કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે એક ભાઇથી મોટી હતી. તેના પિતા મિસ્ત્રીકામ કરે છે. આશાસ્પદ દીકરીના મોતથી ગુર્જર સુથાર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો, જ્યારે ST બસમાં બેઠેલા કાલાવડ ખત્રીવાડના યુસુફઅલી તૈયબઅલી સાદીકોટ તથા જીવુબેન બેચરભાઇને ઇજા થતાં તેમને પણ રાજકોટ દાખલ કરાયા હતા.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317