રાજકોટમાં અમુક લોકોએ રાતનાં લગ્ન દિવસે રાખ્યાં, કેટલાકે લગ્ન કેન્સલ કરી દોઢ-બે લાખની ડિપોઝિટ જતી કરી

1392
Published on: 7:26 pm, Mon, 23 November 20

રાજકોટ ગુજરાત

અમે ડિપોઝિટ પરત નથી આપતા, 9 વાગ્યા પહેલાં લગ્ન કરી જમણવાર કરાવી દેવાની બધી તૈયારી રાખી છે છતાં કેટલાક લોકો ના પાડે છે: પાર્ટી-પ્લોટના માલિક઼
આગામી 20 દિવસમાં માત્ર ચાર પાર્ટી-પ્લોટમાં જ 40 જેટલાં બુકિંગ કેન્સલ થયાં છે,રાજકોટમાં નાના-મોટા 100થી વધુ પાર્ટી-પ્લોટ છે

રાજકોટમાં એક તરફ કોરોનાનો આતંક ફેલાયો છે અને બીજી તરફ લગ્નની સીઝન ચાલુ થઈ ગઈ છે. ત્યારે સરકારે રાત્રિ કર્ફ્યૂ જાહેર કરી રાત્રિ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો છે. રાજકોટના પાર્ટી-પ્લોટના માલિકો સાથ એ વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે આયોજકો લગ્નનું બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે, જેથી 50 ટકાનો ફટકો પડ્યો છે. અમે 9 વાગ્યા પહેલાં જમણવાર કરી આપવા તૈયાર છીએ પણ આયોજકો તૈયાર થતા નથી, જેથી પાર્ટી-પ્લોટના માલિકોને મોટું નુકસાન થઈ રહ્યું છે. કેટલાક લોકોએ રાતના લગ્ન કેન્સલ કરી દિવસના રાખ્યાં છે, જ્યારે અમુક લોકોએ લગ્ન કેન્સલ કરી દોઢ-બે લાખની ડિપોઝિટ જતી કરી છે.

લગ્નનું બુકિંગ કેન્સલ થતાં પાર્ટી-પ્લોટધારકોને મોટું નુકસાન

પાર્ટી-પ્લોટના માલિક મીત પટેલે DivyaBhakar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 50 ટકા પર ફટકો પડ્યો છે, કારણ કે મોટા ભાગનું બુકિંગ થઈ ગયું હતું. રાતના લગ્ન હોય એ લોકોને દિવસના લગ્ન કરવા માટે પણ વ્યવસ્થા કરવા પણ કહીએ છીએ પણ એ લોકો તૈયાર નથી થતા, કારણ કે લગ્ન માટે હવે 200 લોકોને નહીં, પણ 50 લોકોને લઈ જવા માટેની પરમિશન આપી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 4 પાર્ટી-પ્લોટના થઈ આગામી 20 દિવસમાં 40 જેટલાં લગ્નો કેન્સલ થયાં છે. અમે પાર્ટીને કહીએ છીએ કે 9 વાગ્યા પહેલાં જમણવાર પતાવી આપીશું તોપણ લગ્નના આયોજકો કહે છે કે અમારે કોઈ મહેમાન આવે નહી

રાજકોટમાં લગભગ 150 જેટલા પાર્ટી-પ્લોટ આવેલા છે. ડિપોઝિટ અમે પરત આપતા નથી, કારણ કે અમે 9 વાગ્યા પહેલાં લગ્નનું ફંક્શન પૂરું કરી આપવા માટે તૈયાર છીએ પણ સામેવાળી પાર્ટી ના પાડે છે અને તેઓ તૈયાર થતા નથી, જેથી અમે ડિપોઝિટ પરત આપતા નથી. કોઈપણ પાર્ટી લગ્ન બુક કરાવીને કેન્સલ કરે તો 2 લાખનું નુકસાન થાય છે.

આ પણ વાંચો- ભાવનગર જિલ્લામાં ચાલુ સીઝનમાં 2500 લગ્ન, સરકારના નવા નિયમોથી આયોજકો દુવિધામાં, કહ્યું રાત્રિ કર્ફ્યૂ લાગે તો ઓર્ડરો કેન્સલ થવાની ભીતિ.

લોકોએ મહેમાન અને મેનુ ટૂંકાવી નાખ્યું છે
ગુજરાત કેટરિંગ એસોસિયેશનના પ્રમુખ ચંદ્રેશભાઈ સંઘવીના જણાવ્યા અનુસાર ,સૌથી વધુ ઓર્ડર કેન્સલ ડિસેમ્બર માસમાં થયા છે. લોકોએ મહેમાન અને મેનુ ટૂંકાવી નાખ્યાં છે. 100 જેટલા ઓર્ડર પાછા ઠેલવામાં આવ્યા છે. રાજકોટ મંડપ કોન્ટ્રેક્ટર એસોસિયેશનના પ્રમુખ દીપકભાઈ પટેલ જણાવે છે કે જેમને લગ્ન માટે મંડપ, ડેકોરેશન માટે બુકિંગ કરાવ્યું હતું એ બધાના ફોન શુક્રવાર રાત્રિથી જ શરૂ થઈ ગયા છે. ફોન કરીને સૌ કોઇ પહેલા એવું જ પૂછે છે કે જે સમયની મર્યાદા આવી ગઈ છે એમાં કેવી રીતે લગ્ન પ્રસંગ પાર પાડી શકાશે? અંદાજિત મંડપ સર્વિસ સેક્ટરમાં રૂ. 25 કરોડથી વધુની રકમનું નુકસાન થયું છે. મનોજભાઈ રાણપરાએ જણાવ્યું હતું કે બધું પેમેન્ટ કરી દીધા પછી મારી દીકરીના લગ્નનો આખો કાર્યક્રમ બદલવો પડ્યો. હવે બેન્કવેટ હોલમાં લગ્ન યોજીશું.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ