રાજકોટ : કોવિડ કેર સેન્ટરના ચોથા માળે સારવાર લેતી વૃદ્ધા સાથે દુષ્કર્મ, પોલીસે ગુનો નોંધ્યો..

1950
Published on: 3:02 pm, Fri, 30 April 21

રાજકોટ સિવિલમાં દુષ્કર્મ

દુષ્કર્મની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં બુધવારના રોજ દાખલ થયેલી 58 વર્ષીય પ્રોઢાએ પોતાના સગાને ફોન કરીને પોતાની સાથે કોઈ વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. પરિવારજનોને જાણ થતાં પરિવારજનો તાત્કાલિક અસરથી હોસ્પિટલ પહોંચ્યા હતા તેમજ પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે પહોંચી સમગ્ર મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી.

હિતેશ ઝાલાએ ભોગ બનનારને ધમકી આપી હતી કે, તે જો કોઈને આ વાત કરશે તો તેને ઇન્જેક્શન આપીને ખતમ કરી દેશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભોગ બનનાર બૂમો ન પાડે તે માટે ઓક્સિજનના માસ્કથી તેમને મોઢે ડૂમો આપી દેવામાં આવ્યો હતો. સાથે જ નરાધમે વોર્ડની તમામ લાઈટો બંધ કરી આ કૃત્ય આચર્યું હતું.

રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં દાખલ મહિલાએ પોતાના પરિવારજનોને કર્યો ફોન, કહ્યું- કોઈએ મારી સાથે બળાત્કાર કર્યો

વૃદ્ધાની તબિયત સારી ન હોવાથી પ્રતિકાર ન કરી શક્યાં

ત્યાર બાદ વૃદ્ધાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. વૃદ્ધાને જે વોર્ડમાં દાખલ કરાયા હતા ત્યાંનો એટેન્ડન્ટ તેમની પાસે આવી લાવો તમારું માથું દબાવી દઉં તેમ કરી માથું દબાવવાનું શરૂ કર્યું હતું. થોડી વાર બાદ એટેન્ડન્ટે માથું દબાવવાની સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. વૃદ્ધાની તબિયત સારી ન હોવાને કારણે તેઓ કોઇ પ્રતિકાર કરી શક્યા ન હતા. થોડીવાર બાદ તે એટેન્ડન્ટ ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં હતપ્રભ થઇ ગયેલા વૃદ્ધાના પરિવારજનોએ સંપર્ક કરતા વૃદ્ધાએ તમે બધા જલ્દી હોસ્પિટલ આવી જાવ તેમ કહ્યું હતું.

આ પ્રકારનો ફોન આવતા પ્રોઢાના પરિજનો તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સમગ્ર મામલે પરિજનો દ્વારા સિવિલ હોસ્પિટલ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. તો સાથે જ સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં પણ આ મામલે રજૂઆત કરવામાં આવતાં તાત્કાલિક અસરથી પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. ત્યાર બાદ મહિલાનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું.

પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બળાત્કારનો આક્ષેપ કરતી મહિલા જે જગ્યાએ દાખલ હતી તેની આજુબાજુમાં પણ બીજા દર્દીઓ દાખલ હતા. વોર્ડમાં કર્મચારી પણ હાજર હતા. ત્યારે કોઈ વ્યક્તિ કઈ રીતે મહિલા સાથે દુષ્કર્મ આચરી શકે તે અંગે અનેક શંકા સેવાઈ રહેલી છે. ત્યારે આખરે પોલીસ તપાસમાં સાચું શું સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

મીડિયા સાથેની વાતચીતમાં પ્રદ્યુમનનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાએ જણાવ્યું હતું કે, વૃદ્ધા દ્વારા કરવામાં આવેલા આક્ષેપની પ્રાથમિક તપાસ બાદ ફરજ ઉપર હાજર વોર્ડબોય હિતેષ ઝાલા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે. શુક્રવારના રોજ પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા વૃદ્ધા જે વોર્ડમાં દાખલ હતા તે વોર્ડના અન્ય કર્મચારીઓ તેમજ અન્ય દાખલ દર્દીઓનાં નિવેદન અને તેમની પૂછપરછ પણ કરવામાં આવશે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317