રાજકોટ : AC કમ્પ્રેસરમાં શોર્ટ-સર્કિટને કારણે આગ ભભૂકી, લાગેલી આગથી મહિલા ભડથું થઇ ગયા..

1419
Published on: 5:26 pm, Thu, 1 April 21
કમ્પ્રેસરમાં શોર્ટ-સર્કિટને કારણે ધડાકા જેવો અવાજ થતાં બાજુમાં આવેલી સ્કૂલના એક શિક્ષક સ્કૂલની અગાસી ઉપર શું થયું તે જોવા દોડી આવ્યા હતા.

રાજકોટમાં ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં મહિલા અગાસીએ સવારે કપડાં સૂકવવા ગયા હતા અને ત્યા જ ભડથું થઇ ગયા.અગાસી પર એસી ના કોમ્પ્રેસરમાં આગ લાગી હતી જેની ઝપેટમાં આવી જતા મહિલા સંપૂર્ણ દાઝી ગયા અને ત્યાં જ તેમનું મોત થયું હતું.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.

8 Warning Signs That Your Heating and Air Conditioning Unit Can Catch Fire  | Tips from Your Fort Worth, TX Repair Service Provider - One Hour Air  Conditioning & Heating Fort Worth

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ પટેલ ચોકમાં રહેતા નીતાબેન મીઠાભાઈ રામાણી સવારે નવ વાગ્યે મકાનની અગાસીએ કપડાં સૂકવવા અને સાફ સફાઈ માટે ગયા હતા. આ સમયે ગમે તે કારણસર અગાસી પર રહેલા એર કન્ડિશનરના કમ્પ્રેસરમાં શોર્ટ-સર્કિટ થઈ હતી અને તેમાં આગ ભભૂકી ઉઠી હતી. કમ્પ્રેસરના સંપર્કમાં આવેલા નીતાબેન ભડભડ સળગી ઉઠ્યાં હતાં. કમ્પ્રેસરમાં શોર્ટ-સર્કિટને કારણે ધડાકા જેવો અવાજ થતાં બાજુમાં આવેલી સ્કૂલના એક શિક્ષક સ્કૂલની અગાસી ઉપર શું થયું તે જોવા દોડી આવ્યા હતા.

શહેરના હરિ ધવા રોડ પર ની રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા 50 વર્ષીય નીતાબેન રામાણી દરરોજ ની જેમ જ સવારે અગાસી પર કપડા સૂકવવા ગયા હતા જો કે એસી ના કોમ્પ્રેસરમાં લાગેલી આગની ઝપેટમાં આવી જતા તેઓ નું મોત થઇ ગયું.પ્રાથમિક માહિતી મુજબ નીતાબહેને આગને બુઝાવવાની કોશિશ કરી હતી અને તેઓ દાઝી ગયા.

આ દરમિયાન બાજુની અગાસી પર નીતાબેનને સળગતા જોઈ સ્કૂલમાં પડેલા અગ્નિશમનના સાધનો વડે તેમને ઠારવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે આખરે ફાયર બ્રિગેડને પણ જાણ કરાતા તેના સ્ટાફ દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડે આગ બૂઝાવી હતી. જોકે, ત્યાં સુધીમાં નીતાબેન ભડથું થઈ ગયા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉપસ્થિત લોકોમાં કમકમાટી છૂટી ગઈ હતી.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317