રાજુલા માર્કટિંગ યાર્ડમાંથી રેશનિંગના ઘઉં ચોખા ઝડપાયા,મામલતદાર, કલેકટર ઘટના સ્થળે દોડી ગયા.

946
Published on: 3:35 pm, Sun, 8 November 20

રાજુલા ગુજરાત

રાજુલા માર્કટિંગ યાર્ડમાંથી રેશનિંગના ઘઉં ચોખા ઝડપાયા
મામલતદાર, કલેકટર ઘટના સ્થળે દોડી ગયા

રાજુલા શહેરમાં આજરોજ માર્કેટીંગ યાર્ડમાંથી રેસિંગના ઘઉં-ચોખા મળી આવતા મામલતદાર અને કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઘઉં ચોખાના મુદ્દામાલ કબજે કરી સીલ કરવામાં આવ્યા હતા.

આ બાબતે રાજુલા મામલતદાર કિશોર ગઢીયા જણાવ્યું હતું કે રાજુલા માર્કેટિંગ યાર્ડ માં આવેલી સુરેશભાઈ તારપરા ની દુકાનમાં તેમજ તેના ગોડાઉનમાંથી 278 કટ્ટા ઘઉં તેમજ ૧૭૦ કટ્ટા ચોખા મળી આવ્યા હતા જ્યારે અન્ય એક વેપારી હુસેનભાઇ નામના સાગરીત ના ગોડાઉનમાંથી 500 કટ્ટા ઘઉં મળી આવ્યા હતા જેને કબજે કરી સાથે એક આઇસર ગાડી જે ભરાતી હતી તે આઇસર ગાડી ને પણ કબજે કરવામાં આવી છે.

આર એસ ટી નો માલ આ વેપારીએ લીધેલો હોવાનું જાણવા મળતા તેનું નિવેદન લાય પંચ રોજકામ કરી તમામ ઘઉં ચોખાના કટ્ટા હાલ સીલ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અત્રે નોંધનીય બાબત છે કે ગરીબોનું આના જ ગરીબ લોકો સુધી પહોંચતું નથી અને માર્કેટિંગ યાર્ડ માં આ કઈ રીતે આવ્યો આમાં ક્યારેક ધારકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર નીકળે તેમ છે હાલમાં મામલતદાર તેમજ પ્રાંત કલેકટર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે

સામાન્ય રીતે ઘઉં ચોખા ના હોય છે તેનું ગોડાઉનમાંથી ડિલેવરી થયા બાદ રેશનિંગની દુકાન સુધી પહોંચાડવાનો હોય છે તો પછી તો પછી આવડો મોટો જથ્થો માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચો કેમ તે પણ મોટો પ્રશ્ન છે શું આ કેટલા સમયથી ચાલતું હશે તે દિશામાં પણ તપાસ થાય તે જરૂરી બન્યું છે ત્યારે હાલમાં વેસ્ટિજ માર્કેટિંગ યાર્ડમાં એક વેપારીએ ખરીદી લેતા કેટલા ગરીબ માણસોને અનાજ નથી મળતું હોય તેવો પણ એક મોટો વેધક સવાલ ઉઠવા પામ્યો છે ત્યારે હવે મામલતદાર આ બાબતે કેટલીક કડક કાર્યવાહી કરે છે તે પણ જોવું રહ્યું.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.